News Continuous Bureau | Mumbai
પંજાબ(Punjab)માં સરકાર સ્થાપવામાં સફળ થયા બાદ આપ- આદમી પાર્ટીના સર્વેસર્વા (Aam Aadmi Party)અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) પોતાનો રંગ બતાવવાનું ચાલુ કરી દીધું છે. તેમના હાથ હવે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસ(Ravi Kumar Vishwas) ચઢી ગયા છે. પંજાબ પોલીસ (Pujnab Police)કુમાર વિશ્વાસ(Ravi Kumar Vishwas) ના ઘરે પહોંચી ગઈ છે, જેની જાણકારી ખુદ તેમણે ટ્વીટ(Tweet) કરીને આપી હતી.
કુમાર વિશ્વાસ(Ravi Kumar Vishwas) એક સમયે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ખુબ નજીક ગણાતા હતા. તેમની સાથે ખભે ખભે મિલાવીને સાથે રહેનારા કુમાર(Ravi Kumar Vishwas) ને જોકે બાદમાં કેજરીવાલની કામ કરવાની પદ્ધતિ રાઝ નહીં આવતા તેમણે પક્ષને રામ રામ કહી દીધા હતા. સાથે જ તેમણે કેજરીવાલની ટીકા કરવામાં પણ કોઈ કસર છોડી નહોતી.
હવે કેજરીવાલે(Arvind Kejriwal) જોકે પોતાના સ્વભાવ મુજબ જૂની અદાવતો સરભર કરવાનું ચાલુ કરી દીધું છે. જેમાં આજે સવારના પહોરમાં કુમાર વિશ્વાસ(Ravi Kumar Vishwas) ના ઘરે પંજાબ પોલીસ (Punjab Police)પહોંચી ગઈ હતી, જેની જાણકારી ખુદ તેમણે ટ્વીટ કરીને આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ભ્રષ્ટાચારના ઓલમ્પિકમાં શિવસેના ગોલ્ડ મેડાલિસ્ટ, ભાજપના આ નેતાનો કટાક્ષ.. જાણો વિગતે
ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે “સવાર સવારના પંજાબ પોલીસ દ્વાર પર પધારી છે. એક સમયે મારા દ્વારા જ પાર્ટીમાં સામેલ કરાયેલા ભગવાન માનને આગાહ કરું છે કે તમે દિલ્હીમાં બેઠેલા જે આદમીને પંજાબના લોકોએ આપેલી તાકતથી રમવા દો છે એ એક દિવસ તમને અને પંજાબને જ દગો આપશે. દેશ મારી ચેતવણી યાદ રાખે.”
પંજાબ પોલીસ તેમને ઘરે કેમ પહોંચી ગઈ હતી, તેની હજી સુધી ચોક્કસ કંઈ માહિતી મળી નથી. પરંતુ ચર્ચા મુજબ આમ આદમી પાર્ટીને કુમાર(Ravi Kumar Vishwas) કરેલી ટીકાના મુદ્દે પોલીસ તેમના ઘરે પહોંચી છે. પંજાબ પોલીસની સાયબર સેલ તેમની વિરુદ્ધ કેસ નોંધી રહી છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે ચૂંટણી સમયે કુમારે (Ravi Kumar Vishwas) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પર એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે દેશને તોડવાની વાત કરી છે. તેમણે કેજરીવાલ (Arvind Kejriwal) પાસે તેનો જવાબ પણ માંગ્યો હતો.