ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
ભારતમાં કોરોનાનું સંકટ હજી પણ યથાવત્ છે. વધતા જતા કોરોનાનાસંક્રમણને કાબૂમાં કરવા અનેક રાજ્યોને નાછૂટકે ફરી લોકડાઉન કરવાનો વારો આવ્યો છે. આવા સમયે પણ અમુક લોકો એવા છે જે સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
દરમિયાન આવો જ એક કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે. જ્યાં બે યુવકો વગર કારણે બહાર ફરવા નીકળ્યા હતા. પોલીસે તેમને પકડી નાગિન ડાન્સ કરવાની સજા આપી હતી. ઉપલબ્ધ માહિતી મુજબ આ વીડિયો ઝાલાવાડ જિલ્લાનો છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ વીડિયો ઉતારી રહ્યા છે તો અમુક યુવકોને ડાન્સ ચાલુ રાખવાનું કહી રહ્યા છે.
મિસ મેક્સિકો એન્ડ્રિયા મેઝાએ જીત્યો મિસ યુનિવર્સ 2020નો ખિતાબ, ભારત રહ્યું આ સ્થાન પર
ઉલ્લેખનીય છે કે દેશમાં લોકડાઉનના નિયમનો ભંગ કરવા બદલ વિવિધ રીતે સજા આપવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ ભારતમાં નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઍમ્બ્યુલન્સમાં બેસાડવાની સજા કરવામાં હતી. મુંબઈમાં નિયમનું ઉલ્લંઘન કરનારના વાહન જપ્ત કરવાથી લઈ અને ઍન્ટિજેન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે એકવાર ટિપ્પણી કરી હતી કે લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારને કોવિડ સેન્ટરમાં કામ કરવાની ફરજ પાડવી જોઈએ.
#રાજસ્થાન રાજ્યમાં #યુવકોને #લોકડાઉન તોડવા બદલ મળી #નાગીન ડાન્સ કરવાની #સજા. #Rajasthan #covid19#lockdown2021 #punishment pic.twitter.com/DFKKYjhukU
— news continuous (@NewsContinuous) May 17, 2021