News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર રેલવે લખનૌ/લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ સેક્શનમાં અયોધ્યા કેન્ટ સ્ટેશન યાર્ડ રિમોડલિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, સાબરમતી-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.
Express Train: રદ કરાયેલી ટ્રેનો
- 20, 27 ડિસેમ્બર 2024 અને 3 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ રદ રહેશે.
- 23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ ક્લોન સ્પેશિયલ રદ રહેશે.
Express Train: પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો
- 23, 30 ડિસેમ્બર 2024 અને 6 જાન્યુઆરી 2025ના રોજ ગુવાહાટીથી ચાલનારી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનઉ ના રસ્તે ચાલશે.
- 18, 25 ડિસેમ્બર 2024 અને 1 જાન્યુઆરી 2025ના રોજ કામાખ્યાથી ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનૌ ના રસ્તે ચાલશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Boat Accident: PM મોદીએ મુંબઈમાં બોટ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, PMNRFમાંથી આટલા લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત..
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.