News Continuous Bureau | Mumbai
ભવિષ્યમાં વડાપ્રધાન બનવાના સપના જોઈ રહેલા નીતીશ કુમારનો એક ફોટોગ્રાફ અત્યારે વાયરલ થયો છે. વાત એમ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ રહેલા યોગી આદિત્યનાથ ના શપથગ્રહણ સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝૂકીને પ્રણામ કર્યા હતા. આ ફોટોગ્રાફ અત્યારે બિહારમાં વાયરલ થયો છે. એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફેંકનાર નીતીશ કુમાર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નતમસ્તક થયા છે તેવી ટિપ્પણી થઈ રહી છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે આ ફોટોગ્રાફ સાથે નીતીશ કુમારનો એક જુનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં નિતેશ કુમારે કહ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ નહીં મિલાવે. હવે જ્યારે સાર્વજનિક મંચ પર ઉપસ્થિત રહેવાનો વારો આવ્યો છે ત્યારે નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને ઝૂકીને પ્રણામ કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : ‘ઓહ માય ગોડ’ છત્તીસગઢ નો કમાલ નો કિસ્સો. કોર્ટે ખુદ શંકર ભગવાનને નોટિસ મોકલી, ભક્તોએ આ કીમિયો અજમાવ્યો. હવે શંકર ભગવાનને બીજી તારીખે કોર્ટમાં હાજર થવું પડશે.
Credit where it due,#NarendraModi as PM has changed Indian politics.Once his challenger& that too a 4 time socialist CM from Bihar today is lying under his feet.
Nitish Kumar& Yogi AdityaNath with Brand Modi will always have upper hand on 120 seats in Lok Sabha between UP& Bihar. pic.twitter.com/LT4f9liDg1— Namra Patel (@NamraPatel__) March 25, 2022