Tag: Anil Deshmukh

  • પોલીસ વિભાગ નું આવી બન્યું. જો કોઈ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કારોબાર થશે તો મહારાષ્ટ્ર સરકાર આ પગલાં લેશે.

    પોલીસ વિભાગ નું આવી બન્યું. જો કોઈ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કારોબાર થશે તો મહારાષ્ટ્ર સરકાર આ પગલાં લેશે.

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    03 માર્ચ 2021

    મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગેરકાયદેસર હુક્કા પાર્લર, ડાન્સબાર, પબ અથવા નશીલા પદાર્થોના કારોબાર પર રોક લગાવવા માટે હવે નવું પગલું ભર્યું છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે આ સંદર્ભે ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ જોવા મળશે તે પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ વિરુદ્ધ સરકાર પગલાં લેશે.

    ઉલ્લેખનીય છે કે સ્થાનિક મુંબઈવાસીઓ નો આરોપ છે કે મુંબઈ શહેરમાં જેટલા ગેરકાયદેસર કામો ચાલે છે તેમાં પોલીસની મિલીભગત હોય છે. હવે આ આરોપનો છેદ ઉડશે.

    જે લોકો પાસે વીજળીના બીલ ભરવાના પૈસા નથી તેમનું કનેક્શન નહીં કપાય. કોરોના ને કારણે સરકારનો નિર્ણય.

  • કંગનાને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી – મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનનું મોટું નિવેદન

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    04 સપ્ટેમ્બર 2020

    જ્યારથી મુંબઇ પોલીસ પર અભિનેત્રી કંગનાએ ટ્વિટ કર્યું છે ત્યારથી રાજકારણ ગરમાયુ છે. પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત બાદ હવે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેખમુખે સ્પષ્ટ કર્યું છે કે 'જો કંગનાને મુંબઈમાં સલામત ન લાગતું હોય તો તેને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી.'

    મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડયાર્ડ પોલીસ સાથે કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને મુંબઇની પોલીસ ખૂબ જ કાર્યક્ષમ રીતે કાર્ય કરી રહી છે. કોરોનાના સમયમાં પણ, બધાએ જોયું કે પોલીસે કેવી રીતે સંક્રમણને રોકવા માટે કામ કર્યું હતું, આવી સ્થિતિમાં કોઈ ફિલ્મ અભિનેત્રી પોલીસ માટે આવું નિવેદન આપે એ હાસ્યાસ્પદ છે. મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ છે. જો તેઓને મહારાષ્ટ્ર અને મુંબઇમાં સલામતી ન લાગતી હોય તો તેમને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી. એમ પણ અનિલ દેશમુખે કહ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે અગાઉ કંગનાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટીકા કરી કંગના પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે પછી ખુદ ગૃહમંત્રીએ કંગનાના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કંગનાએ જે રીતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે મુંબઈની તુલના કરી એ બાદ બોલિવૂડ સહિતના રાજકીય નેતાઓ ગુસ્સે થયા છે. આવુ હોવા છતાં કંગનાએ ફરી એકવાર ટ્વીટ કર્યું હતું કે 'હું 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ આવી રહી  છું, જો કોઈનામાં હિંમત હોય તો મને રોકી બતાવે.