Tag: baby boy

  • Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ

    Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif and Vicky Kaushal: બોલીવૂડના લોકપ્રિય કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ  હવે માતા-પિતા બની ગયા છે. 7 નવેમ્બર, 2025ના રોજ સવારે 8:23 વાગ્યે કેટરીનાએ મુંબઈના H.N. રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, “માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.”

    આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?

    કેટરીના અને વિક્કી ની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

    કેટરીના અને વિક્કીએ એક સંયુક્ત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ખુશખબરી શેર કરી. તેમણે લખ્યું:“અમારું નાનું ખુશીઓથી ભરેલું જગત આવી ગયું છે. દિલભર પ્રેમ અને આભાર સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ.”
    આ પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની વરસાદ શરૂ થઈ ગઈ.પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, પરિણીતી ચોપરા અને સોનમ કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓએ કપલને શુભેચ્છાઓ આપી. કરીનાએ લખ્યું: “કેટ, બોય મમ્મા ક્લબમાં તમારું સ્વાગત છે!” જ્યારે પરિણીતીએ લખ્યું: “નવા મમ્મા-પપ્પાને અભિનંદન!”

     

    View this post on Instagram

     

    A post shared by Vicky Kaushal (@vickykaushal09)


    કેટરીના અને વિક્કી કૌશલની લગ્ન સમારોહ ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં એક ખાનગી અને શાનદાર રીતે યોજાઈ હતી. હવે, લગભગ ચાર વર્ષ પછી, બંનેએ પેરેન્ટહૂડની નવી યાત્રા શરૂ કરી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

    Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના ઘરે નાના મહેમાન નું આગમન થયું છે. કેટરિનાએ પુત્રને જન્મ આપ્યો છે, જેના કારણે વિકી કૌશલના ઘરમાં ખુશીનો માહોલ છે. ચાહકોની સાથે વિકી કૌશલ પણ બાળકના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પિતા બનવાની આ ખુશી તેમણે પોતાના ફેન્સ સાથે શેર કરી છે અને જણાવ્યું છે કે તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે.

    વિકી કૌશલે શેર કરી ખુશીની પોસ્ટ

    વિકી કૌશલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને શેર કરતા તેમણે લખ્યું, “બ્લેસ્ડ”. અમારી ખુશીઓનું બંડલ આવી ગયું છે. પુષ્કળ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે પુત્રનું સ્વાગત કર્યું છે. ૭ નવેમ્બર ૨૦૨૫. કેટરિના અને વિકી. આ પોસ્ટને થોડી જ મિનિટોમાં લાખો ફેન્સે લાઇક કરી છે અને અભિનંદન આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

     

    View this post on Instagram

     

    A post shared by Vicky Kaushal (@vickykaushal09)

    સેલેબ્સ દ્વારા અભિનંદનનો વરસાદ

    વિકી કૌશલની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક વ્યક્તિ આ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. કરીના કપૂરે લખ્યું, “કેટ બોય મમ્મા ક્લબમાં તમારું સ્વાગત છે. તમારા અને વિકી માટે ખૂબ ખુશ છું.” આયુષ્માન ખુરાનાએ લખ્યું, “બેસ્ટ ન્યૂઝ. મુબારક હો.” પ્રિયંકા ચોપરાએ લખ્યું, “ખૂબ ખુશ છું. મુબારક હો.” એક ચાહકે લખ્યું, “આ તો નંબર ૭ છે, પોતાના મમ્મા અને પાપાની જેમ.” બોલિવૂડના તમામ મિત્રો અને ચાહકોએ નવા માતા-પિતાને ખૂબ પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?

    ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા લગ્ન

    તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરિના કૈફે આ જ વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૫માં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. કેટરિના કૈફે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “અમે અમારા જીવનનો સૌથી સારું ચેપ્ટર ખુશી અને આભારથી ભરેલા દિલ સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ.” કેટરિના કૈફ અને વિકી કૌશલ પહેલીવાર માતા-પિતા બન્યા છે. તેમણે વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

     

  • YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

    YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

    News Continuous Bureau | Mumbai

     YRKKH Armaan Poddar: ટીવી જગત નો લોકપ્રિય અભિનેતા રોહિત પુરોહિત અને તેની પત્ની શીના બજાજ  હવે માતા–પિતા બન્યા છે. શીના બજાજ એ એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખુશખબરી રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ  હેન્ડલ પર પોસ્ટ શેર કરીને આપી છે. તેણે લખ્યું કે, “તમારા પ્રેમ, સપોર્ટ અને આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર.”

    આ સમાચાર પણ વાંચો : Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો

    રોહિત અને શીના બન્યા પેરેન્ટ્સ

    રોહિત પુરોહિત અને શીના બજાજ ના ઘરમાં નાનકડા મહેમાનની એન્ટ્રી થઈ છે. બંનેએ 2019માં ઉદયપુરમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. હવે છ વર્ષ પછી તેઓ પેરેન્ટ્સ બન્યા છે.રોહિત અને શીનાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમના ફેવરિટ કપલ  માટે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. દરેક કોમેન્ટમાં નવા બેબી માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ જોવા મળી રહી છે. શોના સહઅભિનેતા પણ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


    રોહિત અને શીનાની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ  કર્યા બાદ લગ્ન કર્યા હતા. શીનાએ અગાઉના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના સંબંધમાં ઘણા ઉતાર–ચઢાવ આવ્યા હતા, પણ બંનેએ ક્યારેય એકબીજા નો સાથ છોડ્યો નહીં.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Devoleena bhattacharjee: દેવોલિના ભટ્ટાચારજી ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

    Devoleena bhattacharjee: દેવોલિના ભટ્ટાચારજી ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

    News Continuous Bureau | Mumbai

    Devoleena bhattacharjee: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી માતા બની છે. ‘સાથ નિભાના સાથિયા’ માં ગોપી વહુ નું પાત્ર ભજવી ઘર ઘર માં ઓળખ બનાવનાર અભિનેત્રી તેના જીવન ના નવા પડાવ આમ પહોંચી છે. અભિનેત્રી એ એક બાળક ને જન્મ આપ્યો છે જેની માહિતી તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો: Anupama: શું અનુપમા ની મુશ્કેલી દૂર કરવા આવશે અનુજ? શો માં ગૌરવ ખન્ના ની વાપસી પર આવ્યું મોટું અપડેટ

    દેવોલિના ભટ્ટાચારજી માતા બની

    દેવોલિના એ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોસાથે આ માહિતી શેર કરી છે. દેવોલીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમે અમારી નાની ખુશી, અમારા બેબી બોયની જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચિત છીએ. 18.12.2024. 

     

    View this post on Instagram

     

    A post shared by Devoleena Bhattacharjee (@devoleena)


    આ વીડિયોની સાથે દેવોલિના એ કેપ્શનમાં લખ્યું છે- ‘હેલો વર્લ્ડ! અમારો નાનો દેવદૂત છોકરો અહીં છે.’ દેવોલીનાએ તેના જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે 14 ડિસેમ્બર, 2022ના રોજ લગ્ન કર્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા હિટમેનને મળી ગુડ ન્યુઝ, રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો…

    Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા હિટમેનને મળી ગુડ ન્યુઝ, રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો…

    News Continuous Bureau | Mumbai

     Rohit Sharma Ritika: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે રોહિત બીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની રિતિકા સજદેહે એક પુત્રને જન્મ આપ્યો છે. ચાહકોએ રોહિત અને રિતિકા વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ શેર કરી છે. જો કે હજુ સુધી રોહિત કે રિતિકા તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

     Rohit Sharma Ritika: રોહિત ઓસ્ટ્રેલિયા  હજી ગયો નથી

    ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ માટે વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. પણ રોહિત હજી ગયો નથી. એવા સમાચાર હતા કે રોહિતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસેથી રજા માંગી છે. રોહિતની પત્ની રિતિકા બાળકને જન્મ આપવાની હતી. હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. પરંતુ રોહિતે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

     Rohit Sharma Ritika: રોહિત અને રિતિકાના લગ્ન 2015માં થયા 

    રોહિત અને રિતિકાના લગ્ન 2015માં થયા હતા. રિતિકાએ ડિસેમ્બર 2018માં પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરીનું નામ સમાયરા છે. રોહિત અને રિતિકાની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકા પહેલા રોહિતની મેનેજર હતી. આ પછી બંનેની મિત્રતા થઈ અને તે પ્રેમમાં બદલાઈ ગઈ. રોહિત અને રિતિકાએ બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

    આ સમાચાર પણ વાંચો :  Ind vs SA 4th T20I : દેવ દિવાળી પર ભારતીય ટિમની આતશબાજી, ચોથી ટી-20માં ભારતનો દક્ષિણ આફ્રિકા સામે ભવ્ય વિજય, સિરીઝ પર જમાવ્યો કબ્જો..

    જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. જો બધું બરાબર રહ્યું તો રોહિત આ મેચ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી શકે છે.

  • Deepika padukone: દીકરી નહીં દીકરા ને જન્મ આપશે દીપિકા પાદુકોણ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે ખેંચ્યું લોકો નું ધ્યાન

    Deepika padukone: દીકરી નહીં દીકરા ને જન્મ આપશે દીપિકા પાદુકોણ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે ખેંચ્યું લોકો નું ધ્યાન

    News Continuous Bureau | Mumbai

    Deepika padukone: દીપિકા પાદુકોણ ગર્ભવતી છે. દીપિકા અને રણવીર જલ્દી જ માતા પિતા બનવાના છે. અભિનેત્રી આવતા મહિને તેના પહેલા બાળકને જન્મ આપશે. તેવામાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે જેને જોઈ ને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી પુત્ર ને જન્મ આપશે. તો ચાલો જાણીયે તે તસવીર માં શું છે. 

    આ સમાચાર પણ વાંચો: Ananya panday: આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ બાદ હવે આ વિદેશી ને ડેટ કરી રહી છે અનન્યા પાંડે! ગળામાં જોવા મળ્યું કથિત બોયફ્રેન્ડ ના નામ ના પહેલા અક્ષર નું લોકેટ

    દીપિકા આપશે પુત્ર ને જન્મ?

    સોશિયલ મીડિયા પર એક ગિફ્ટિંગ પેજ ની તસવીર વાયરલ થઇ રહી છે જેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘દીપિકા પાદુકોણનો ઓર્ડર ગિફ્ટ પેક થઇ ગયો છે.’ ગિફ્ટ પેક ને વાદળી રંગમાં શણગારવામાં આવ્યું છે.વાદળી રંગ જોઈ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દીપિકા પુત્ર ને જન્મ આપશે. આ સાતેહ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા એ તેના ગર્ભ નું પરીક્ષણ કરાવ્યા બાદ આ ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે અને કદાચ આ ભેટ મિત્રો અને પરિવારના સભ્યોને મોકલશે.

    Read somewhere on the sub that Deepika Padukone might be having a boy. Saw this on a brands page and screenshotted it. Could just be mere packaging and nothing deeper to why they used blue.
    byu/ProofsInThePuddingYo inBollyBlindsNGossip


    રેડિટ પર વાયરલ થઈ રહેલા દીપિકા પાદુકોણના આ ગિફ્ટ પેકના ફોટો પર ટિપ્પણી કરતા એક પ્રશંસકે લખ્યું- ‘જો આ સાચું હોય તો રણવીર અને દીપિકાની જાહેરાત કર્યા વિના બ્રાન્ડ માટે આ રીતે લિંગ જાહેર કરવું ખૂબ જ બિન વ્યવસાયિક છે. બીજા એક એ લખ્યું કે ‘ભારતમાં જન્મ પહેલા બાળકનું લિંગ જાણવું ગેરકાયદેસર છે. જો દીપિકાને ખબર હોય તો પણ તે જાહેરાત ન કરી શકે.’ 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yami Gautam Baby  : યામી ગૌતમ બની માતા, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ; નામનું કનેક્શન છે સીધું વેદો સાથે..

    Yami Gautam Baby : યામી ગૌતમ બની માતા, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ; નામનું કનેક્શન છે સીધું વેદો સાથે..

     News Continuous Bureau | Mumbai 

    Yami Gautam Baby : અભિનેત્રીઓ યામી ગૌતમ અને આદિત્ય ( Aditya Dhar ) ધર લાંબા સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે, દરેક જણ તેના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહનો અંત આવ્યો છે. યામીએ પુત્રને જન્મ આપ્યો છે. આ જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. એટલું જ નહીં તેણે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.

    Yami Gautam Baby :10 મેના રોજ પુત્રને જન્મ આપ્યો

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રી યામીએ જણાવ્યું કે તેણે 10 મેના રોજ પુત્રને ( baby boy ) જન્મ આપ્યો હતો. તે અક્ષય તૃતીયાનો ( Akshaya Tritiya ) દિવસ હતો, જેને હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. તેણે એક તસવીર પણ શેર કરી છે. તેના પર લખ્યું હતું, “અમને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરે પુત્ર આવ્યો છે. કૃપા કરીને તમારો પ્રેમ અને આશીર્વાદ આપો.”

    Yami Gautam Baby :પુત્રનું નામ વેદવિદ રાખવામાં આવ્યું

    યામી ગૌતમ અને આદિત્ય ધરે જણાવ્યું કે તેમના પુત્રનું નામ વેદવિદ ( Vedavid ) રાખવામાં આવ્યું છે. જેનો અર્થ છે ‘વેદનું જ્ઞાન ધરાવનાર’. ‘વિદ’ એટલે જ્ઞાન. તેણે તસવીર પોસ્ટની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું, “અમે અમારા પ્રિય પુત્ર વેદવિદના આગમનની જાહેરાત કરતા ઉત્સાહિત છીએ, ( Yami Gautam baby name ) જેમણે અક્ષય તૃતીયાના શુભ દિવસે તેના જન્મથી અમને ગર્વ અનુભવ્યો છે. કૃપા કરીને તેને આશીર્વાદ આપો.

     

    View this post on Instagram

     

    A post shared by Aditya Dhar (@adityadharfilms)

    આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election 2024 Phase 5 : “અહીં ખૂબ ખરાબ પરિસ્થિતિ..”; મુંબઈના આ વિસ્તારમાં ઈવીએમ મશીન બંધ થતા અભિનેતા આદેશ બાંદેકર થયા ગુસ્સે. જુઓ વિડીયો

    Yami Gautam Baby :જૂન 2021માં થયા હતા લગ્ન

    યામી અને આદિત્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાની સાથે જ ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને ચાહકોએ તેમને અભિનંદન અને તેમના પુત્રને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું.

    જણાવી દઈએ કે યામી ગૌતમ અને આદિત્ય ધરના લગ્ન જૂન 2021માં થયા હતા. આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ અને પરંપરાગત રીતે થયા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં યામીએ તેની ફિલ્મ ‘આર્ટિકલ 370’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Vikrant massey: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેતા એ પોસ્ટ શેર કરી આપી માહિતી

    Vikrant massey: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેતા એ પોસ્ટ શેર કરી આપી માહિતી

    News Continuous Bureau | Mumbai

    Vikrant massey: 12 મી ફેલ અભિનેતા વિક્રાંત મેસી તેની ફિલ્મ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે તેની ખુશી માં વધારો થયો છે. અભિનેતા વિક્રાંત મેસી પિતા બન્યો છે. તેની પત્ની સહિત ઠાકુરે એક પુત્ર ને જન્મ આપ્યો છે. આ વાત ની માહિતી અભિએન્ટ એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. અને આ સાથે તેની ખુશી પર્ણ વ્યક્ત કરી છે. 

    આ સમાચાર પણ વાંચો : Urfi javed: ફરી અતરંગી ડ્રેસ માં જોવા મળી ઉર્ફી જાવેદ, અભિનેત્રી નો ડ્રેસ જોઈ લોકો એ પકડી લીધું માથું, જુઓ વિડિયો

    વિક્રાંત મેસી એ શેર કરી પોસ્ટ 

    વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને તેમાં લખ્યું છે કે, “અમે 07.02.2024 ના દિવસે અમારી પાસે એક છે. અમે અમારા પુત્રના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છીએ. શીતલ અને વિક્રાંત તરફથી ઘણો પ્રેમ.”

     

    View this post on Instagram

     

    A post shared by Vikrant Massey (@vikrantmassey)


     

    તમને જણાવી દઈએ કે, વિક્રાંત મેસી એ શીતલ ઠાકુર ને થોડો સમય ડેટિંગ કર્યા બાદ ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Bhopal:  ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

    Bhopal: ભોપાલમાં સાત મહિનાના સૂતેલા માસૂમ બાળક સાથે રખડતા કૂતરાઓએ કર્યું આ કામ.. પોલીસ તપાસ ચાલુ.

    News Continuous Bureau | Mumbai

    Bhopal: ભોપાલમાં શુક્રવારે એક દર્દનાક ઘટના સામે આવી હતી. અયોધ્યા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવ નગર બસ્તી પાસે રહેતી એક મહિલા તેના છ મહિનાના બાળકને સૂતેલું છોડીને થોડીવાર માટે બહાર ગઈ હતી ત્યારે રખડતા કૂતરાઓ ( Stray dogs ) સુતેલા બાળકને ઘરની બહાર ખેંચી ગયા હતા અને કૂતરાઓએ આ સાત મહિનાના બાળકને ( Baby Boy  ) ફાડી ખાધું હતું. તેનો એક હાથ કુતરાઓ ખાઈ ગયા હતા. બાળકના માથા અને પેટ સહિત સમગ્ર શરીર પર કરડવાના નિશાન હતા. પરિવારના સભ્યો બાળકની શોધમાં જ્યારે પહોંચ્યા હતા. ત્યારે બાળકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.  

    પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર એક મજુર વર્ગ છે. જે કેન્ટોનમેન્ટ પ્લેટો બિલખીરિયામાં તેના પરિવાર સાથે રહે છે. ફરિયાદી માતા પિતા મીનલ રેસિડેન્સી વિસ્તારના ગેટ નંબર ચાર પાસે સફાઈનું કામ કરે છે. બંને ગુરુવારે અહીં કામ કરવા પહોંચ્યા હતા. સવારે 10 વાગે બાળકને દૂધ પીવડાવી સૂતેલુ મુકી મહિલા કામ કરવા બહાર ગઈ હતી. દરમિયાન, આ સુતેલા બાળકને રખડતા કૂતરાઓ તેના ઘરથી દૂર ખેંચી ગયા હતા. માતા જ્યારે પાછી આવી ત્યારે બાળકને ન જોઈને તે ચોંકી ગઈ હતી અને તેણે તરત જ તેના પતિને ઘરે બોલાવ્યો હતો. જે બાદ વિસ્તારના લોકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળમાં લોકોને બાળક થોડે દૂર મળી આવ્યું હતું પરંતુ તે પહેલાથી જ મૃત્યુ પામેલ હાલમાં હતું. બાળકના સમગ્ર શરીર પર કરડવાના ( Bitten ) નિશાન હતા. તેમજ રખડતા કૂતરાઓ બાળકનો એક હાથ સંપૂર્ણપણે ખાઈ ગયા હતા.

    પોલીસ તપાસ ચાલુ થઈ…

    મોત બાદ તેના માતા-પિતા આઘાતની સાથે સ્તબ્ધ ગયા હતા. તેથી તેઓએ કંઈપણ જાહેર કર્યા વિના બાળકના મૃતદેહને ( dead body ) દફનાવી દીધો હતો. આ મામલે અયોધ્યા નગર પોલીસ ( Bhopal Police ) સ્ટેશનને કહ્યું હતું કે બાળકના માતા-પિતાનું દિલ ભાંગી પડ્યું છે. એટલા માટે તેઓએ હજુ સુધી જણાવ્યું નથી કે બાળકને ક્યાં દફનાવવામાં આવ્યું છે. તેથી આ મામલે માતા પિતાનું નિવેદન લીધા બાદ જ મૃતદેહને બહાર કાઢવામાં આવશે અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખબર પડશે કે બાળકનું મોત કૂતરાના કરડવાથી થયું કે અન્ય કોઈ કારણથી.

    આ સમાચાર પણ વાંચો : Amit Shah: અમૃતકાળની આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંકલ્પથી સિદ્ધિમાર્ગનું સશક્તીકરણ થયું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ

    પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી ન લઈને ઢાંકપિછોડો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઘટના બન્યા બાદ લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી પરિવારજનોએ પોલીસને સોગંદનામું આપ્યું હતું અને પોસ્ટમોર્ટમ ( Postmortem ) કરાવવાની ના પાડી દીધી હતી. તેથી આ મામલામાં પોલીસે કંઈ કર્યું ન હતું. શુક્રવારે જ્યારે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે સાંજે 7.15 વાગ્યે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

  • Arjun Rampal : ચોથી વખત પિતા બન્યો અર્જુન રામપાલ, ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા એ આપ્યો બીજા બાળક ને જન્મ

    Arjun Rampal : ચોથી વખત પિતા બન્યો અર્જુન રામપાલ, ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા એ આપ્યો બીજા બાળક ને જન્મ

    News Continuous Bureau | Mumbai

    Arjun Rampal : બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ માટે જબરદસ્ત હેડલાઈન્સ બનાવે છે. અભિનેતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા એ ચાર વર્ષ પહેલા એરિક નામના પુત્રને જન્મ આપ્યો હતો. ગેબ્રિએલાએ એપ્રિલ 2023 માં તેની બીજી ગર્ભાવસ્થાની ઘોષણા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બધાને ચોંકાવી દીધા હતા. હવે ગ્રેબિએલા બીજી વખત માતા બની છે, સાથે જ ફરીથી પિતા બનેલા અર્જુન રામપાલ પણ પોસ્ટ દ્વારા પોતાની ખુશી શેર કરતો જોવા મળ્યો છે.

    અર્જુન રામપાલે શેર કરી પોસ્ટ

    ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ અને અર્જુન રામપાલને તેમના બીજા સંતાન તરીકે પુત્રનો જન્મ થયો છે. અર્જુને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘હેલો વર્લ્ડ’ પ્રિન્ટેડ ટુવાલ સાથે વિન્ની-ધ-પૂહની તસવીર શેર કરી છે.અભિનેતાએ આ પોસ્ટને કેપ્શન આપ્યું છે, ‘મને અને મારા પરિવારને આજે એક સુંદર પુત્રનો આશીર્વાદ મળ્યો છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ડોકટરો અને નર્સોની અદ્ભુત ટીમનો આભાર. આપણે ચંદ્ર પર છીએ. તમારા બધા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હેલો વર્લ્ડ 20.07.2023.

     

    View this post on Instagram

     

    A post shared by Arjun Rampal (@rampal72)

    અર્જુન રામપાલ ચોથી વખત પિતા બન્યો છે

    અર્જુન રામપાલે મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમના સંબંધો સફળ ન થયા અને તેઓ અલગ થઈ ગયા. અર્જુનને પૂર્વ પત્નીથી બે પુત્રી માહિકા અને માયરા છે. તે જ સમયે, અભિનેતા મેહરથી છૂટાછેડા લીધા પછી મોડલ ગેબ્રિએલા સાથે સંબંધમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન અને ગેબ્રિએલા વર્ષ 2018માં એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. થોડા મહિના પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. દંપતીએ વર્ષ 2019માં પ્રથમ પુત્ર એરિકનું સ્વાગત કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો: Natural Farming: ગુજરાતના ખેડૂતો વળ્યા જૈવિક ખેતી તરફ, આટલા લાખથી વધુ ધરતીપુત્રોને અપાઈ પ્રાકૃતિક કૃષિ ખેત પદ્ધતિ અંગે તાલીમ..