ગજબ કેહીવાય-આ ભાજપ શાસિત રાજ્યમાં એક બે નહીં પણ પાંચ ધારાસભ્યોને ગુમાવવું પડયું પોતાનું સભ્ય પદ- જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 ઉત્તરપ્રદેશની રાજનીતિમાં(Uttar Pradesh politics) મુસ્લિમ ચહેરો મનાતા આઝમ ખાનનું(Azam Khan) વિધાનસભાનું સભ્ય પદ(Member of Legislative Assembly) રદ કરવામાં આવ્યું છે. આમ ગત સાડા પાંચ વર્ષમાં યુપીમાં પાંચ ધારાસભ્યોનું (MLA) સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં(Lok Sabha elections) ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં એમપી એમએલએ(MP MLA Court) કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવ્યાના ૨૪ કલાકની અંદર તેમનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું હતું. આવામાં સવાલ ઉઠે છે કે જે ઝડપથી આઝમ ખાન પર પગલાં ઉઠાવવામાં આવ્યા તેવા ઝડપથી ભાજપ નેતાઓ(BJP leaders) સામે પગલા કેમ ઉઠાવવામાં આવ્યા નહીં. રાજયમાં યોગી આદિત્યનાથ સરકારના (Yogi Adityanath government) પહેલા કાર્યકાળમાં ચાર ધારાસભ્યોનું સભ્ય પદ રદ થયું છે જયારે બીજા કાર્યકાળમાં આઝમ ખાનને પોતાનું સભ્ય પદ ગુમાવવું પડયુ છે. 

આઝમ ખાનના પુત્ર સપા ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ(SP MLA Abdullah Azam) ઉપરાંત ભાજપના ધારાસભ્ય રહેલ અશોક ચંદેલ,કુ લદીપ સિંહ સેંગર અને ઇદ્ર તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીને કોર્ટથી સજા થયા બાદ ધારાસભ્યનું પદ ગુમાવવું પડયુ છે. આ રીતે સપાના બે ધારાસભ્યોનું સભ્ય પદ રદ થયું છે તો ભાજપના ત્રણ ધારાસભ્યોએ પોતાનું સભ્ય પદ ગુમાવ્યું છે.  જાે કે ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં આઝમ ખાન પહેલા સભ્ય છે જયાં તેમને અને તેમના પુત્રને અલગ અલગ કારણોને કારણે સભ્ય પદ ગુમાવવું પડયું છે.

આ સમાચાર પણ વાંચો મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ

અબ્દુલ્લા આઝમનું વિધાનસભાનું સભ્ય પદ વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં ઉમેદવારીપત્રકમાં નકલી જન્મ પ્રમાણપત્ર લગાવવા પર ગયું હતું ડિસેમ્બર ૨૦૧૯માં કોર્ટે લોકપ્રતિનિધિ અધિનિયમ હેઠળ તેમનું ચુંટણી શૂન્ય જાહેર કરતા અબ્દુલ્લાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું હતું જયારે રામપુર બેઠકથી ૧૦મી વાર ધારાસભ્ય બનેલ આઝમ ખાનને હેટ સ્પીચ મામલે સભ્ય પદ ગુમાવવું પડયું છે. એમપી એમએલએ કોર્ટનો નિર્ણય આવ્યાના ૨૪ કલાકમાં જ અધ્યક્ષ સતીશ મહાનાએ તેમનું સભ્ય પદ રદ કરી દીધુ હતું. 

યોગી સરકારના પહેલા કાર્યકાળમાં ભાજપના ત્રણ ધારાભ્યોને સભ્ય પદ ગુમાવવું પડયુ હતું વર્ષ ૨૦૧૯માં હમીરપુરથી ભાજપના ધારાસભ્ય રહેલ અશોકકુમાર સિંહ ચંદેલને હત્યાના મામલામાં ઉમ્રકેદની સજા થતા તેમને પદ ગુમાવવુ પડયુ હતું. ઉન્નાવની બાંગરમઉ બેઠકના ભાજપના ધારાસભ્ય રહેલ કુલદીપ સેંગલને કોર્ટના નિર્ણય બાદ સભ્ય પદ ગુમાવવું પડયું હતું. કોર્ટનો નિર્ણય આપ્યા બાદ પાંચ દિવસમાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અધ્યક્ષે તેમનું સભ્ય પદ રદ કર્યું હતું. આવી જ રીતે નકલી માર્કશીટના મામલામાં ગોસાઇગંજ બેઠક પરના ભાજપના ધારાસભ્ય રહેલ ઇદ્ર પ્રતાપનું સભ્ય પદ ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રદ કરવામાં આવ્યું હતું. એ યાદ રહે કે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ આઝમ ખાનની વિરુદ્ધ અનેક કેસો લગાવવામાં આવ્યા હતાં. ૨૦૧૭ પહેલા તેમના પર ફકત એક કેસ નોંધાયો હતો. જયારે ત્યારબાદથી ૧૦૦થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા હતાં તેઓ ૨૬ મહીના જેલમાં રહ્યાં હતાં. આઝમ ખાને ૨૦૨૨ની ચુંટણીમાં રામપુર બેઠક પરથી જીત હાંસલ કરી હતી. પરંતુ ૧૮મી વિધાનસભામાં એકવાર પણ ગૃહમાં ગયા ન હતાં અને ન તો ધારાસભ્ય નિધિના પૈસા ખર્ચ કર્યા હતાં આ રીતે આઝમ ખાનનું સભ્ય પદ રદ થઇ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈવાસીઓ ધ્યાન આપો. સવાર સવારમાં વાકોલાના આ બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવહાર પડ્યો ધીમો..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More