ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
રાજસ્થાન
8 જુલાઈ 2020
રાજસ્થાન સરકારે ખાનગી શાળાઓની ફી માફીની તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. લોકડાઉન ને કારણે માતા-પિતાને જે ફટકો પડયો છે તેને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે શાળાઓની ફી માફ કરવાના આદેશને વધાર્યો છે. આ આદેશ, શાળાઓ ફરીથી ન ખુલે ત્યાં સુધી અમલમાં રહેશે. અગાઉનો આદેશ 30 જૂન સુધી લાગુ હતો. સરકારે જણાવ્યું હતું કે તેના તમામ નિર્ણય, કોરોનાવાયરસની હાલની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે દેશભરમાં સ્કૂલની ફી ઘટાડવા અથવા રદ કરવા માટે વાલીઓ આંદોલન ચલાવી રહ્યા છે. વાસ્તવિક રીતે વર્ગખંડમાં ભણતર ન હોવાથી, માતાપિતાએ દલીલ કરી છે કે શાળાની ફી અને અન્ય ચાર્જને તર્કસંગત બનાવવી આવશ્યક છે. આજકાલ જ્યારે શાળાઓ ઓનલાઇન વર્ગો લઈ રહી છે એવા સમયગાળા માટે ખાનગી શાળાઓને ફક્ત ટ્યુશન ફી વસૂલવાના નિર્દેશ સરકારે આપવા જોઈએ એવી વાલીઓની માંગ રહી છે. નવા સત્ર માટે વર્ગો શરૂ થયા છે, ત્યારે શાળાઓ અને કોલેજોમાંના તમામ શારીરિક વર્ગો સ્થગિત કરી દેવાયા છે. છેલ્લા આદેશ મુજબ દેશની શાળાઓ અને કોલેજો 31 જુલાઈ સુધી બંધ રહેશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com