News Continuous Bureau | Mumbai
Express Train: દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા-કાઝીપેટ-બલહારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામના કારણે, અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
25 સેપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2024 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ( Okha-Puri Express Train ) તથા 22 અને 29 સેપ્ટેમ્બર, 2024 ના રોજ પુરીથી ચાલનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ( Puri-Okha Express train ) ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગડ, વિજયનગરમ અને ખુર્દા રોડ થઈને ચલાવવામાં આવશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Express Train : પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શનમાં ડબલીંગના કાર્ય ને કારણે આ ટ્રેનો આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે..
રેલવે તંત્ર ( Indian Railways ) મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.