News Continuous Bureau | Mumbai
ગુજરાતની(Gujarat) રાજધાની ગાંધીનગરમાં(Gandhinagar) આવેલા રાયસ વિસ્તારમાં એક રસ્તાનું નામ વડા પ્રધાન નરેન્દ મોદીના(Prime Minister Narendra Modi) માતાના નામ હીરાબેનના(Hiraben) નામ પરથી રાખવામાં આવ્યું છે. રાયસનમાં(Raison) પેટ્રોલ પંપ(Petrol pump) પાસેનો રસ્તો હવે પૂજ્ય હીરાબા માર્ગે ઓળખાશે. તાજેતરમાં ગાંધીનગરના મહાનગરપાલિકાના (Municipal Corporation) મેયર હિતેશ મકવાણાએ(Mayor Hitesh Makwana) તેની જાહેરાત કરી હતી.
વડા પ્રધાનના માતા હીરાબેન રાયસનમાં તેમના નાના પુત્ર પંકજ મોદી(Pankaj Modi) સાથે રહે છે. અનેક વખત મોદી તેમના માતાને મળવા માટે રાયસનમાં આવતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મળશે આટલા લાખ રુિપાયો વીમો
મેયર હિતેશ મકવાણાના કહેવા મુજબ હીરાબેન રાયસનમાં જે વિસ્તારમાં રહે છે તે રસ્તાને પૂજ્ય હીરાબા માર્ગ એવું નામ આપવામાં આવ્યું છે. મોદીના માતાજી હીરાબા આગામી 18 જૂનના તેમના આયુષ્યના 99 વર્ષ પૂરા કરીને 100માં વર્ષમાં પ્રવેશ કરવાના છે, ત્યારે મોદી 17 અને 18 જૂનના ગુજરાતની(Gujarat) મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ પોતાની માતાની મુલાકાત લેવાના હોવાનું કહેવાય છે.