Tag: ashishshelar

  • તો શું મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ ભરવો પડશે નોન-એગ્રીકલ્ચરલ ટેક્સ? ભાજપના આ નેતાએ મહેસુલ પ્રધાનને કરી આ માગણી.

    તો શું મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ ભરવો પડશે નોન-એગ્રીકલ્ચરલ ટેક્સ? ભાજપના આ નેતાએ મહેસુલ પ્રધાનને કરી આ માગણી.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,11 જાન્યુઆરી 2022

    મંગળવાર.

    મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગ દ્વારા મુંબઈ ઉપનગરોમાં હાઉસિંગ સોસાયટીઓને નોન એગ્રીકલ્ચરલ ટેક્સ ભરવાની નોટિસ ફટકારવામાં આવી છે.  આ ટેક્સની રકમને લઈને હાઉસિંગ સોસાયટીઓના પદાધિકારીઓમાં ટેન્શન વ્યાપી ગયું છે.  દરમિયાન ટેક્સ ભરવાની નોટિસ પર સ્ટે આપવાની માગણી સાથે ભાજપના નેતા અને ધારાસભ્ય  આશિષ શેલારની આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળે સોમવારે મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટની મુલાકાત લીધી હતી.

    મહેસુલ પ્રધાન સાથે મુલાકાત દરમિયાન આશિષ શેલારે એવી રજૂઆત કરી હતી કે મુંબઈ ઉપનગરોમાં લગભગ 20,000 હાઉસિંગ સોસાયટીઓ પર દર વર્ષે વસૂલવામાં આવતો નોન એગ્રીકલ્ચરલ ટેક્સ  અન્યાયી છે. આ ટેક્સ  સોસાયટીના બાંધકામ સમયે ભર્યો હતો.  વળી દક્ષિણ  મુંબઈની સોસાયટીઓને આ ટેક્સ  ભરવો પડતો નથી, તો  ઉપનગરોમાં આવેલી સોસાયટીઓને આ ટેક્સ શા માટે? 

    મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ હવે અઠવાડિયામાં આટલા દિવસ જ દોડશે.

    આશિષ શેલારે આ બાબતે ધ્યાન દોરતા કહ્યું હતું કે અગાઉના  મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારના ધ્યાનમાં આ મુદ્દો  લાવવામાં આવ્યો હતો. તેથી  2008 થી આ ટેક્સની ચૂકવણી માટે આપવામાં આવેલી નોટિસને તત્કાલિન મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટીલ દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે બાદમાં ઠાકરે સરકારે ફરી આ નોટિસ જારી કરવામાં આવતા હાઉસિંગ સોસાયટીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

     આશિષ શેલારે એક પત્ર દ્વારા આ બાબત સરકારના ધ્યાન પર લાવી હતી. બાદમાં સોમવારે આશિષ શેલારના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાટ સાથે મુલાકાત કરી હતી, જેમાં ઉપનગરની અમુક હાઉસિંગ સોસાયટીના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. કોરોનાને પગલે  પહેલાથી જ લોકોને ઘણી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. હવે આ બેફામ ટેક્સના ભારને કારણે સોસાયટીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે  છે એ  બાબત મહેસુલ મંત્રીના ધ્યાન પર લાવવામાં આવી હતી. દરમિયાન, મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા પછી આના પર નિર્ણય લેવાશે.

  • હેં! મુંબઈના ભાજપના આ નેતાને પરિવાર સહિત જાનથી મારી નાખવાની મળી ધમકી; જાણો વિગત

    હેં! મુંબઈના ભાજપના આ નેતાને પરિવાર સહિત જાનથી મારી નાખવાની મળી ધમકી; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,8 જાન્યુઆરી 2022 

      શનિવાર. 

    ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલાર સહિત તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આશિષ શેલારે આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. આશિષ શેલારને અગાઉ પણ આવી જ રીતે ધમકી મળી ચૂકી છે. તે સમયે પોલીસે આરોપીની મુંબ્રામાંથી ધરપકડ કરી હતી.

    ભાજપના નેતા આશિષ શેલારને ફોન પર ધમકીઓ મળી રહી છે. તેમના પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. શેલારને બે અલગ અલગ મોબાઈલ નંબર પરથી અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. શેલારે તરત જ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી છે. તેમણે પત્રમાં વિનંતી કરી છે કે જે બે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી છે તેની તપાસ કરવામાં આવે.

    શેલારને 2020ની સાલમાં પણ આવી જ ધમકી આપવામાં આવી હતી. બાંદ્રા પોલીસે આ કેસમાં આરોપીની મુંબ્રાથી ધરપકડ કરી હતી. અગાઉ શેલાર અને અન્ય બે લોકોની રેકી પણ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આશિષ શેલારે ધમકીભર્યા ફોનને ગંભીર બાબત ગણાવી હતી અને શનિવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને આ બાબતે પત્ર મોકલવામાં આવશે એવું કહ્યું હતું.

    સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત

    અહીં ઉલ્લેખનીય છે કે તપાસ યંત્રણાને હાલમાં જ જણાયું છે કે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની પણ રેકી કરવામાં આવી છે. 

  • મુંબઈમાં ફૂલ્યો ફાલ્યો છે આટલા હજાર કરોડ રૂપિયાનો ટેન્કર માફિયાઓનો ઉદ્યોગઃ ભાજપે કરી ટેન્કર માફિયા સામે કાર્યવાહીની માગણી

    મુંબઈમાં ફૂલ્યો ફાલ્યો છે આટલા હજાર કરોડ રૂપિયાનો ટેન્કર માફિયાઓનો ઉદ્યોગઃ ભાજપે કરી ટેન્કર માફિયા સામે કાર્યવાહીની માગણી

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,6 જાન્યુઆરી 2022 

     ગુરુવાર.

    મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણી પર પ્રક્રિયા કરીને તેને વાપરવા લાયક બનાવવા માટેનો 18,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ હાથ ધર્યો છે. તેની સામે ભાજપે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર લખી મુંબઈગરાના કરના પૈસા આ પ્રોજેક્ટ પાછળ વેડફવાને બદલે મુંબઈમાં પાણીની મોટા પાયા પર થતી ચોરી અટકાવવાની માગણી કરી છે. તેમ જ ટેન્કર માફિયા અને તેના મારફત થનારા 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદે કારભારને રોકવા માટેની માગણી કરી છે. 

    મુંબઈ સહિત મુંબઇ મેટ્રોપોલિટન રિજન એરિયામાં થતી પાણીની ચોરી અને વધુ પડતા પાણીના વેડફાટ બાબતે  ભાજપના નેતા આશિષ શેલારે કેટલાક ગંભીર મુદ્દાઓ તરફ પાલિકા કમિશનર અને અન્ય સરકારી ખાતાના અધિકારીઓનું ધ્યાન દોર્યું છે. તેમજ તેની તપાસ માટે સ્પેશિયલ ઈન્સવેસ્ટીગેશન ટીમ SITની નિમણૂક કરવાની માંગ કરી છે.

    આશિષ શેલારના દાવા મુજબ કેન્દ્રીય ભૂગર્ભ જળ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, મુંબઈ શહેરમાં 19,000 થી વધુ પાણીના કુવાઓ છે જેમાંથી 12,500 બોરવેલ છે. BMCએ 251 પાણીની ટાંકીઓને નોટિસ પાઠવી છે જેમાંથી 216 ગેરકાયદેસર પાણીના કુવા છે જેમાંથી એક જ પાણીની ટાંકીમાંથી 80 કરોડ રૂપિયાનું પાણી ચોરાયું છે.

    કાયદાનો અમલ થતો ન હોવાથી ગેરકાયદેસર રીતે પાણીના ટેન્કર માફિયાઓ લૂંટ ચલાવી રહ્યા છે અને મુંબઈ ડિવિઝનમાં રૂ. 3,000 કરોડથી વધુની કિંમતના પાણીની ચોરી થઈ રહી હોવાનો અંદાજ છે. તેથી, મુંબઈમાં ગેરકાયદેસર અને અનિયંત્રિત પાણીની ચોરીની તપાસ કરવી અને તેમના પર દંડ લાદીને તેને અટકાવવી જરૂરી હોવાની માગણી પણ ભાજપે પોતાના પત્રમાં કરી છે. 

    મુંબઈની હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડશે? 30,000 બેડસ સામે આટલા ટકા દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ; જાણો વિગત

    એક તરફ ગારગાઈ ડેમનો પ્રોજેક્ટ રદ કરીને મુંબઈ મહાનગરપાલિકા 18,000 કરોડ રૂપિયાનો દરિયાના પાણીને મીઠા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરે છે અને બીજી તરફ મુંબઈમાં પાણીનો ગેરકાયદેસર વેપાર ચાલે છે. 3,000 કરોડનું ગેરકાયદેસર રીતે ટેન્કર માફિયાઓ ધંધો કરી રહ્યા છે, તેને રોકવા પાલિકા ગંભીર પ્રયાસ કરે એવી માગણી પણ ભાજપે કરી હતી.

  • ભાજપના આ નેતાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પર ભાજપના વિધાનસભ્યોએ કરી ઘેરાવબંધી; જાણો વિગત

    ભાજપના આ નેતાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પર ભાજપના વિધાનસભ્યોએ કરી ઘેરાવબંધી; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 9 ડિસેમ્બર 2021    

    ગુરુવાર.

    મુંબઈના મેયર કિશોરી પેડણેકર માટે વિવાદાસ્પદ નિવેદન કરનારા ભાજપના વિધાનસભ્ય આશિષ શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેથી તેઓ બપોરના પોતાનો જવાબ આપવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. આ દરમિયાન આશિષ શેલારના સમર્થનમાં ભાજપના અનેક વિધાનસભ્યો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને શિવસેનાએ રાજકીય વેર વાળવા ખોટો કેસ કર્યો હોવાનો આરોપ કર્યો હતો.

    બુધવારે  મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં મેયર કિશોરી પેડણેકરે તેમની બદનામી કરતું વક્તવ્ય આપ્યું હોવાના દાવના સાથે આશિષ શેલાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેથી આ કેસમાં આજે સવારના આશિષ શેલાર પોતાનો જવાબ નોંધાવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. એ અગાઉ ભાજપના કાર્યકર્તા અને સમર્થકો તેમના ઘરની બહાર પહોંચી ગયા હતા. બાદમાં આશિષ શેલારની સાથે જ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન માં વિધાન પરિષદના નેતા પ્રવીણ દરેકર, કાંદિવલી(પૂર્વ)ના ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકર, મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ લોઢા વગેરે હાજર રહ્યા હતા.  જવાબ નોંધાવ્યા બાદ આશિષ શેલારે રાજય સરકાર અને શિવસેનાની ટીકા પણ કરી હતી.

    હેં! મુંબઈ મેટ્રોને કારણે મુંબઈ મહાનગરપાલિકા પર કોવિડનો ખર્ચો વધી ગયો. જાણો વિગત

    રાજયમા મહિલાઓ સાથે થતા ગુનાઓ સામે સરકાર એટલી સંવેદનશીલતા બતાવતી નથી એવા આરોપ પણ ભાજપના નેતાઓએ શિવસેના અને રાજ્ય સરકાર પર કર્યા હતા.

  • ભાજપ ના નેતા આશિષ શેલાર સામે શિવસેના આક્રમક, મુંબઈના મેયરે નોંધાવી વિયનભંગની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

    ભાજપ ના નેતા આશિષ શેલાર સામે શિવસેના આક્રમક, મુંબઈના મેયરે નોંધાવી વિયનભંગની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 9 ડિસેમ્બર 2021

    ગુરુવાર.

    મુંબઈના મેયર કિશોરી પેડણેકરે બુધવારે મોડી રાતે ભાજપના વિધાનસભ્ય અને નેતા આશિષ શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસમાં વિનયભંગની ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસના જણાવ્યા મુજબ મેયરે લેખિત સ્વરૂપમાં આશિષ શેલાર સામે ફરિયાદ કરી હતી. મેયરના કહેવા મુજબ થોડા દિવસ પહેલા વરલીની બીડીડી ચાલમાં આગ લાગી હતી. તે સંદર્ભમાં આશિષ શેલારે તેમની સામે મહિલાને અણછાજે એવું વિવાદાસ્પદ નિવેદન કરીને તેમનો વિનયભંગ કર્યો હતો.

    નવી મુંબઈના આ વિસ્તારમાં આવેલા BMWના શોરૂમમાં લાગી ભીષણ આગ, પાર્કિંગમાં પાર્ક કરેલી 40 કાર બળીને ખાખ, પોલીસે હાથ ધરી તપાસ; જુઓ વિડીયો

    આ પ્રકરણની પોલીસે તપાસ ચાલુ કરી હતી. આ દરમિયાન આશિષ શેલારે પણ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને મુદ્દે તપાસ કરવાની માગણી કરી હતી.