News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ નું સિદ્ધપુર સ્ટેશન પર અને ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન ના મહેસાણા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નો 14 ઓગસ્ટ 2023 થી સિદ્ધપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 06.29/06.31 કલાકે અને ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 15 ઓગસ્ટ 2023 થી સિદ્ધપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 01.56/01.58 કલાકનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : Bindeshwar Pathak : સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ..
ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 17 ઓગસ્ટ 2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 04.38/04.40 કલાકે અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન નો 13 ઓગસ્ટ 2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 03.45/03.47 કલાકનો રહેશે.