Site icon

તપાસ એજન્સી NIAની મોટી કાર્યવાહી- ટેરર ફંડિંગ મામલે આ રાજ્યોમાં પાડ્યા દરોડા- 100 થી વધુ લોકોની કરી ધરપકડ

NIA raids multiple locations in J&K, Tamil Nadu in separate cases

NIA Raid: ટેરર ફંડિંગ સામે ફરી એક્શનમાં એનઆઈએ!, કાશ્મીર સહિત આ રાજ્યના 10 સ્થળોએ પાડ્યા દરોડા

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને દેશભરમાં તેની સાથે જોડાયેલી લિંક પર દરોડા પાડ્યા છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ટેરર ફંડિંગ(Terror Funding) અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સી NIAએ દરોડા પાડ્યા(raid) છે. છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે, જેમાં PFIની લિંક મળી આવી છે. ED, NIA અને રાજ્ય પોલીસે PFI સાથે જોડાયેલા 100 થી વધુ લોકોની અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે. આ ધરપકડો 10 થી વધુ રાજ્યોમાં થઈ છે.

NIAએ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh), કેરલા(kerala), આંધ્રપ્રદેશ(Andra Pradesh), તેલંગાણા(Telangana), કર્ણાટક(Karnataka), તમિલનાડુ(Tamil Nadu) સહિત ઘણા રાજ્યોમાં PFI અને તેની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAને મોટી સંખ્યામાં PFI અને તેની સાથે જોડાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી, જેના આધારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે મોટા પાયે કાર્યવાહી કરી છે. 10 થી વધુ રાજ્યોમાં, ED, NIA અને રાજ્ય પોલીસે 100 થી વધુ લોકોની ધરપકડ કરી છે. PFI અને તેના લોકોની પ્રશિક્ષણ પ્રવૃત્તિઓ, ટેરર ​​ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા અંગેની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવેનો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે આ સ્ટેશન પર સર્જાઈ ટેકનિકલ ખામી

અગાઉ NIAએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. NIA તરફથી કહેવામાં આવ્યું છે કે આ દરોડા દરમિયાન ઘણા ડિજિટલ ઉપકરણો(Digital devices), દસ્તાવેજો(Documents) અને રોકડ જપ્ત કરવામાં આવી છે. પકડાયેલા લોકોની પૂછપરછ પણ ઘણી વખત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે પૂછપરછના આધારે હવે કેરળ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version