ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
કોરોનાની ત્રીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે રાજ્ય સરકારે કેટલાક નિયમો લાગુ કર્યા છે. એમાં વધારો થતાં પુણેમાં ૧૦મી સપ્ટેમ્બરથી ધારા ૧૪૪ લાગુ કરવામાં આવશે.
ઉત્સવના દસ દિવસ દરમિયાન પુણેમાં ૭૫૦૦ પોલીસ તહેનાત કરવામાં આવશે. પુણે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર રવીન્દ્ર સિસવે ગણેશચતુર્થીથી અનંત ચતુર્દશી એટલે કે ૧૯ સપ્ટેમ્બર સુધી કલમ ૧૪૪ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. એટલે હવે બાપ્પાના આગમન કે વિસર્જનમાં પાંચથી વધુ લોકોની સંખ્યા નહીં રહેશે.
ભડકેલા તાલિબાને અમેરિકાને આપી ધમકી, અમારી સરકારમાં સામેલ આ નેતા પરનો પ્રતિબંધ હટાવો; જાણો વિગતે
પુણે શહેરમાં મોટા પાયે ગણેશોત્સવ મનાવાય છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની સંખ્યા ૩,૫૪૦ જેટલી છે. એમાંથી વધુ મંડળો ગણેશ મંદિર છે. તેમને મંદિરના પરિસરમાં જ ઉત્સવ ઊજવવાનો રહેશે. જે મંડળના મંદિર નથી તેમને મર્યાદિત સ્વરૂપે મંડપ માટે પરવાનગી આપવામાં આવી છે. મંડપોમાં ભીડ ઓછી કરવા માટે બાપ્પાનાં ઑનલાઇન દર્શનની સુવિધા આપવામાં આવશે.