• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - animal - Page 8
Tag:

animal

Puppy helps duckling who's flipped over while human watches and films it
પ્રકૃતિ

બતકથી ચલાતું ન હતું, ક્યુટ પપીએ આવી રીતે કરી મદદ, વિડિયો જીતી લેશે તમારું દિલ… જુઓ

by Akash Rajbhar April 25, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો જોવા મળે છે. માણસોની જેમ પ્રાણીઓ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે, જેમાંથી કેટલાકમાં તેઓ એકબીજાની મદદ કરતા જોવા મળે છે. આ જ ક્રમમાં સોશિયલ મીડિયા પર વધુ એક ક્યૂટ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે પ્રાણીઓને પણ એકબીજા માટે ખૂબ જ સ્નેહ અને પ્રેમ હોય છે.

જુઓ વિડીયો

Puppy helps duckling who's flipped over while human watches and films it.
This is why Dogs are better than humans. pic.twitter.com/p4XyjzKoxA

— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 21, 2023

વાયરલ વીડિયોમાં, બતકને ચાલવામાં તકલીફ પડે છે, અને એક નાનો કૂતરો ત્યાં હાજર છે, બતકને પીડામાં જોઈ તે તેની મદદ કરે છે. ડોગીના આ મીઠા હાવભાવને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં, તમે કૂતરાને બતક પર પંજો રાખતા પણ જોઈ શકો છો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્યાં એક બતક છે, જે ઉંધુ પડેલું છે અને તે ઊઠવાનો ભારે પ્રયાસ કરી રહી છે, જોકે તે ઉઠી શકતી નથી. કેટલાક આ વીડિયોને ક્યૂટ કહી રહ્યા છે, તો કેટલાક તેને ક્યૂટ વીડિયો કહીને પ્રેમ વરસાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:કોરોનાવાયરસ કેસ: સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, હવે 6 હજાર નવા કેસ, વાંચો રાજ્યોની અપડેટ

 

April 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Animal lovers rejoice: 28 different species of animals
રાજ્ય

પ્રાણી પ્રેમીઓ આનંદો: રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અલગ-અલગ ૨૮ પ્રકારના પ્રાણીઓને લાવવામાં આવ્યા

by Akash Rajbhar April 19, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રના સહેલાણીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ મેંગલોર અને પૂના ઝૂ ખાતેથી અલગ-અલગ પ્રકારના 28 પ્રાણીઓને રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. વાતાવરણ સાથે સેટ થઇ જાય તે માટે તમામને હાલ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આગામી દિવસોમાં દિપડો, જંગલી શ્ર્વાન, અજગર અને ઝરખ સહિતના પ્રાણીઓને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા તથા ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા એક એશિયાઇ સિંહ, ભારતીય વરૂની એક જોડી, શિયાળની એક જોડી, કોમ્બડક પક્ષીની એક જોડી, સિલ્વર ફિઝન્ટ પક્ષીની એક જોડી, ફિન્ચ પક્ષીની ચાર જોડી અને ગોલ્ડન ફિઝન્ટ નર પક્ષી મેંગલોર સ્થિત પિલીકુલ્લા ઝૂને આપવામાં આવ્યા છે. જેની સામે પિલીકુલ્લા ઝૂ પાસેથી ભારતીય ઢોલ (જંગલી કૂતરા)ની બે જોડી, માદા દિપડો, પામ સિવેટ કેટની બે જોડી, રેટીક્યુલેટેડ પાયથન (સાપ)ની એક જોડી, રસેલ્સ વાઇપર (સાપ)ની એક જોડી અને મોન્ટેન ટ્રીકેન્ટ (સાપ)ની બે જોડી, ગ્રીન વાઇન સ્નેક (સાપ)ની એક જોડી, રેડ સ્નેક (સાપ)ની એક જોડી, વ્હીટેરસ બોઆ (સાપ)ની બે જોડી રાજકોટ ઝૂને આપવામાં આવી છે. આ ઉપરાંત પૂનાના રાજીવ ગાંધી જીઓ લોજીકલ પાર્કને રાજકોટ ઝૂ દ્વારા ભારતીય વરૂ નર એક અપાયો છે. જેની સામે એક નર ઝરખ રાજકોટ લાવવામાં આવ્યો છે.

 

આ સમાચાર પણ વાંચો: FICCI Flo ના પૂજા આરંભન ઉપપ્રમુખ બન્યા (ફીક્કી ફ્લો), મહિલા સશક્તિકરણની દિશામાં ઉભરતું નેતૃત્વ.

April 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
પ્રકૃતિ

કચ્છના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યામાં થયો વધારો, છેલ્લા અઢી વર્ષમાં ત્રણ ગણી વધીને આટલી થઇ..

by kalpana Verat April 11, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નીલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા અઢી વર્ષમાં ત્રણ ગણી વધીને 150થી પણ વધુ સંખ્યામાં હોવાનું વન વિભાગનું માનવુ છે. આ દુર્લભ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે.

મહત્વનું છે કે,ગુજરાતના કચ્છના નાના રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોક્ડી અને રણલોંકડી એમ બે પ્રાર્ની લાકડીઓ વસવાટ કરે છે. 

આ સમાચાર પણ વાંચો:  પીળી હળદરનો કાળો કારોબાર, ગુજરાતના આ શહેરમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. અસલી નકલી પારખવામાં મુશ્કેલી

રણલોંકડીની વિષેશતા 

સામાન્ય રીતે રણલોંકડી, લૂનરી કે લોકરી તરીકે ઓળખાય છે. ભૂખરા આછા પીળા રંગનું શરીર પણ સામાન્ય લોંકડી કરતા રણ લોંકડીનું કદ મોટુ હોય છે. શરીરે મોટાવાળ હોય છે અને પૂંછડીના છેડાના વાળ સફેદ હોય છે. રણલોંકડીનું રહેણાઠ મુખ્યત્વે સૂકા ઘાંસીયા પ્રદેશો, સૂંકા કંટકાવનો અને રેતાળ રણ હોય છે. તે રાત્રે અથવા  સાંજના સમયે વિશિષ્ટ અવાજો કરીને  ખોરાકની શોધમાં નીકળી પડે છે. રણ વિસ્તારમાં ઝાંખરા-ઝાડીના નીચે તેના વિશિષ દર પરથી એની ઉપસ્થિતી જાણી શકાય છે. તેમના દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. 

April 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Crab did not like the movement of the cat funny VIDEO Viral on social media
પ્રકૃતિ

બિલાડીએ કરચલા સાથે કરી આવી રીતે મસ્તી,પછી થયું એવું કે..,જુઓ વીડિયો

by kalpana Verat April 1, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

આજકાલ ઈન્ટરનેટ પર પ્રાણીઓથી જોડાયેલા વીડિયો લોકોને ઘણા વાયરલ થાય છે. સૌથી વધારે એવા વીડિયો હોય છે જેને વ્યક્તિ પોતાની સાથે કનેક્ટ કરી શકે. પ્રાણીઓની એ હરકત અને મસ્તી જેમાં વ્યક્તિને પોતાનો પડછાયો દેખાય તેવા વીડિયોને તો લોકો સૌથી વધારે જોવાનું પસંદ કરે છે. બિલાડીનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલાડીને કરચલાની મસ્તી કરતી દેખાય છે પરંતુ તેને આ મસ્તી ભારે પડી જાય છે.

🤨 pic.twitter.com/D9rtud6oFg

— Interesting Channel (@ChannelInteres) March 18, 2023

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બિલાડી અને એક મોટા કદના કરચલાને જોઈ શકાય છે. આ વીડિયો એક રૂમમાં શૂટ કરવામાં આવ્યો છે જ્યાં તેની સામે બેઠેલી એક બિલાડી તેના પંજા વડે શાંતિથી બેઠેલા કરચલાને વારંવાર ચીડવે છે. દરમિયાન, ઘણી વખત બિલાડી તેને મોં વડે પકડવાનો પ્રયાસ કરે છે. બિલાડીનો સ્વભાવ જોઈને એવું લાગે છે કે તેણે પહેલીવાર આવું કોઈ પ્રાણી જોયું છે, જેને સ્પર્શ કરીને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ઈન્ડિગો સ્ટાફની છેડતી કરવા બદલ મુંબઈમાં સ્વીડિશ નાગરિકની ધરપકડ

બિલાડી તેના પંજા વડે કરચલાને ઘણી વખત પકડવાનો પ્રયત્ન કરે છે, જે કરચલાને અસ્વસ્થ કરે છે અને તેને પાઠ શીખવવાનું નક્કી કરે છે. આ પછી, બિલાડીએ તેના પંજા વડે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ કરચલાએ તેનો પંજો પકડી લીધો. કરચલાની મજબૂત પકડને કારણે બિલાડીની હાલત બગડી જાય છે અને તે ઝડપથી કૂદવાનું શરૂ કરે છે. દરમિયાન, કરચલો પણ બિલાડીને છોડતો નથી અને તેની સાથે ખેંચી જાય છે.

April 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rescuing 29 elephants from circus in last five years by PETA India and FIAPO
પ્રકૃતિ

PETA ઇન્ડિયા અને FIAPOની સરાહનીય કામગીરી..  છેલ્લા પાંચ વર્ષ સર્કસમાંથી આટલા હાથીને બચાવવાની અને તેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી

by kalpana Verat December 15, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

અમદાવાદ – PETA ઇન્ડિયા અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન્સ (FIAPO) દ્વારા હાથ ધરવામાં આવેલા ગહન અભિયાન બાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારતના વિવિધ સર્કસમાંથી અગાઉ અત્યાચારનો સામનો કરી રહેલા 29 હાથીઓને બચાવવામાં આવ્યા છે, જે અત્યારે ઊચ્ચ-ગુણવત્તાયુક્ત જીવન વિતાવી રહ્યા છે.

પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર નિવારણ (CA) અધિનિયમ, 19 અંતર્ગત સ્થાપવામાં આવેલી વૈધાનિક સંસ્થા ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા નિરીક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે મનોરંજન ઉદ્યોગમાંથી બચાવવામાં આવેલા આ તમામ હાથીઓની અત્યારે ગુજરાતના જામનગરમાં રાધા ક્રિષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ (RKTEWT) દ્વારા સંચાલિત હાથી કેન્દ્ર ખાતે સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે. તેમની સફળતાપૂર્વક કરાયેલી નિવૃત્તિ PETA ઇન્ડિયા અને FIAPO દ્વારા હાથ ધરાયેલા અભિયાનોનું પરિણામ છે. આ અભિયાન બાદ મધ્યસ્થ પ્રાણીસંગ્રહાલય સત્તામંડળે ભારતના તમામ સર્કસોમાં કરતબો માટે હાથીઓને રાખવાની મંજૂરી રદ કરી દીધી છે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. AWBI દ્વારા આ નિરીક્ષણ સર્કસમાં કરતબો બતાવવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અધિસૂચના બહાર પાડવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશો આપવા માટે PETA ઇન્ડિયા અને FLAPO દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે દિલ્હીની હાઇકોર્ટે આપેલા આદેશ બાદ હાથ ધરવામાં આવ્યું હતું.

પોતાનાં નવા ઘરમાં આનંદપૂર્ણ રીતે જીવનની મજા માણી રહેલા હાથીઓના ફોટોગ્રાફ્સ સહિત AWBI નિરીક્ષણ અહેવાલની નકલ અહીં જોઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો: ટાટા મોટર્સને મળ્યો મોટો ઓર્ડર, Everest Fleetને સપ્લાય કરશે XPRES-T EVના 5,000 યુનિટ

AWEI અધિકારીઓ, ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તામંડળ, પશુપાલન વિભાગ, ગુજરાતના અધિકારીઓ અને PETA ઇન્ડિયા તથા FIAPOના પ્રતિનિધીઓનો સમાવેશ કરતી નિરીક્ષણ ટીમે નોંધ્યું છે કે બચાવવામાં આવેલા હાથીઓ હવે બંધન-મુક્ત રીતે જીવન વિતાવી રહ્યા છે અને અન્ય હાથીઓ સાથે જીવન સહચર્ય કરવાના અવસરો ધરાવે છે. આ બન્ને પ્રાકૃતિક પરિસ્થિતિ છે જેને અગાઉ શોષણકારી સર્કસ દ્વારા નકારવામાં આવી હતી. આ સંભાળ સુવિધા હાથીઓનું ધ્યાન રાખતી વખતે સકારાત્મક પુનઃસ્થાપનનો ઉપયોગ કરે છે, જેમ કે તેમને ખોરાકનું ઇનામ આપવામાં આવે છે અને અંકુશ અથવા ભાલા જેવા ત્રાસદાયક ઉપકરણોનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. આ હાથીઓને પોષણયુક્ત આહાર, દરરોજ ચાલવું, ઘાસ ચરવું અને વિશાળ જળાશયોમાં તરવાની તેમજ પર્યાવરણીય સુવિધાઓનો લાભ પણ પૂરો પાડવામાં આવે છે.

PETA ઇન્ડિયાના એડવોકસી પ્રોજેક્ટના ડિરેક્ટર ખૂબ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “હાથીઓનું સન્માન કરવાની જરૂર છે અને તેમને મારવા અથવા સાંકળોથી બાંધવાના ડર બતાવીને મૂર્ખતાપૂર્ણ કરતબો કરાવવાની ક્યારેય ફરજ પાડવી જોઇએ નહીં.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દુઃખી અને ત્રાસદાયક જીવન જીવી રહેલા હાથીઓને સંભાળ પૂરી પાડવા બદલ અમે રાધા ક્રિષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના આભારી છીએ, જેમના સહયોગથી આ હાથીઓ હવે અન્ય હાથીઓની સાથે આનંદપૂર્ણ રીતે જીવન વિતાવી રહ્યાં છે. અમે દરેક વ્યક્તિને હાથીની સવારી, ઉત્સવો અને અન્ય પ્રદર્શનો કે જેમાં હાથીઓ અથવા અન્ય અદભૂત પ્રાણીઓનું ઉપયોગ અને શોષણ કરવામાં આવે છે તેને નકારીને હથીઓના કલ્યાણ માટે પોતાની સહાનુભૂતિ દર્શાવવા અપીલ કરીએ છીએ.”

FIAPOના CEO મારતી રામચંદ્રણે જણાવ્યું હતું કે, “હાથીઓ જંગલના નિવાસી છે. આ 29 હાથીઓએ પોતાનું મોટાભાગનું જીવન સાંકળમાં અને સર્કસના કરતબો કરીને વિતાવ્યું છે. પરંતુ હવે તેઓ સન્માનજનક જીવન અને સ્વતંત્રતા સાથે પોતાનુ જીવન વિતાવવાની આશા રાખી રહ્યાં છે. લોકોએ તે સમજવાની જરૂર છે કે હાથીઓ માનવીઓના મનોરંજન માટેનું કોઇ સાધન નથી. ખરેખર તો કોઇપણ પાણી મનોરંજનનું સાધન નથી.”

આ સમાચાર પણ વાંચો: ટેક્સપેયર્સની મોજ / સરકારે આપી મોટી ખુશખબર, લિસ્ટમાં તમારું નામ છે કે નહીં આવી રીતે કરો ચેક

આ 39 હાથીઓને અગાઉ સર્કસમાં કરતબો કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી, જ્યારે તેઓ કરતબી ન કરતાં હોય ત્યારે તેમને સાંકળોથી બાંધવામાં આવતા હતા અને તાલીમના નામે હથિયારો દ્વારા તેમને ઇજા થવાનો સતત ભય રહેતો હતો, જે સર્કસોએ દીઓને મુક્ત કર્યા છે તેમાં કોલકાતામાંથી અજંતા, એમ્પાયર, ફેમસ અને કોહિનુર સર્કસ, દિલ્હીમાંથી ગ્રેટ એપોલો સર્કસ, અમદાવાદમાંથી ગ્રેટ ગોલ્ડન સર્કસ હૈદરાબાદમાંથી ગ્રેટ પ્રભાથ સર્કસ લખિમપુર (આસામ)માંથી મૂનલાઇટ સર્કસ, પુણેમાંથી રૅમ્બો સર્કસ અને કાનપુરમાંથી રાજમહલ સર્કસનો સમાવેશ થાય છે.

AWBI દ્વારા સર્કસોના સંખ્યાબંધ નિરીક્ષણ અને કરતબો કરવા માટે બંધક હાથીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાની ભલામણ કરતો તેમનો 2016નો અભ્યાસ અહેવાલ દર્શાવે છે કે જ્યારે હાથીઓને હિંસક રીતે તાલીમબદ્ધ કરવામાં આવે છે ત્યારે નિર્દયતાના નોંધપાત્ર પુરાવા મળ્યા છે. માણસના આદેશોનું પાલન કરવાની તેમને ફરજ પાડવાથી તેમનો મનોભાવ તૂટી જાય છે, તેમને મુશ્કેલ કરતબો કરવાની ફરજ પાડવામાં આવે છે અને તેમને લોકોની ભીડ, ઘોંઘાટ અને અપ્રાકૃતિક વાતાવરણમાં પ્રદર્શિત કરવામાં આવે છે. PETA ઇન્ડિયા, FIAPO અને પશુ કલ્યાણ સંસ્થાના IAPOના અનેક સભ્યો આ નિરીક્ષણ અને અહેવાલના ભાગ હતાં.

નિરીક્ષણ ટીમે વધુમાં નોંધ્યું છે કે ગ્રેટ ગોલ્ડન અને મક્ષ સર્કસમાંથી બચાવવામાં આવેલા આઠ ઘોડા અને ગ્રેટ ગોલ્ડન સર્કસમાંથી બચાવવામાં આવેલા 11 કૂતરા અને 16 પરદેશી પક્ષીઓ KIEWT દ્વારા સંચાલિત સંભાળ કેન્દ્રોમાં અત્યાચારથી મુક્ત જીવન વિતાવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો: LAC પર અથડામણ છતાં ભારત -ચીન વેપાર પર કેટલી અસર, શું કહે છે આંકડા

December 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ઇતિહાસપર્યટનપ્રકૃતિ

પિંજરામાં બંધ સિંહ સાથે સેલ્ફી લેવા માંગતો હતો વ્યક્તિ- જંગલના રાજા એ આ રીતે કરી તેની બેઈજ્જતી- જુઓ ફની વિડીયો – હસીને થઇ જશો લોટપોટ

by Dr. Mayur Parikh November 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તમે પ્રાણી સંગ્રહાલય(Zoo) માં ગયા જ હશે. તમે જોયું હશે કે અહીં આવનાર દરેક વ્યક્તિ પ્રાણી(animles)ઓને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. કારણ કે, જેમને તે માત્ર ટીવી(Televison) પર જોતો હતો, તે અહીં તેની નજર સામે છે. આવી સ્થિતિમાં સિંહ(lion)ને જોતા જ લોકો સેલ્ફી લેવા તેની પાસે દોડી જાય છે. પરંતુ જ્યારે એક માણસ 'જંગલના રાજા' સાથે સેલ્ફી લેવા માટે પાંજરા પાસે પહોંચ્યો ત્યારે સિંહે એવું કામ કર્યું કે સાથીનો આખો મૂડ બગડી ગયો. તેનો વીડિયો(viral video) પણ સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો.

 

selfie pic.twitter.com/jd6rZWbhAR

—(@Gulzar_sahab) November 2, 2022

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો પાંજરામાં બંધ સિંહ(lion)ને જોઈને તેની સાથે ફોટો પડાવવા આવે છે. પરંતુ વીડિયો જોઈને લાગે છે કે જંગલના રાજા(King of forest) ના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો કોઈ માણસ પાંજરાની નજીક પહોંચે છે, સિંહ પાછળ ફરીને તેને એવું રૂપ બતાવે છે કે સેલ્ફી લેવાનો આખો મૂડ બગડી જાય છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટમાં લખ્યુ છે કે, સિંહ પર સેલ્ફી લેવાવાળોથી પરેશાન છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે

November 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

બિલાડીને ન તો મળી રહ્યો બહાર નીકળવાનો રસ્તો – પછી સસલાએ કઈંક આ રીતે કરી તેની મદદ -જુઓ ક્યૂટ વિડીયો

by Dr. Mayur Parikh October 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા (Social media)પર પ્રાણીઓના ઘણા ક્યૂટ વીડિયો અને ફોટા વાયરલ થતા હોય છે. પ્રાણી(Animals) ઓની કન્ટેન્ટ ઇન્ટરનેટ પર સૌથી વધુ પસંદ કરવામાં આવતા હોય છે. બદલાતા સમય સાથે માનવી પશુઓ કરતા પણ બગડી રહ્યો છે અને પશુઓ માનવતાના ગુણો શીખી રહ્યા છે. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થઈ રહેલા સસલા અને (Rabbit) બિલાડી(Cat) ના આ ક્યૂટ વીડિયોને જોઈને કહી શકાય છે.

 

Plant flowers in others’ gardens and your life becomes a bouquet!

Like this rabbit saving a cat who couldn’t find its way out pic.twitter.com/bvh0PURv3V

— Susanta Nanda IFS (@susantananda3) March 2, 2021

હાલમાં જ સોશિયલ મીડિયા પર બિલાડી અને સસલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પ્રાણીઓની સમજણ અને મિત્રતા(Friendship) પર વિશ્વાસ કરશો. આ વીડિયો તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે પૂરતો છે. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદા(Sushant Nanda) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં એક સ્માર્ટ સસલું એક બિલાડીની મદદ કરતો જોવા મળી રહ્યો છે. સુશાંત નંદાએ બંને પ્રાણીઓની મિત્રતાના આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'બીજાના બગીચામાં ફૂલો લગાવો અને તમારું જીવન ગુલદસ્તો બનાવો. જેમ આ સસલાએ કર્યું, તેણે બિલાડીને બચાવી, જે બહાર નીકળવાનો રસ્તો શોધી શકતી ન હતી. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મહારાષ્ટ્ર રાજભવન ખાતે જોવા મળ્યો અદ્ભૂત નજારો- મોરની જોડીએ માણયો સૂર્યાસ્તનો આનંદ- જુઓ ફોટોગ્રાફ્સ 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને માત્ર શેર જ નથી કરી રહ્યાં પરંતુ તેના પર પોતાની કોમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યાં છે. આ વીડિયો ક્લિપ લોકોને મિત્રતા અને માનવતાનો પાઠ પણ શીખવી રહી છે.

October 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ફિલ્મ એનિમલ ના શૂટિંગ વખતે રણબીરના લીધે રડી હતી રશ્મિકા મંદન્ના- કારણ જાણીને તમે પણ ચોંકી જશો

by Dr. Mayur Parikh October 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી રશ્મિકા મંડન્ના(Actress Rashmika Mandanna) સંદીપ રેડ્ડી વાંગાની(Sandeep Reddy Wanga) ફિલ્મ 'એનિમલ'માં(Animal) રણબીર કપૂર(Ranbir Kapoor) સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં બંને ફિલ્મના શૂટિંગમાં(Film shooting) વ્યસ્ત છે. પુષ્પા(Pushpa) ફિલ્મથી લોકપ્રિયતા મેળવનાર રશ્મિકાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં રણબીર કપૂર(ranbir kapoor) સાથે કામ કરવા વિશે જણાવ્યું હતું.આ ફિલ્મ માટે પહેલા બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) પરિણીતી ચોપરાને(Parineeti Chopra) કાસ્ટ કરવામાં આવી રહી હતી, પરંતુ હવે કેટલાક કારણોસર આ ફિલ્મ માટે તેની જગ્યાએ રશ્મિકાને કાસ્ટ કરવામાં આવી છે. રશ્મિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રણબીર કપૂરે તેને સેટ પર રડાવી હતી. ચાલો આ લેખમાં જાણીએ કે શું હતો મામલો.

તમને જણાવી દઈએ કે રશ્મિકા એટલા માટે રડી નહોતી કારણ કે રણબીરે તેની સાથે કોઈ પ્રેંક કર્યું હતું, પરંતુ જ્યારે રશ્મિકાએ રણબીરના ઘરે સ્વાદિષ્ટ ભોજન ચાખ્યું ત્યારે તે પોતાના આંસુ રોકી શકી નહીં. રશ્મિકાને રણબીર ના ઘરનું જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું.એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા રશ્મિકાએ જણાવ્યું કે, 'જ્યારે અમે એનિમલ્સ માટે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે હું એક દિવસ મારા નાસ્તા વિશે ફરિયાદ કરી રહી હતી, ત્યારપછી બીજા જ દિવસે રણબીરે તેના રસોઈયા પાસેથી ખાસ નાસ્તો બનાવડાવી ને લાવ્યો .તે નાસ્તો એટલો સ્વાદિષ્ટ હતો કે હું રડવા લાગી. હું વિચારતી હતી કે એક જ ખોરાક આટલો સારો કેવી રીતે હોઈ શકે.

આ સમાચાર પણ વાંચો : શું બ્રહ્માસ્ત્ર 2 થી બોલિવૂડ માં ડેબ્યુ કરશે આ સ્ટાર કિડ -ભજવશે વનરાસ્ત્રની ભૂમિકા-જાણો વાયરલ પોસ્ટ પાછળની હકીકત 

આ પછી રણબીરે  તેને પૂછ્યું કે તમે આટલું બોરિંગ ફૂડ(Boring food) કેમ ખાઓ છો, જેના જવાબમાં રશ્મિકાએ હસીને કહ્યું કે અમે સામાન્ય માણસ છીએ, અમારી પાસે તમારા જેવો રસોઈયો નથી.

તમને જણાવી દઈએ કે, રશ્મિકા હાલમાં ફિલ્મ 'એનિમલ' માટે શૂટિંગ કરી રહી છે, તે તેના બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ(Bollywood debut film) ‘ગુડબાય’(Goodbye)માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પાવેલ ગુલાટી અને નીના ગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 7 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થવાની છે.

 

 

October 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, પરિણીતી ચોપરા ને કરશે રિપ્લેસ; જાણો વિગત

by Dr. Mayur Parikh March 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ તેની બીજી ફિલ્મ 'એનિમલ'ની પણ ચર્ચા થઈ રહી છે. અગાઉ, પરિણીતી ચોપરા સાઉથના પ્રખ્યાત નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ માં મુખ્ય અભિનેત્રી હતી, પરંતુ તે તાજેતરમાં જ આ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મેકર્સ નવી અભિનેત્રીની શોધમાં હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ માટે મેકર્સે સાઉથની જાણીતી અભિનેત્રી અને 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદન્ના ને લીડ રોલમાં લેવાનું મન બનાવી લીધું છે.

એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, મેકર્સ ફિલ્મ 'એનિમલ' માટે રશ્મિકા મંદન્નાને કાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આટલું જ નહીં નેશનલ ક્રશે ફીમેલ લીડ રોલ માટે ફિલ્મ પણ સાઈન કરી છે. પોર્ટલ સાથે સંબંધિત અહેવાલો માં એ પણ બહાર આવ્યું છે કે ફિલ્મ નિર્માતા ભૂષણ કુમાર અને નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાને લાગે છે કે રશ્મિકા ફિલ્મ માટે યોગ્ય છે.નિર્માતાઓ આ ફિલ્મ માટે નવી કાસ્ટિંગ કરવા માંગતા હતા. ભૂષણ અને સંદીપને લાગે છે કે 'એનિમલ'માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના ની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવશે.

આ સમાચાર પણ વાંચો : કોણ છે નમિત મલ્હોત્રા? 'ઓસ્કર 2022'માં પોતાનો ડંકો વગાડનાર ફિલ્મ ડ્યૂન સાથે છે તેમનું ખાસ કનેક્શન; જાણો વિગત

'એનિમલ'નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. રણબીર કપૂર લવ રંજન દિગ્દર્શિત ફિલ્મ પૂરી કરશે કે તરત જ 'એનિમલ' પર કામ શરૂ થઈ જશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સિવાય અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 'પુષ્પા' ફેમ રશ્મિકા 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ સિવાય તેણે અમિતાભ બચ્ચન સાથે 'ગુડબાય' પણ કર્યું છે. તેના બોલિવૂડ ડેબ્યૂની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમજ, રણબીર કપૂરે 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તે પહેલીવાર આલિયા ભટ્ટ સાથે ઓનસ્ક્રીન જોવા મળશે.

March 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

આફ્રિકા બાદ હવે આ દેશના પ્રાણીઓમાં જોવા મળ્યો ઓમિક્રોન, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી – મનુષ્યો માટે ખતરો; જાણો વિગતે

by Dr. Mayur Parikh February 10, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022  

ગુરુવાર

દુનિયાભરના લોકો કોરોના મહામારીથી પરેશાન છે, આ દરમિયાન વન્ય પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવવાની 
વાત સામે આવી છે. અમેરિકામાં સ્ટેટન આઇલેન્ડ પર સફેદ પૂંછડીવાળા હરણમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચેપનો કેસ નોંધાયો છે. અમેરિકામાં પહેલીવાર કોઈ જંગલી પ્રાણીમાં કોરોના સંક્રમણ જાેવા મળ્યું છે. તાજેતરના એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. જંગલી પ્રાણીઓમાં કોરોના વાયરસ મળવાથી એ વાતની માહિતી મળે છે કે સફેદ પૂંછડીવાળું હરણ ખૂબ જ સરળતાથી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

અમેરિકામાં મોટી સંખ્યામાં હરણ જાેવા મળે છે તેઓ મોટાભાગે મનુષ્યોની નજીક રહે છે. આવી સ્થિતિમાં ભય વધી ગયો છે કે આ હરણો અન્ય પ્રાણીઓ અથવા તો માણસોમાં પણ ચેપ ફેલાવી શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કોરોનાવાયરસ પ્રથમ વખત ૨૦૨૦ના અંતમાં આયોવામાં અને ૨૦૨૧ની શરૂઆતમાં ઓહિયોના વિસ્તારોમાં વ્યાપકપણે ફેલાતો હોવાનું નોંધાયું હતું. જીડ્ઢછની એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસના પ્રવક્તા લિન્ડસે કોલના જણાવ્યા અનુસાર વધુ ૧૩ રાજ્યોમાં હરણમાં ચેપની પુષ્ટિ થઈ છે. જાે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રાણીઓ કોરોનાના જૂના વેરિઅન્ટથી સંક્રમિત હતા. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપી ધમકી, કહ્યું જો આવું થશે તો પરમાણુ યુદ્ધ થશે; જાણો વિગતે

પેન સ્ટેટના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ હરણ મનુષ્યોમાંથી વાયરસ પ્રાપ્ત કરી રહ્યા છે અને તેને અન્ય હરણોમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. પરંતુ એવા કોઈ પુરાવા નથી કે પ્રાણીઓ વાયરસને માણસોમાં પાછા સંક્રમિત કરે છે. જાે કે એવી આશંકા છે કે આ વાયરસને પરિવર્તિત થવાની તક આપશે અને લાંબા ગાળે આ હરણ મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓને ચેપ લગાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે ૧૩૧ હરણમાંથી ૧૪.૫% જેનું લોહી લેવામાં આવ્યું હતું તે કોરોનાવાયરસના એન્ટિબોડીઝ માટે સકારાત્મક છે જે અગાઉના ચેપનો સંકેત આપે છે. નાકમાં બળતરા સાથે ૬૮ હરણમાંથી લગભગ ૧૦% તીવ્ર ચેપ માટે પોઝિટીવ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જ્યારે સંશોધકોએ આ પોઝિટીવ નમૂનાઓનું જિનોમ સિક્વન્સિંગ કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે કેટલાક હરણ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતા, જે કોરોના વેરિઅન્ટ્‌સનો સૌથી ઝડપથી ફેલાય છે. આ હરણમાં જોવા મળતું ઓમિક્રોન શહેરના માનવીઓમાં જોવા મળતા ઓમિક્રોન સ્ટ્રેઈન સાથે આનુવંશિક સમાનતા ધરાવે છે.

February 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક