News Continuous Bureau | Mumbai
- લાભાર્થીઓની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લા ક્રમશ: અગ્રેસર
- સગર્ભા તથા ધાત્રી માતાઓને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે
Namoshri scheme: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની આરોગ્ય સેવાઓ વધુમાં વધું સુદ્રઢ બની રહી છે.
રાજ્યમાં સગર્ભા બહેનો અને નવજાત બાળકોને શ્રેષ્ઠત્તમ સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો છે. બાળમૃત્યુદર અને માતા મૃત્યુદરને ઘટાડવા માટે પણ સરકાર સતત ચિંતીત અને પ્રયાસરત છે.
રાજ્યના નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલ્બધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં “નમોશ્રી” યોજના શરૂ કરવાની જાહેરાત કરાઇ.
એપ્રિલ-૨૦૨૪ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ “નમો શ્રી” યોજના ફક્ત ૯ મહિનામાં રાજ્યની ૩.૧૧ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે આશીર્વાદરૂપ બની છે.
આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Mission: જલ શક્તિ મંત્રી C.R. પાટીલની કર્ણાટક અને હરિયાણા સાથે સમીક્ષા બેઠક, બંને રાજ્યોએ કરેલી પ્રગતિની લીધી નોંધ
Namoshri scheme: “નમોશ્રી” યોજના શરૂ થયાના ૯ મહિનામાં ૩.૧૧ લાખથી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૭૧ કરોડથી વધુની નાણાકીય સહાય DBT દ્વારા ચૂકવવામાં આવી છે. સગર્ભા તથા ધાત્રી બહેનોને તબક્કાવાર વર્ષે રૂ. ૧૨ હજારની સહાય ચૂકવાય છે.
લાભાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા ક્રમશ: અગ્રેસર રહ્યાં છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૩૧,૯૧૮ માતાઓને કુલ રૂ. ૭.૩૫ કરોડ, સુરત જિલ્લાની ૨૭,૩૫૩ માતાઓને કુલ રૂ.૬.૨૪ કરોડ, રાજકોટ જિલ્લાની ૨૦,૫૧૭ માતાઓને કુલ રૂ. ૪.૭૮ કરોડ, દાહોદ જિલ્લાની ૧૮,૩૯૪ માતાઓને કુલ રૂ. ૪.૦૪ કરોડ અને બનાસકાંઠા જિલ્લાની ૧૫,૭૬૧ સગર્ભા અને ધાત્રી માતાઓને કુલ રૂ. ૩.૫૩ કરોડની નાણાકીય સહાય DBT મારફતે નમોશ્રી યોજના અંતર્ગત ચૂકવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે અંદાજિત ૧૨ લાખ જેટલા નવજાત બાળકોના જન્મ થાય છે. આ તમામ બાળકોને તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
“નમો” શ્રી યોજનામાં સગર્ભાવસ્થાની નોંધણી, ગર્ભાવસ્થાનાં ૬ માસ પુર્ણ થયા બાદ, સંસ્થાકીય પ્રસુતી સમયે તથા બાળકનું સંપુર્ણ રસીકરણ બાદ તબક્કાવાર કુલ રૂ. ૧૨,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તેમજ દ્વિતીય ગર્ભાવસ્થા માટે જ નમો શ્રી યોજનાનો લાભ મળવાપાત્ર છે.
આ સમાચાર પણ વાંચો : AI Touch: 5G ઈકોસિસ્ટમને આગળ વધારવા માટે સરકાર ઉત્સુક, AI ટચને આ યોજના હેઠળ 5G રન પ્લેટફોર્મ માટે આપી ગ્રાન્ટ
આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને વર્ષે રૂ. ૧૨ હજારની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે.
આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાના લાભ મેળવવા માટે સગર્ભા માતા તેઓના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા નજીકનાં સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશાનો સંપર્ક કરી શકે છે.
સગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય, તેમનો આરોગ્ય સુદ્રઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા ઉમદા આશયથી નમો શ્રી યોજના કાર્યરત છે. આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર સગર્ભા માતા તેમજ ધાત્રી માતાને કુલ રૂા. ૧૨૦૦૦/-ની સહાય તબક્કાવાર DBT મારફતે આપવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.