Tag: Arjun Bijlani

  • Arjun bijlani: અર્જુન બિજલાની થયો સાઇબર ફ્રોડ નો શિકાર, અભિનેતા એ સોશિયલ મીડિયા પર માહિતી આપતા લોકો ને આપી આવી સલાહ

    Arjun bijlani: અર્જુન બિજલાની થયો સાઇબર ફ્રોડ નો શિકાર, અભિનેતા એ સોશિયલ મીડિયા પર માહિતી આપતા લોકો ને આપી આવી સલાહ

    News Continuous Bureau | Mumbai

    Arjun bijlani: અર્જુન બિજલાની ટીવી નો લોકપ્રિય અભિનેતા અને હોસ્ટ છે. તેજેતરમાં જ અર્જુન સાઇબર ફ્રોડ નો શિકાર બન્યો છે જેની માહિતી તેને તેના સોશિયલ મીડિયા પર આપી છે. આ સાથે જ અર્જુન બિજલાની એ સાઇબર ફ્રોડ સામે સચેત રહેવાની પણ સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે ડિજિટલ વર્લ્ડ માં ઈન્ટરનેટ ને લગતા ક્રાઇમ વધી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: ટીવી પર વાપસી કરી રહ્યો છે તારક મહેતા નો ટપ્પુ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નહીં આ શોમાં જોવા મળશે રાજ અનડકટ, અભિનેતા એ આપી માહિતી

    અર્જુન બિજલાની એ બન્યો સાઇબર ફ્રોડ નો શિકાર 

    અર્જુન બિજલાની એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. જેમાં અર્જુને જણાવ્યું કે તેનું ક્રેડિટ કાર્ડ હેક થઈ ગયું છે અને છેતરપિંડી કરનારાઓએ પૈસા પણ ઉપાડી લીધા છે.અર્જુને તેના સોશિયલ મીડિયા પર લખ્યું- ‘બ્લોક થયા પહેલા ક્રેડિટ કાર્ડ હેક થઈ ગયું અને નકલી વ્યવહાર થયા. મને ખાતરી છે કે સાયબર ક્રાઈમ સેલ ગુનેગારોને પકડી લેશે!! સાવચેત રહો મિત્રો!!’


    અર્જુન બિજલાની ‘મિલે જબ હમ તુમ’ ‘મેરી આશિકી તુમસે હી’, ‘નાગિન’ અને ‘ઈશ્ક મેં મરજાવા’ જેવા શોમાં જોવા મળી ચુક્યો છે.આ સિવાય અર્જુને ઘણા શો પણ હોસ્ટ કર્યા છે.  

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

     

  • Arjun Bijlani: અર્જુન બિજલાની ની લથડી તબિયત, થયો હોસ્પિટલમાં દાખલ, જાણો હાલ એવું છે અભિનેતા નું સ્વાસ્થ્ય

    Arjun Bijlani: અર્જુન બિજલાની ની લથડી તબિયત, થયો હોસ્પિટલમાં દાખલ, જાણો હાલ એવું છે અભિનેતા નું સ્વાસ્થ્ય

    News Continuous Bureau | Mumbai 

     Arjun Bijlani: ટીવી અભિનેતા અર્જુન બિજલાની ને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતાને તાજેતરમાં જ હેલ્થ ઈમરજન્સી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એપેન્ડિસાઈટિસને કારણે પેટની નીચે જમણી બાજુએ ભારે દુખાવો અનુભવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અર્જુને તેના ફેન્સને પોતાનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : Article 370: આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ આર્ટિકલ 370, રાજ્યના મુખ્યમંત્રી એ કરી જાહેરાત

    અર્જુન એ શેર કર્યું હેલ્થ અપડેટ 

    અર્જુન બિજલાનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેની હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘જે થાય છે તે સારા માટે જ થાય છે.’ અર્જુને તેની હેલ્થ ને લઈને મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ‘મારા પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો, જેના કારણે હું હોસ્પિટલમાં દાખલ છું… વધુ હેલ્થ અપડેટ એક્સ-રે પછી જ જાણી શકાશે.’ ડૉક્ટરે આજે 9 માર્ચની સવારે સર્જરી કરી હતી.’

    મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન બિજલાની ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

     

  • Birthday Special: ટીવી સિરીયલનો હેન્ડસમ હંક અર્જુન બિજલાનીનો આજે જન્મદિન, પહેલી ફિલ્મ ફ્લોપ થયા બાદ બોલિવુડને કહ્યુ અલવિદા

    Birthday Special: ટીવી સિરીયલનો હેન્ડસમ હંક અર્જુન બિજલાનીનો આજે જન્મદિન, પહેલી ફિલ્મ ફ્લોપ થયા બાદ બોલિવુડને કહ્યુ અલવિદા

    News Continuous Bureau | Mumbai 

    Happy Birthday Arjun: અર્જુન બિજલાનીનો જન્મ મુંબઈમાં 31 ઑક્ટોબર, 1982ના રોજ થયો અને મોટો પણ આ જ શહેરમાં થયો છે. માહિમની બોમ્બે સ્કોટીચ સ્કૂલમાં ભણ્યા બાદ તેણે એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સની ગ્રેજ્યુએશન કર્યુ હતું. અર્જુન જ્યારે 19 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયુ હતું. 

     

    આ રીતે કરી એક્ટિંગની શરુઆત 

    અર્જુન એક્ટિંગ પહેલા અર્જુન મોડલિંગ કરતો હતો. 22 વર્ષની ઉંમરે તેને એક્ટિંગની શરૂઆત કરી હતી. બાલાજી ટેલીફિલ્મની સિરિયલ કાર્તિકામાં તેણે લીડ એક્ટર તરીકે શરૂઆત કરી હતી. 2004માં જેનિફર વિનગેટ પણ કો-સ્ટાર તરીકે જોડાઈ હતી. અર્જુન(Arjun Bijlani)ના કારકિર્દીનું ટર્નિંગ પોઈન્ટ ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’થી થયુ જેમાં તેણે કેડેટ આલેખ શર્માનું પાત્ર ભજવ્યુ હતું. તેમ જ મેરી આશિકી તુમ સે હી અને નાગિન સિરિયલથી તેને ખૂબ ફેમ મળ્યુ હતું. કાર્તિકા સિરિયલ બાદ મિલે જબ હમ તુમ, પરદેશ મે હે મેરા દિલ, ઈશ્ક મે મરજાવા જેવી સિરિયલોથી તે ટેલિવીઝન ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રચલિત એક્ટર બન્યો હતો.

     

    15 વર્ષથી કરે છે એક્ટિંગ 

    પોતાના કરિયર(Career) બાબતે અર્જુને કહ્યું કે, તમે ઘણા કેરેક્ટર કરો છો પણ હજી બીજા ઘણા કરવાના હોય છે. લગભગ 15 વર્ષથી હુ એક્ટિંગ કરુ છુ અને અત્યારસુધીનો પ્રવાસ તો સારો રહ્યો છે. લોકો મને સ્વીકારે છે તેનાથી મને ખૂબ જ ખુશી મળે છે.

     

    એક્ટિંગ સિવાય વાઇન શોપનો માલિક છે

    એક ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું કે, એક્ટિંગ વર્લ્ડમાં લાંબા ગાળાની સ્થિરતા અમૂક જ નસીબદાર લોકોને મળે છે. મારા માટે બિઝનેસ એ કોઈ બેક-અપ પ્લાન નથી. સચિન તેંડુલકર ક્રિકેટર છે અને તે એનુ પેશન છે. પરંતુ તેનુ રેસ્ટોરન્ટ પણ છે…મને નથી લાગતુ કે એ તેનુ બેક-અપ પ્લાન છે. એક્ટિંગ વિશ્વમાં પણ ઘણા લોકોના સાઈડ બિઝનેસ છે. મારી પોતાની અંધેરીમાં વાઈન શોપ છે પરંતુ મારે એક્ટર તરીકે ડેવલપ થવુ છે. 

     

    પહેલી ફિલ્મ રહી ફ્લોપ

    2016માં અર્જુન બિજલાનીએ પ્રથમ ફિલ્મ ‘ડાયરેક્ટ ઈશ્ક'( film Direct Ishq)માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મથી અર્જુન બૉલીવુડમાં પ્રભાવ પાડી શક્યો નહોતો. બૉલીવુડમાં પોતાની પહેલી ફિલ્મ ન ચાલ્યા બાદ તેણે ફરી ક્યારે પણ કોઈ મુવી માટે ટ્રાય કરી નહીં. તેણે કહ્યું કે, હાલ હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું. તેથી મારી પાસે ફિલ્મ્સ અને વેબ સિરીઝમાં કામ કરવાનો સમય નથી. ભવિષ્યમાં હું શું કરીશ એ આપણે કહી શકીએ નહીં.

     

    હુ ટીવી શો કરુ એ સારુ રહેશેઃ અર્જુન
    ઇન્ટરવ્યુમાં અર્જુને કહ્યું કે, હવે હું સારી રીતે સમજું છું. ફિલ્મ્સ માટે હુ લોકોને મળ્યો હતો. મે ફિલ્મ નકારી કારણ કે ફક્ત ફિલ્મ કરવા માટે જ હું કરું એમ નથી પણ ફિલ્મ પણ સારી હોવી જોઈએ. સ્ક્રિપ્ટ સારી હોવી જોઈએ. ડાયરેક્ટર કોણ છે એ પણ મહત્વનું છે. મને જેમની સાથે કામ કરવાનું મન હોય અને મને એ તક મળે તો હુ ફિલ્મ કરીશ. પરંતુ કોઈ પણ ફિલ્મ કરવા કરતા હુ ટીવી શો(TV serial) કરુ એ સારુ રહેશે. ઉલ્લેખનીય છે કે, અર્જુન બિજલાનીએ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. જલક દિખલાજાની નવમી સીઝનમાં તેણે ભાગ લીધો હતો.

     

    એક દિકરો છે
    અંગત જીવનની વાત કરીએ તો, અર્જુને તેની ગર્લફ્રેન્ડ નેહા સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. 2015માં નેહાએ પુત્રને જન્મ આપ્યો હતો. અર્જુન તેના દિકરાને લકી ચાર્મ માને છે. તેનો છોકરો આયાન(Son of Arjun)નો જન્મ જાન્યુઆરી 2015માં થયો અને અર્જુને માર્ચ મહિનામાં અર્જુને મેરી આશિકી તુમ સે હીમાં જોડાયો અને તે પછી નાગિનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અર્જુનનું કહેવું છે કે તેના પુત્રના લીધે જીવનમાં ખૂબ જ સકારાત્મકતા આવી છે. 

     

  • સન્ડે વિથ સ્ટાર પરિવાર ના હોસ્ટ અર્જુન બિજલાની નું  રણબીર કપૂર સાથે છે મજબૂત કનેક્શન-અભિનેતા એ બન્ને ના સંબંધ વિશે કર્યો ખુલાસો

    સન્ડે વિથ સ્ટાર પરિવાર ના હોસ્ટ અર્જુન બિજલાની નું રણબીર કપૂર સાથે છે મજબૂત કનેક્શન-અભિનેતા એ બન્ને ના સંબંધ વિશે કર્યો ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. એક તરફ રણબીર(Ranbir Kapoor) ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તે જ સમયે, રણબીર કપૂરની ફિલ્મ શમશેરા(Shamshera) સતત ચર્ચામાં છે. રણબીર ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં(promotion) વ્યસ્ત છે. દરમિયાન, અભિનેતાએ એક શો દરમિયાન ટીવી અભિનેતા અર્જુન બિજલાની (Arjun Bijlani)સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે.

    વાસ્તવમાં, રણબીર કપૂર પોતાની ફિલ્મ શમશેરના પ્રમોશન માટે ટીવી શો 'સન્ડે વિથ સ્ટાર પરિવાર'(sunday with star parivaar)માં તેની કો સ્ટાર વાણી કપૂર(Vani kapoor) સાથે પહોંચ્યો હતો. શોમાં રણબીર અને શો ના હોસ્ટ અર્જુન બિજલાની એ ખૂબ મસ્તી કરી હતી. દરમિયાન, રણબીર કપૂરે ખુલાસો કર્યો હતો કે ટીવી એક્ટર અર્જુન બિજલાની તેનો સહપાઠી(classmate)એટલે કે ક્લાસમેટ રહી ચુક્યો છે.શો ના હોસ્ટ અર્જુન બિજલાનીના વખાણ કરતા રણબીર કપૂરે કહ્યું કે લોકો આ વાત નથી જાણતા પરંતુ અમે એકબીજાને બાળપણથી(childhood) ઓળખીએ છીએ. અમે એક જ શાળામાં(same school) એક જ વર્ગમાં હતા. એટલું જ નહીં, અમે ફૂટબોલના (football house)એક જ હાઉસ રેડ હાઉસ માં હતા. અભિનેતાએ વધુમાં કહ્યું કે જ્યારે અમે અમારી શાળાના કોઈ મિત્ર ને મળીએ છીએ ત્યારે ખૂબ જ સારું લાગે છે. એ જ જૂની ઉર્જા અને ખુશી અનુભવાય છે.

    આ સમાચાર પણ વાંચો : શાહરૂખ ખાનના પાડોશી બનશે રણવીર સિંહ-દીપિકા પાદુકોણ- ખરીદ્યો કરોડોનો લક્ઝરી એપાર્ટમેન્ટ-કિંમત જાણીને ચોંકી જશો

    તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી (Bombay scottish school)અભ્યાસ કર્યો છે. તે શરૂઆતથી ફૂટબોલ(football) રમતો હતો અને આજે પણ રમે છે. તેણે એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ (HR college of arts and economics)માં પણ અભ્યાસ કર્યો અને પછી ફિલ્મોની યોગ્યતાઓ શીખવા ન્યૂયોર્ક (New York)ગયો.અર્જુન બિજલાનીની વાત કરીએ તો તેણે પણ મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આટલું જ નહીં, બંનેની કોલેજ પણ એક જ હતી. અર્જુને એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો છે. છે. તમને જણાવી દઈએ કે અર્જુન બિજલાનીના પિતા પ્રખ્યાત બિઝનેસમેન(businessman) રહી ચૂક્યા છે.

  • ટીવી એક્ટર અર્જુન બિજલાની અને નેહા સ્વામીના લગ્ન તૂટવાની અણી પર પહોંચ્યા!! અભિનેતા એ કર્યો આ આ અંગે ખુલાસો

    ટીવી એક્ટર અર્જુન બિજલાની અને નેહા સ્વામીના લગ્ન તૂટવાની અણી પર પહોંચ્યા!! અભિનેતા એ કર્યો આ આ અંગે ખુલાસો

    News Continuous Bureau | Mumbai

    ફેમસ ટીવી એક્ટર અર્જુન બિજલાની આ દિવસોમાં તેની પત્ની નેહા સ્વામી સાથે 'સ્માર્ટ જોડી'માં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે અર્જુન બિજલાની અને નેહા સ્વામીએ પણ સ્ટેજ પર ફરી લગ્ન કર્યા હતા.પરંતુ હાલમાં જ અર્જુન બિજલાણી અને નેહા સ્વામી વિશે સમાચાર આવ્યા હતા કે તેમના સંબંધોમાં મુશ્કેલી છે. તેમના છૂટાછેડા અંગે પણ અટકળો ચાલી રહી હતી.જો કે, 'નાગિન' એક્ટર અર્જુન બિજલાનીની પોસ્ટે આવા અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે. આ સાથે તેણે તેની પત્ની નેહા સ્વામી સાથેના ફોટા શેર કર્યા અને કહ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે.

    વાત એમ છે કે , અર્જુન બિજલાનીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, "હંમેશાં" એ જૂઠ સિવાય કંઈ નથી. અર્જુન બિજલાનીની આ પોસ્ટથી લોકોને લાગ્યું કે તેમના લગ્ન જોખમમાં છે.તેના પોતાના મિત્રો પણ તેને ફોન કરીને આ બધું પૂછવા લાગ્યા. જો કે, અર્જુન બિજલાનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે તેમની વચ્ચે આવું કંઈ થયું નથી.અર્જુન બિજલાનીએ પત્ની નેહા સ્વામી સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું, "આ પ્રેમ કાયમ છે. ગઈકાલે રાત્રે શેર કરવામાં આવેલી પોસ્ટનો મારા અંગત જીવન સાથે કોઈ લેવાદેવા નથી. મને ગઈ કાલે ઘણા બધા કૉલ્સ અને મેસેજ આવ્યા અને હું ખૂબ ખુશ છું." પ્રમાણિકતાથી કહું છું કે હું હું આભારી છું કે લોકોએ અમને આટલો પ્રેમ બતાવ્યો. મને ચેક ઇન કરવા બદલ મારા મિત્રોનો આભાર. તમને લોકો ને  મારો પ્રેમ."

    આ સમાચાર પણ વાંચો : સબા આઝાદને દુલ્હન બનાવી ને ક્યારે ઘરે લાવશે બોલિવૂડ એક્ટર રિતિક રોશન? આ વિશે નજીકના મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો

    તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અર્જુન બિજલાણી અને નેહા સ્વામી 'સ્માર્ટ જોડી' દ્વારા લોકોના દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. અભિનેતાએ શોમાં કહ્યું હતું કે તે નેહા સ્વામીને તેના સંઘર્ષના દિવસોમાં મળ્યો હતો. અર્જુન અનાગિન 6 ટીવી સિરિયલ નાના પડદા પર ધૂમ મચાવી રહી છે. એકતા કપૂરની આ ટીવી સિરિયલમાં તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલના અભિનયને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોટાભાગની ટીવી સિરિયલોમાં જોવા મળ્યું છે કે વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે મેકર્સ શોમાં નવા પાત્રો લાવે છે.ને નેહા વર્ષ 2013માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને એક પુત્ર પણ છે જેનું નામ અયાન બિજલાની છે.

  • ટેલિવિઝન નો આ એક્ટર થયો ઓમિક્રોનથી સંક્રમિત, માતાને પણ થયો છે કોવિડ; જાણો અભિનેતા એ લોકો ને શું સલાહ આપી

    ટેલિવિઝન નો આ એક્ટર થયો ઓમિક્રોનથી સંક્રમિત, માતાને પણ થયો છે કોવિડ; જાણો અભિનેતા એ લોકો ને શું સલાહ આપી

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,1 જાન્યુઆરી 2022

    શનિવાર

    ટીવી એક્ટર અને રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11' સીઝન 11 ના વિજેતા અર્જુન બિજલાનીએ તાજેતરમાં જ તેના ચાહકો સાથે શેર કર્યું હતું કે તેણે કોરોના પોઝિટિવ આવ્યો છે. હવે એ વાત સામે આવી છે કે અર્જુન બિજલાની કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે. એક ન્યૂઝ પોર્ટલ ના એક અહેવાલ મુજબ, અર્જુને તેની હેલ્થ અપડેટ પોર્ટલ સાથે શેર કરી છે. અર્જુને કહ્યું કે આ વાયરસને કારણે તે તેના પુત્રને સૌથી વધુ મિસ કરી રહ્યો છે, કારણ કે તે તેને ગળે લગાવી શકતો નથી અને તેની સાથે રમી શકતો નથી. તે કોરન્ટાઇન માં છે અને તેણે પોતાને અલગ કરી દીધા છે.અર્જુને જણાવ્યું કે તેણે ક્રિસમસ અને ન્યૂ યર માટે પરિવાર સાથે રજાઓ મનાવવાની યોજના બનાવી હતી, પરંતુ બધું વ્યર્થ ગયું. એટલું જ નહીં, અર્જુને એ પણ ખુલાસો કર્યો કે તેની માતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે અને તે અત્યારે ઠીક છે.

    રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વિશે વાત કરતા અર્જુન બિજલાનીએ કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું, કારણ કે હું અત્યારે આ જ અનુભવી રહ્યો છું. આ નવો વાયરસ, ઓમિક્રોન, જીવલેણ નથી, કારણ કે હું તેનો અનુભવ કરી રહ્યો છું. હું 2-3 દિવસમાં સાજો થઈ ગયો છું. મને નથી લાગતું કે આપણે આ વાયરસની બીજી તરંગમાં હોસ્પિટલમાં દાખલ થવાના દર જોયા છેમને નથી લાગતું કે ગભરાવાનું કોઈ કારણ છે, પરંતુ હા આપણે કેસોની સંખ્યામાં વધારો જોઈ રહ્યા છીએ કારણ કે ચેપનો દર વધારે છે. તે અગાઉના વેરિઅન્ટ કરતાં 3-4 ગણું ઝડપી છે. આ જ કારણ છે કે ઘણા લોકો એકસાથે સકારાત્મક બની રહ્યા છે.અભિનેતાએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે જો તમે સંપૂર્ણ રસી લો છો, તમે તમારી યોગ્ય કાળજી લઈ રહ્યા છો, સાવચેતી રાખી રહ્યા છો અને મલ્ટીવિટામીન અને વિટામિન સી લેતા હોવ તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોએ વિશેષ કાળજી લેવી પડશે.

    બોલિવુડ ફિલ્મ જગત માં કોરોનાનો કહેર યથાવત, હવે વધુ એક જાણીતી અભિનેત્રી થઈ કોરોના સંક્રમિત; ઘરમાં થઇ આઇસોલેટ

    અર્જુને લોકોને ટેસ્ટમાં વિલંબ ન કરવા વિનંતી પણ કરી છે. તેણે કહ્યું કે હું બધાને કહીશ કે ટેસ્ટ માટે 5-7 દિવસ રાહ ન જુઓ. જલદી તમે લક્ષણો જુઓ, શક્ય તેટલી વહેલી તકે તમારી જાતને પરીક્ષણ કરો. ઘણા લોકો ટેસ્ટથી ગભરાઈ જાય છે અને ડરી જાય છે, કારણ કે તેમને લાગે છે કે તેઓ 14 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં અટવાઈ જશે, તેથી તેઓ તેને છુપાવે છે. મહેરબાની કરીને આ ન કરો, કારણ કે જ્યારે તમે આ કરો છો તો 7-8 દિવસ પછી તમારી સ્થિતિ જોખમી બની શકે છે કારણ કે તમે યોગ્ય દવાઓ નથી લેતા.તેના લક્ષણો વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે આ વાયરસને કારણે મને ગળામાં ખૂબ દુખાવો અને સોજો હતો. મારે ત્રણ દિવસ સુધી એન્ટિબાયોટિક્સ લેવી પડી. તે પછી હું સારી થઈ ગયો, પરંતુ તે દરેક શરીરને અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જો તમને કોઈ લક્ષણો દેખાય તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને તાવ એક કે બે દિવસ માટે સામાન્ય લક્ષણો છે.

  • નકુલ મેહતા બાદ ટીવી ના આ અભિનેતા ને થયો કોરોના, બીજી વાર આવ્યો ચપેટમાં, ફેન્સને આપી આ સલાહ; જાણો વિગત

    નકુલ મેહતા બાદ ટીવી ના આ અભિનેતા ને થયો કોરોના, બીજી વાર આવ્યો ચપેટમાં, ફેન્સને આપી આ સલાહ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 24 ડિસેમ્બર 2021

    શુક્રવાર

    દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે અને ધીમે-ધીમે ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ તેનો શિકાર થઈ રહ્યા છે. હાલમાં જ ટીવીની દુનિયાના જાણીતા કલાકાર નકુલ મહેતા આ ખતરનાક વાયરસની ચપેટમાં આવ્યા છે. નકુલ બાદ હવે અર્જુન બિજલાનીને પણ કોરોના થયો છે.અર્જુને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે અને તેના ફેન્સને પણ સાવધ રહેવાની સલાહ આપી છે. પોતાનો એક લેટેસ્ટ વિડીયો શેર કરતા અભિનેતાએ ચાહકોને પોતાના માટે પ્રાર્થના કરવા પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અર્જુન બિજલાની એક વખત કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

    ખતરોં કે ખિલાડી 11ના વિજેતા અર્જુન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મનું ટાઈટલ સોંગ 'એક મેં ઔર એક તુ' વાગી રહ્યું છે. વીડિયો શેર કરતા અર્જુને લખ્યું કે, 'આ રીતે કોરોના ગીત ગાય છે અને જ્યારે તમને ખબર પડે છે કે તમે પોઝિટિવ છો ત્યારે તમારા એક્સપ્રેશન આ રીતે છે. મને હળવા લક્ષણો છે, મેં મારી જાતને રૂમમાં અલગ કરી દીધો છે અને હું મારી સંભાળ રાખું છું. મને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. કૃપા કરીને કાળજી લો અને માસ્ક પહેરો. ભગવાન દરેકનું ભલું કરે.

    અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2022ના આ મહિનામાં કરી શકે છે લગ્ન; જાણો વિગત

    અર્જુન બિજલાણી લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે છેલ્લે રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં જોવા મળ્યો હતો. અર્જુન બિજલાનીએ ઘણા હિટ ટીવી શોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રીમિક્સ, લેફ્ટ રાઈટ લેફ્ટ, ગીત હુઈ સબસે પરાઈ, નાગિન અને ઈશ્ક મેં મરજાવા જેવા શો આ યાદીમાં સામેલ છે. અર્જુન ટૂંક સમયમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સીઝનમાં હોસ્ટ તરીકે જોવા મળશે.