ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો
મુંબઈ
નાસિક મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. અહીં બજારમાં શોપિંગ કરવા આવનાર વ્યક્તિ વગર કારણે સમય બરબાદ ન કરે તેથી શોપિંગ માટે ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નાસિક મહાનગરપાલિકા અને પોલીસે ભેગા મળીને નિર્ણય કર્યો છે કે બજારમાં આવનાર દરેક વ્યક્તિએ પાંચ રૂપિયાની ટિકિટ લેવી પડશે જેની ઉપર સમય લખેલો હશે.
જે વ્યક્તિને એક કલાકથી વધુ સમય શોપિંગ કરતા થશે તેણે 500 રૂપિયા દંડ ભરવો પડશે. આ નિયમ એટલે કરવામાં આવ્યો છે જેથી વગર કારણે ગિરદી કરનાર લોકોથી બજારને છુટકારો મળે. નાસિકમાં શાલીમાર, તિલક રોડ, બાદશાહ કોર્નર, ધુમાલ પોઇન્ટ, મેઇન રોડ, શિવાજી રોડ, મેઇન માર્કેટ કમિટિ અને સિટી સેન્ટર મોલ જેવા શોપિંગ સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ થતી હોય છે.
ભીડ ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને આ નિયમ કરવામાં આવ્યો છે. પાલિકાનો આ પ્રયોગ વખાણવાલાયક લાગી રહ્યો છે.