News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) એક ફોન કોલની(phone call) ચર્ચા જાેરશોરથી થઈ રહી છે. કારણ કે આ કોલ શિવસેના પ્રમુખ(Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના(Uddhav Thackeray) પુત્ર આદિત્ય ઠાકરેના(Aaditya Thackeray) નામથી કરવામાં આવ્યો હતો અને કોલ કરનારે ૨૫ હજાર રૂપિયાની માંગ કરી હતી. કોલ યુવા સેનાના(Yuva Sena) એક કાર્યકર્તાને કરવામાં આવ્યો હતો. મામલાની ફરિયાદ બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. યુવા સેનાના કાર્યકર્તાની ફરિયાદના આધાર પર પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, આદિત્ય ઠાકરેના નામથી એક અજાણ્યા વ્યક્તિએ શિવસેનાના કાર્યકર પાસેથી 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ મામલામાં શિવસેનાના કાર્યકરને છેતરપિંડીના પ્રયાસની (Attempted fraud) જાણ થતાં તેણે તરત જ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે યુપીનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર
અધિકારીએ જણાવ્યું કે ફરિયાદી મધ્ય મુંબઈના દાદરનો રહેવાસી છે અને જ્યારે તેને એક વોટ્સએપ કોલ(WhatsApp call) આવ્યો જેમાં આદિત્ય ઠાકરેની તસવીર હતી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે એફઆઈઆરને(FIR) ટાંકીને કહ્યું કે ફોન કરનારે ફરિયાદી પાસેથી 25,000 રૂપિયાની માંગણી કરી કારણ કે તે તેના મિત્રની મદદ કરવા માંગતો હતો. તેણે જણાવ્યું કે ફોન કરનારે બીજા દિવસે પૈસા પરત કરવાની વાત પણ કરી હતી.
ફરિયાદીને તરત જ ખ્યાલ આવ્યો કે તે છેતરપિંડીનો પ્રયાસ હતો અને તેણે શિવસેનાના પદાધિકારીઓને જાણ કરી. પોલીસે શનિવારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. જે નંબરથી ફોન કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશનો હોવાનો શરૂઆતી તપાસથી જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ- શું વાત છે- ગણેશોત્સવ દરમિયાન ભક્તો માટે બેસ્ટ દોડાવશે આ ખાસ બસ- જાણો બસની ખાસિયત