Gujarat Sugarcane Farmers: ગુજરાતમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક વિકાસમાં વધારો, ખાંડ સહકારી મંડળીઓ થકી તેમને ચૂકવાઈ અધધ કરોડથી વધુની રકમ.

Gujarat Sugarcane Farmers: ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ. ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે ૪.૫૦ લાખ જેટલા ખેડૂતો સભાસદ. ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં ગુજરાતમાં લગભગ ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે.ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ગત વર્ષ દરમિયાન ૪.૩૭ કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન

by Hiral Meria
Significant increase in economic and social development of sugarcane farmers in Gujarat

News Continuous Bureau | Mumbai

Gujarat Sugarcane Farmers: તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન દેશભરમાં ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત અને આદિવાસી ખેડૂતો હોય છે, જેની અંદાજિત સંખ્યા ૪.૫૦ લાખથી વધુ છે. ખાંડ સહકારી મંડળીઓ ભારતની સાથે અન્ય દેશોમાં પણ ખાંડની નિકાસ કરે છે, જેનો સીધો લાભ શેરડી પકવતા ખેડૂતોને મળી રહ્યો છે.  

રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ ૧.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું ( Sugarcane Farmers ) વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં રૂ. ૩૩૯૧.૬૦ કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી છે. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ અંદાજે ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ પૂરી પાડે છે. લગભગ રૂ. ૪,૦૦૦ કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતો ગુજરાતનો સહકારી ખાંડ ઉદ્યોગ ( Sugar co-operative society ) વિવિધ વેરાના રૂપે રાજય તેમજ કેન્દ્ર  સરકારની તિજોરીમાં માતબર રકમ જમા કરવી પોતાનું યોગદાન આપે છે.

ગુજરાતમાં ( Gujarat Sugarcane Farmers ) હાલમાં ૧૫ સહકારી ખાંડના કારખાના કાર્યરત છે. જેની દૈનિક પિલાણ ક્ષમતા અંદાજિત ૬૬,૮૦૦ મે.ટન જેટલી છે. ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન પિલાણ સિઝનમાં લગભગ ૮૫.૭૪ લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી ૧૦.૩૫ ટકા રીકવરી સાથે ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ પૈકી ૯ ખાંડ સહકારી મંડળીઓ પાસે ડિસ્ટીલરી પ્લાન્ટ પણ છે, જેની રેકટીફાઇડ સ્પીરીટની ઉત્પાદન ક્ષમતા ૩પ૬ કિલોલીટર દૈનિક તથા ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા ર૯૦ કિલોલીટર દૈનિકની છે.

આ સમાચાર પણ વાંચો : Bhu Neer Portal : HMJS એ ભૂગર્ભ જળ ઉપાડની પરવાનગી માટે લૉન્ચ કર્યું “ભૂ-નીર” પોર્ટલ, આ સુવિધાઓ છે સામેલ.

ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખાંડના ઉત્પાદનની ( sugar production ) સાથે સાથે ઇથેનોલનું ઉત્પાદન વધુ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલ સાથે ઈંધણ ગ્રેડ ઈથેનોલનું ૨૦ ટકા મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત મોલાસીસ આધારિત ડિસ્ટીલરીઓની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા નર્મદા સુગર તથા ગણદેવી સુગર દ્વારા એક્ષપાન્શન પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવ્યા છે. સહકારી ખાંડના કારખાનાઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૪.૩૭ કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજયમાં ( Gujarat Farmers ) આવેલી નર્મદા સુગર ફેક્ટરી સલ્ફરલેસ રીફાઈન્ડ સુગર બનાવતી સહકારી સંસ્થા છે, જે સ્પેન્ટવોશમાંથી ઓર્ગેનિક પોટાશ ખાતર પણ બનાવે છે. આ ઉપરાંત નર્મદા સુગર દ્વારા ૩૦ મેગવોટનો તથા બારડોલી સુગર દ્વારા ૨૧ મેગાવોટ જનરેશન પ્લાન્ટની સ્થાપના અંગેના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ વર્ષ ૨૦૨૧ માં અલગથી સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ મંત્રાલયના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રે અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય સરકાર દ્વારા સહકારી ખાંડક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત ખાંડ સહકારી મંડળીઓમાં આધુનિકરણ, અપગ્રેડેશન, વૈવિધ્યકરણના હેતુ માટે ટીસ્યુ કલ્ચર લેબ, ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન, મોલાસીસ બેઝ ડીસ્ટીલરી, ટર્બાઇનના બદલે ઇલેક્ટ્રીસીટી મોટરનંટ ઈન્સ્ટોલેશન, સ્ટીમ ઈકોનોમી પ્રોજેક્ટ, ઓટોમાઇઝેશન, ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા પ્રોજેક્ટ તેમજ સંગ્રહ વ્યવસ્થામાં સુધારો કરી શકાશે.

આ ઉપરાંત ચાલુ વર્ષ ર૦ર૪-રપ દરમિયાન ખાંડ સહકારી મંડળીઓને લાંબાગાળાની લોન સામે વ્યાજ રાહત આપવાની યોજના, નવા સ્થપાતા ખાંડ સહકારી કારખાનાને પ્રોજેક્ટ ખર્ચના ૩૦ ટકા સુધી રાજય સરકાર દ્વારા શેર ફાળો આપવાની યોજના જેવી વિવિધ યોજના હેઠળ સામાન્ય વિસ્તાર માટે રૂ. ૩.૨૫ કરોડ તેમજ આદિજાતિ વિસ્તાર માટે રૂ. ૪.૬૧ કરોડ એમ કુલ રૂ. ૭.૮૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : Bhu Neer Portal : HMJS એ ભૂગર્ભ જળ ઉપાડની પરવાનગી માટે લૉન્ચ કર્યું “ભૂ-નીર” પોર્ટલ, આ સુવિધાઓ છે સામેલ.

આમ, કેન્દ્ર અને રાજ્ય સરકારના ( Gujarat Government ) ખેડૂતલક્ષી અભિગમના પરિણામે રાજયના સહકારી ખાંડ ઉદ્યોગોનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેથી આ ખાંડ ઉદ્યોગો સાથે સંકળાયેલા શેરડી ઉત્પાદક ખેડૂત સભાસદો અને તેમના કુટુંબના સભ્યોના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં સવિશેષ વધારો જોવા મળી રહ્યો છે, તેમ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની યાદીમાં જણાવ્યું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More