News Continuous Bureau | Mumbai
મસ્જિદમાં (Masjid) સવાર-સાંજ વાગતા ભુંગળાનો (Loud speakers) વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે.
હવે ફરી એકવાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj Thackeray) લાઉડસ્પીકર્સને લઈને મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
તેમણે કહ્યું છે કે, જો 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો સ્પીકરો પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
સાથે તેમણે કહ્યું કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી પણ સામાજિક મુદ્દો છે.
હું રાજ્ય સરકારને (State Govt) કહેવા માંગુ છું કે અમે આ મુદ્દે પીછેહઠ કરવાના નથી. પછી તમે ગમે તે કરો.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે રાજ ઠાકરેએ આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગાડવાનો વિરોધ કરી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : હવે લડાઈ સીધેસીધી હિંદુત્વની. જો ભગવાન રામ ન હોત તો ભાજપ શું કરત? ઉદ્ધવ ઠાકરેનો સવાલ… જાણો વિગત…