News Continuous Bureau | Mumbai
રેલવે પ્રવાસીઓની(Railway passengers) સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને(Railway Administration) અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ(Ahmedabad-Agra Kent Express), અમદાવાદ ગ્વાલિયર એક્સપ્રેસ(Ahmedabad Gwalior Express) તથા અમદાવાદ-મુઝફ્ફરપુર(Ahmedabad-Muzaffarpur) સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન(Jansadharan Express Train) અમદાવાદને બદલે સાબરમતી(Sabarmati) (ધર્મ નગર)થી દોડાવવાનો નિર્ણય લીધો છે.
તેથી 11 જુલાઈ, 2022થી 12548 અમદાવાદ-આગરા કેંટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 4.50 વાગે ઉપડશે. 12 જુલાઈ, 2022ના ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 4.50 વાગે ઉપડશે. 16 જુલાઈ, 2022થી ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 5.55 વાગે ઉપડશે. 11 જુલાઈ, 2022થી ટ્રેન નંબર 12547 આગરા કેંટ અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12.05 વાગે ટર્મિનેટ થશે. 10 જુલાઈ, 2022ના ટ્રેન નૂંર 22347 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશ પર ટર્મિનેટ થશે. 1 જુલાઈ, 2022ના ટ્રેન નંબર 15269 મુજફ્ફરપુર-અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ થશે.
આ સમાચાર પણ વાંચો : વળતા પાણી- ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો- શિંદે સરકાર આદિત્ય સહિત 14 ધારાસભ્યોને ડીસ્કવોલિફાય કરવાના માર્ગે-જાણો વિગત