ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનાં 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, આટલી મહિલાઓને મળી ટિકિટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,13 જાન્યુઆરી 2022          

ગુરુવાર.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 125 ઉમેદવારોની પહેલી યાદી રજૂ કરી દીધી છે. 

કોંગ્રેસે આ વખતે મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપ્યું છે જેમાં 50 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 

મહિલાઓની ટિકિટમાં પૂનમ પાંડે અને સૌથી વધુ ચર્ચિત નામ ઉન્નાવ રેપ કાંડ કેસમાં પીડિતાની માતાનું નામ છે. 

પ્રિયંકા ગાંધીએ આશા સિંહને ટિકિટ આપતા કહ્યું કે તેઓ પોતાની લડાઇ લડી શકે એટલા માટે ટિકિટ આપવામાં આવી છે.

ઉત્તરાયણની બપોરેથી કમુરતાં પુરા થશે, સારા કાર્ય કરી શકાશે
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *