Site icon

Vande Bharat Express: તામિલનાડુમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, આટલા કોચના કાચ તૂટ્યા..

Vande Bharat Express: તમિલનાડુમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ ચાલતી ટ્રેનને નિશાનો બનાવી હતી. આ હુમલામાં ટ્રેનના અનેક કાચ તૂટી ગયા હતા.

Stone pelting on Vande Bharat Express train in Tamil Nadu, glass of so many coaches were broken

Stone pelting on Vande Bharat Express train in Tamil Nadu, glass of so many coaches were broken

 News Continuous Bureau | Mumbai

Vande Bharat Express: એક તરફ વંદે ભારત દેશના વિવિધ ભાગોમાં લોકોની મુસાફરીને સરળ બનાવી રહ્યું છે. તે જ સમયે, કેટલાક અસામાજિક તત્વો વંદે ભારત ટ્રેનને નિશાનો બનાવી રહ્યા છે. આવી જ ઘટના ચેન્નાઈ-તિરુનેલવેલી વંદે ભારત એક્સપ્રેસમાં ( Chennai-Tirunelveli Vande Bharat Express ) બની હતી. અહીં રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ સ્પીડમાં આવતી ટ્રેન પર પથ્થરમારો ( stone pelting ) કર્યો હતો.

Join Our WhatsApp Community

તિરુનેલવેલી રેલવે જંક્શનના ( Tirunelveli Railway Junction ) અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ત્યારે થયો જ્યારે ટ્રેન વનજી મણિયાચી સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. પથ્થરમારામાં 9 કોચની બારીની પેનલ તૂટી ગઈ હતી. જોકે, પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.

 ટ્રેન રાત્રે 10.40 વાગ્યે તિરુનેલવેલી રેલવે જંકશન પર પહોંચી હતી…

ટ્રેન રાત્રે 10.40 વાગ્યે તિરુનેલવેલી રેલવે જંકશન પર પહોંચી હતી. આ પછી ટેકનિશિયનોએ તેનું નિરીક્ષણ કર્યું અને નુકસાનનો અંદાજ કાઢ્યો હતો. મજબુત કાચની બનેલી બારીઓનું થોડુ ઓછુ નુકસાન થયુ હતું પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે સવારે 6 વાગ્યે ટ્રેનને કામચલાઉ સમારકામ માટે રવાના કરવામાં આવી હતી. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેએ ફરી શિંદે સરકારને આપી ધમકી.. હવે આ તારીખથી ચાલુ કરશે ભૂખ હડતાળ.. જાણો વિગતે

દરમિયાન તિરુનેલવેલી રેલ્વે જંકશન પર નોંધાયેલી ફરિયાદના આધારે, રેલ્વે પોલીસ ( Railway Police ) (જીઆરપી) એ વંચીમનિયાચી અને ગંગાઈકોંડા સ્ટેશનો અને થૂથુકુડી ખાતે કાર્યવાહી શરુ કરી દીધી છે. તેમ જ જ્યાં હુમલો થયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 24મી સપ્ટેમ્બરે ચેન્નાઈથી તિરુનેલવેલી થઈને તાંબરમ, વિલ્લુપુરમ, ત્રિચી, ડિંડીગુલ અને મદુરાઈ સુધી વંદે ભારત રેલ સેવા શરૂ કરવામાં આવી હતી.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version