ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
દસ મહિના પહેલા સરકારના આરોગ્ય ખાતા સંચાલિત ભંડારા જિલ્લાની હોસ્પિટલની આગમાં દસ બાળકોનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આરોગ્ય ખાતાની તમામ હોસ્પિટલમાં ફાયર ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં ભંડારાની આ હોસ્પિટલ સહિત અનેક સરકારી હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમ અને ઉપકરણો બેસાડવા માટે જિલ્લા વિકાસ યોજના અને સરકાર પાસેથી ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યું ન હોવાની શોકિંગ વિગત બહાર આવી હતી. તેથી આજે પણ રાજયની અનેક સરકારી હોસ્પિટલ ફાયર સેફટી સિસ્ટમ વગર જ ભગવાન ભરોસે ચાલી રહી છે.
અહમદનગરની સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં 11ના મોત થયા હતા. આ દુઘર્ટના બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંબંધિત પ્રધાનની તાત્કાલિક તપાસ કરવાનો તેમ જ જવાબદાર હોઈ તેની સામે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
ભંડારાની જિલ્લા હોસ્પિટલની આગ બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકવનારી વિગતો બહાર આવી હતી. તો તપાસન અહેવાલમાં અનેક ભલામણ પણ કરવામાં આવી હતી. તે મુજબ આરોગ્ય ખાતાને તેના અખત્યાર હેઠળ આવતી 526 હોસ્પિટલમાંથી 517 હોસ્પિટલનું ફાયર ઓડિટ કરાવી લીધુ હતું. તેમાં 450થી વધુ હોસ્પિટલમાં કામનો અંદાજ તૈયાર કરીને તેનો પ્રસ્તાવ સાર્વજનિક બાંધકામ ખાતાને મોકલવાનો હતો. જોકે અનેક જિલ્લામાં સાર્વજનિક બાંધકામ ખાતાના ચીફ એન્જિનિયરે કામના અંદાજપત્ર આપ્યુ ન હોવાનો દાવો આરોગ્ય વિભાગના ડોકટરો કરી રહ્યા છે.
અટવાઈ પડેલા આટલા પ્રોજેક્ટને ફરી કામ ચાલુ કરવાની મહારેરાએ આપી મંજૂરી જાણો વિગત
થાણે જિલ્લાના આરોગ્ય ખાતાની કુલ 14 હોસ્પિટલ છે, તે તમામના ફાયર ઓડિટ થઈ ગયા છે. ફાયર સેફટી સિસ્ટમ બેસાડવાનો અંદાજપત્ર સાર્વજનિક બાંધકામ ખાતાને મોકલીને 3 મહિના થઈ ગયા બાદ પણ હજી સુધી તેના પર કામ આગળ વધ્યુ નથી. એવા જ હાલ પાલઘર, સિંધદુર્ગ, રત્નાગિરી, બુલઢાણા, નાશિક, નંદુરબાર, જળગાંવ અને અહેમદનગરમાં આરોગ્ય વિભાગની હોસ્પિટલ હોઈ અહીની એક પણ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમ બેસાડવા માટે જિલ્લા વિકાસ યોજના હેઠળ એક ફૂટી કોડી મળી ન હોવાનું જણાઈ આવ્યું છે.