News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના બળવાખોર નેતાઓનું પલડું દિવસેને દિવસે વજનદાર બની રહ્યું છે ત્યારે બફાટ કરવા માટે જાણીતા શિવસેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે(MP Sanjay Raut) વધુ એક વખત બફાટ કર્યો છે. જોકે આ વખતે તેમના બફાટને કારણે થાણેમાં શિવસૈનિકો(Shivsainik)માં નારાજગી વ્યાપી ગઈ છે.
શિવસેનાના આક્રમક નેતા આનંદ દિધે(Anand Dighe) મારા કારણે ધર્મવીર બન્યા હતા એવો સંજય રાઉતે દાવો કર્યો છે, તેને કારણે ખળભળાટ મચી ગયો છે. સંજય રાઉતે કહ્યું હતું કે જ્યારે તેઓએ એક પત્રકાર તરીકે આનંદ દિધેની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે કે ગદ્દારોને માફ ન કરી શકાય.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમા રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા તમામ પાવર- સાથે આ પ્રસ્તાવ પણ થયા પાસ- જાણો શું છે તે પ્રસ્તાવ
આ મુલાકાત બાદ આનંદ દિઘે સામે કેસ થયો અને તેમણે જેલમાં જવું પડ્યું હતું અને ત્યારપછી આનંદ દિઘે લોકોમાં ધર્મવીર(Dharmveer) તરીકે ઓળખાતા થયા હતા.
હાલ શિવસેના પક્ષ પ્રમુખ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Shivsena Chief CM Uddhav Thackeray) સામે બળવો કરનારા એકનાથ શિંદે(Eknath Shinde)ને શિવસેનામાં આગળ લાવનાર આનંદ દિઘે જ હતા. આ સંદર્ભમાં સંજય રાઉતે રવિવારે દહિસરમાં શિવસેનાના મેળાવડામાં આવું વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. તેમણે એકનાથ શિંદે પર એવો પણ કટાક્ષ કર્યો હતો કે તમને જે તાકાત મળી છે એ શિવસેનાને લીધે મળી છે.