News Continuous Bureau | Mumbai
એનસીપીNCP) સુપ્રીમો શરદ પવારે(Sharad Pawar) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે વિરોધ પક્ષના(Opposition Party) ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો છે.
શરદ પવારે તેમના નેતાઓ અને મંત્રીઓ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ અંગેની ચર્ચાઓને ફગાવી દેતા કહ્યું હતું કે તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર નહીં હોય.
જો કે, તેમણે કહ્યું છે કે તેઓ ભાજપ(BJP) વિરુદ્ધ સર્વસંમતિ ધરાવતા ઉમેદવાર પર પહોંચવા માટે વિપક્ષ અને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વાતચીતમાં તેઓ મોખરે રહેશે.
અગાઉ એવી ચર્ચા થતી હતી કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષ શરદ પવારને પોતાનો ઉમેદવાર બનાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : આ ઓબીસી ડેટા તો ખોટો છે- માત્ર અટક જોઈને માહિતી એકઠી કરવામાં આવે છે-મહારાષ્ટ્રમાં ઓબીસી ડેટા મામલે મહાભારત