News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવેની મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ ( Ahmedabad ) અને મુંબઈ સેન્ટ્રલ ( Mumbai central ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express ) ટ્રેન શરૂ કરવાનો અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા ( Okha ) સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 22962/22961 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22962 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ 2024 થી રવિવાર સિવાય દરરોજ અમદાવાદથી 06:10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, વળતરની દિશામાં ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ, 2024 થી રવિવાર સિવાય દરરોજ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.
આ સમાચાર પણ વાંચો : દેશમાં આજથી CAA લાગુ, પરંતુ ભારતીય નાગરિકતા મેળવવું સરળ નથી, આ રહેશે નિયમો અને કાયદાઓ.. જાણો વિગતે..
ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ
ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ, 2024 થી મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, વળતરની દિશામાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 માર્ચ, 2024 થી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઓખાથી ઉપડશે અને તે જ દિવસે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.
ટ્રેન નંબર 22961/22962 ની બુકિંગ અને વિસ્તૃત ટ્રેન નંબર 22925/22926 ની બુકિંગ 12 માર્ચ, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર થશે. સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ ને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.