ચૂંટણી પંચે 15 રાજ્યોની 57 સીટ પર રાજ્યસભા ચૂંટણીની કરી જાહેરાત,આ તારીખે જાહેર થશે પરિણામ

News Continuous Bureau | Mumbai

ચૂંટણી પંચે(Election commission) ગુરુવારે રાજ્યસભાની સીટો(rajyasabha seats) પર ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચની માહિતી પ્રમાણે દેશના ૧૫ રાજ્યોની કુલ ૫૭ રાજ્યસભા સીટો પર ચૂંટણી યોજાશે. તેમાં બધાની નજર ઉત્તર પ્રદેશ પર રહેશે, કારણ કે યુપીમાં(Uttarpradesh) સૌથી વધુ ૧૧ સીટો પર રાજ્યસભાની ચૂંટણી(rajysabha election) યોજાવાની છે.

ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આંધ્રપ્રદેશની(Andhrapradesh) ૪ સીટ, છત્તીસગઢની ૨, તેલંગણાની ૨, મધ્યપ્રદેશની(MP) ૩, તમિલનાડુની છ સીટ, કર્ણાટકની ચાર સીટ, ઓડિશાની ૩, મહારાષ્ટ્રની ૬, પંજાબની ૨, રાજસ્થાનની ૪, ઉત્તરાખંડની ૧, બિહારની ૫, ઝારખંડની ૨, હરિયાણાની ૨ સીટો પર મતદાન થવાનું છે. ચૂંટણીનું નોટિફિકેશન ૨૪ મેએ જાહેર થશે. તો ૩૧ મે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ હશે. 

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

ચૂંટણી પંચ પ્રમાણે ઉમેદવારીની (Candidates)સ્ક્રૂટનીની તારીખ ૧ જૂન નક્કી કરવામાં આવી છે. તો ઉમેદવારી પત્ર પરત લેવાની છેલ્લી તારીખ ૩ જૂન છે. તમામ ૫૭ સીટો પર ૧૦ જૂને સવારે ૯થી સાંજે ૪ કલાક સુધી મતદાન(Voting) થશે. જ્યારે ૧૦ જૂને સાંજે પરિણામ(Results) જાહેર કરવામાં આવશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *