News Continuous Bureau | Mumbai
હાથ અને પગમાં માત્ર એક-એક જ આંગળી છતાં રોજ 10 કિ.મી ચાલીને ચા વેચે(Selling Tea) છે, તાહિરની 14 કલાકની મહેનત જોઈ લોકોની આંખો ભરાઈ જાય છે .જીવનથી હારી, થાકી અને કંટાળી જતાં લોકો માટે નડિયાદનો 21 વર્ષીય તાહિર(Tahir) ઉત્તમ ઉદાહરણ બન્યો છે. જન્મજાતથી માત્ર હાથની હથેળીઓ અને પગના પંજાનો સહારો મેળવી તમામ કામકાજ તે જાતે કરી જાણે છે. તેની આ ખાસિયત જ તેને બીજા કરતા અલગ પાડે છે. તેની કમજોરી ને તેણે જાતે હરાવી આજે તે જાતે પગભર બન્યો છે. કહેવાય છે કે, આત્મા મનોબળ મજબૂત હોય તો અડગ હિમાલય પણ નડતો નથી. નડિયાદના (Nadiad) દિવ્યાંગ યુવાને(disabled youth) કુદરતના તમાચા સામે ઝઝૂમી પોતે આત્મનિર્ભર બન્યો છે. આ યુવાન ચાની કીટલી ચલાવે છે. તાહીરને બે હાથે માત્ર એક-એક આંગળીઓ અને બંને પગમાં માત્ર એક-એક અંગુઠો અને આંગળી ધરાવે છે. આમ છતાં પણ તે જાતે ચા બનાવી રોજ 10 કિ.મીથી વધારે આ દિવ્યાંગ યુવાન ચાલી ચા આપે છે અને બે પૈસાની કમાણી કરે છે. આ જોઈ લોકો તેની હિંમતને પણ દાદ આપે છે અને તેના હાથે બનાવેલી ચાની ચૂસ્કી માણવા તેની હોટલે આવે છે. સામાન્ય વ્યક્તિની જેમ પોતાની રોજિંદી ક્રિયાઓ નડિયાદ શહેરના મરીડા ભાગોળ(Marida Part) વિસ્તારમાં રહેતો 21 વર્ષીય તાહિર રફીકભાઈ છાવા(Tahir Rafiqbhai Chhawa) શહેરના ઘોડીયા બજાર(Ghodia Bazaar) વિસ્તારમાં ચાની હોટલ ધરાવે છે. જેણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે.
તાહિર જન્મજાતથી દિવ્યાંગ એટલે કે અસ્થિ વિષયક છે. તેને બે હાથે માત્ર એક-એક આંગળીઓ અને બંને પગમાં માત્ર એક-એક અંગુઠો અને આંગળી જ છે. આમ છતાં પણ તે સામાન્ય વ્યક્તિની જેમ પોતાની રોજિંદી ક્રિયાઓ કરે છે. એટલું જ નહી પણ બાઇક પણ ચલાવે છે. તે દરરોજ સામાન્ય માણસની જેમ પોતાની સફર શરુ કરે છે. માવતરની લાકડી બન્યો તાહીરના પિતા રફીકભાઈ પોતે ફેરી કરે છે અને તેઓને સંતાનમાં એકનો એક દીકરો તાહીર છે. નાના પરિવારમાં તાહીરનો ઉછેર થયો હતો. હાલ તે પોતાના માતાપિતા ભેગો જ રહી માવતરની લાકડી બન્યો છે. જેના લગ્ન એક મહિના અગાઉ જ થયા છે. તાહીરના હાથમા આંગળીઓ નહીં હોવા છતાં પણ તે લખી પણ શકે છે અને ચાનો હિસાબ કિતાબ પણ કરી જાણે છે. અગાઉ ચાની હોટલે કામ કરતો હતો તાહીરે લગભગ દોઢ વર્ષ અગાઉ જ શહેરના ઘોડીયા બજાર વિસ્તારમાં ચાની હોટલ શરૂ કરી હતી. જોકે, આ પહેલા તે પોતાના કાકાના દીકરાને ત્યાં અને અન્ય જગ્યાએ ચાની હોટલમા કામ કરી ચુક્યો છે એટલે તેને ચાના ધંધાનો પાક્કો તજુરબો હોવાથી તેણે આ વ્યવસાયમાં ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું છે. તાહીરને ધંધા સાથે એટલો લગાવ છે કે તે પોતે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સતત ચા બનાવી આસપાસના દુકાનદારોને આપવા જાય છે અને બે પૈસા મેળવે છે. જોકે વચ્ચેના સમયમાં તે નમાઝનો પણ સમય કાઢી લે છે. દરરોજનુ લગભગ 10 કિ.મીથી વધારે ચાલે છે ચાહીર રોજની 4 લીટર દૂધમાંથી લગભગ 96 કપ ચા એકલા હાથે બનાવી આસપાસ દુકાનોમાં આપવા નીકળે છે અને બે પૈસાની રોજીરોટી મેળવી રહ્યો છે. દિવ્યાંગ હોવા છતાં ચોથા માળ સુધી દાદારા ચઢીને ચા પહોંચાડે છે અને દરરોજનુ લગભગ 10 કિ.મીથી વધારે તે ચાલે છે.
આ સમાચાર પણ વાંચો : નડિયાદના આઉટસોર્સ કર્મચારીઓ રેલી યોજી સૂત્રોચ્ચાર કરી હડતાળ પર ઉતર્યા
આમ યુવાનને બે હાથે માત્ર એક-એક આંગળીઓ અને બન્ને પગમાં માત્ર એક-એક અંગુઠો અને આંગળી હોવા છતાં હથેળીના સહારે તે તમામ કામ કરે છે. તેનુ આત્મમનોબળ એટલું મજબૂત છે તે જોઈને સૌકોઈ દંગ રહી જાય છે. ખાસ કરીને અહીંયા ચાની ચૂસ્કી લગાવવા આવતાં લોકો તેની આત્મનિર્ભર કામગીરીને બિરદાવે છે. તાહીરે જણાવ્યું કે, કુદરત જે પરીક્ષા લે તેનાથી કંટાળશો નહી, મહેનત કરશો તો સફળતા જરૂર મળે જ છે. આમ તાહીરની કામગીરી અનેકોને પ્રેરણા આપી જાય છે.