ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે. માત્ર ગુરુવાર એટલે કે એક જ દિવસમાં 36000 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તેમજ તેના એક દિવસ અગાઉ ૩૧,૮૫૫ કેસ મળી આવ્યા હતા. સમગ્ર દેશમાં કેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાં મુંબઈ શહેરનો અને મહારાષ્ટ્રનો બહુ મોટો આંકડો છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના મંત્રી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ લઈને એક ચોંકાવનારી વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે બે એપ્રિલ સુધી પરિસ્થિતિ પર નજર રાખશું. જો લોકો guideline ઉલ્લંઘન કરશે તો મહારાષ્ટ્ર સરકાર પાસે સંપૂર્ણ લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.
