News Continuous Bureau | Mumbai
બુલઢાણા જિલ્લામાં(Buldhana District) આઘાતજનક બનાવ બન્યો છે, જેમાં મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની(Maharashtra State Transport) (MSRTC) બસમાંથી છૂટું પડેલું પતરું ત્રણ લોકો માટે જોખમી બન્યો હતો. રસ્તા પર ચાલતા એક ખેડૂતે તેના ખભાથી હાથ ગુમાવ્યો હતો, જ્યારે પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે પણ આ પતરાને કારણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. ખેડૂત અને યુવક બંનેની હાલત ગંભીર છે.
બુલઢાણાના મલકાપુરમાં (Malkapur) આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ મલકાપુર ડેપોમાં તોડફોડ કરી હોવાની માહિતી સામે આવી છે.
મલકાપુરથી પિંપળગાંવ (Pipalgaon) દેવી જઈ રહેલી આ બસ આજે સવારે 6 વાગ્યે આ બનાવ બન્યો હતો, જેમાં બસ ડ્રાઈવરની કેબીન પાસેનું પતરું તૂટી પડ્યું હતું. ગામ પાસે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં 45 વર્ષીય ખેડૂત પરમેશ્વર સુરડકરનો(Parameshwar Suradkar) હાથ કપાઈ ગયો હતો. તેને તાત્કાલિક મલકાપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો
આ બસની ટક્કરથી પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરી રહેલા બે યુવકોને પણ ઇજા થઇ હતી. તેમાં વિકાસ ગજાનન પાંડે (22 વર્ષ)નો સમાવેશ થાય છે. તેનો હાથ પણ કપાઈ ગયો છે. વિકાસ ફાયર ફાઈટરની(Fire Fighter) ભરતીની પ્રેક્ટિસ કરતો હતો.