News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde)ના નેતૃત્વમાં વિધાનસભ્યો(MLAs)ના બંડ બાદ શિવસેના(Shivsena)એ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) રાજ્યમાં સત્તા ગુમાવ્યા પછી શિવબંધન બનાવવાનું વિચારી રહ્યા છે, જેથી નેતાઓ અને કાર્યકરો પક્ષને વફાદાર રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવ બંધન હેઠળ પાર્ટીને મજબૂત કરવા માટે, શિવસેનાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓએ ઠાકરેના નેતૃત્વમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કરતું વફાદારીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસનું એફિડેવિટ રજૂ કરવું પડશે.
પ્રમાણપત્રમાં, શિવસેનાના ધારાસભ્યો, કોર્પોરેટરો અને અન્ય પદાધિકારીઓએ લખવાનું રહેશે કે, હું શપથ લઉં છું કે, શિવસેનાના નેતૃત્વમાં મને સંપૂર્ણ નિષ્ઠા અને વિશ્વાસ છે. બાળાસાહેબ(Balasaheb Thackeray)ના આદર્શો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા છે. તેમને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ છે અને તેમને બિનશરતી સમર્થન છે. ઉદ્ધવ ઠાકરે પ્રત્યેની તેમની વફાદારીનો પુનરોચ્ચાર કરી રહ્યા છે. હું હંમેશા શિવસેના(Shivsena)ના બંધારણના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે કામ કરીશ. પાર્ટીએ કહ્યું કે શિવસૈનિકો (Shivsainik), પદાધિકારીઓ, કાઉન્સિલરો અને ધારાસભ્યો માટે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ આ મુખ્યમંત્રીઓના થઈ ચૂક્યા છે ડિમોશન-જાણો વિગત
શિંદેએ 10 દિવસ પહેલા ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી.એટલે મોટી સંખ્યામાં પાર્ટીના ધારાસભ્યોને શિંદે કેમ્પમાં સામેલ થવાથી રોકવા માટે શિવસેના નેતૃત્વએ આ નિર્ણય લીધો છે. દરમિયાન શિવસેનાએ શ્રી શિંદેને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે. બરતરફીનો નિર્ણય શુક્રવારે રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો.