• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bollywood actress - Page 2
Tag:

bollywood actress

Today is the birthday of Juhi Chawla, the top actress of the 90s, who started her career with this film
ઇતિહાસમનોરંજન

Juhi Chawla : આજે છે 90ના દાયકાની ટોચની અભિનેત્રી જુહી ચાવલાનો જન્મદિવસ, આ ફિલ્મથી કરી હતી કારકિર્દીની શુરુઆત

by Hiral Meria November 8, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Juhi Chawla :1967 માં આ દિવસે જન્મેલી, જુહી ચાવલા એક ભારતીય અભિનેત્રી ( Indian actress ) , ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગસાહસિક છે.  ફિલ્મો માં આવતા પહેલા જુહીએ વર્ષ 1984માં મિસ ઈન્ડિયા નો ખિતાબ જીત્યો હતો. તેણે 1986માં આવેલી ફિલ્મ સલ્તનત થી હિન્દી ફિલ્મોમાં ( Bollywood Actress ) કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે અભિનેત્રીને 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સામે આમિર ખાન હતો. 

આ પણ વાંચો :  Aniruddha Brahmbhatt : 11 નવેમ્બર 1937 ના જન્મેલા, અનિરુધ્ધ લાલજી બ્રહ્મભટ્ટ ગુજરાતી લેખક હતા.

November 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
birthday of Bollywood beauty Aishwarya Rai, who appeared in front of the camera for the first time in 9th standard.
ઇતિહાસમનોરંજન

Aishwarya Rai Bachchan : આજે છે બોલિવુડની સુંદરી ઐશ્વર્યા રાયનો 50મો જન્મદિવસ, 9માં ધોરણમાં પહેલી વાર કેમેરા સામે આવી હતી.

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Bachchan : 1973 માં આ દિવસે જન્મેલી, ઐશ્વર્યા રાય બચ્ચન એક ભારતીય અભિનેત્રી ( Indian actress ) છે.  એક વખત મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યાની ગણતરી વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં થાય છે. તેણે હિન્દી સિવાય તમિલમાં પણ ઘણી ફિલ્મો કરી છે.  જ્યારે તે 9માં ધોરણમાં હતી ત્યારે તેણે પેન્સિલ કંપની માટે જાહેરાત કરી હતી. અભિનેત્રીએ ( Aishwarya Rai Bachchan ) હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ઐશ્વર્યાને ( Bollywood Actress ) હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસ સહિત અનેક પ્રકારની ફિલ્મો માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે

આ પણ વાંચો :  Sardar Vallabhbhai Patel : આજે છે ‘ભારતના આયર્ન મેન’ તરીકે ઓળખાતા સરદાર પટેલની જન્મ જયંતી.. તેઓ એક ભારતીય બેરિસ્ટર હતા..

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
rekha birthday special know actress net worth
મનોરંજન

Rekha birthday: સાવન ભાદોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી રેખા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

by Zalak Parikh October 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rekha birthday: બોલિવૂડની દિગ્ગ્જ અભિનેત્રી રેખા આજે તેનો 70 મો જન્મદિવસ ઉજવી રહી છે.આ ઉંમરે પણ રેખા સુંદરતા ની બાબત માં આજ ની યુવા અભિનેત્રીઓ ને પણ પાછળ છોડી દીધી છે. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ મદ્રાસમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખાએ 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેના માટે તેને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.સાવન ભાદોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી રેખા આજે કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

આ સમાચાર પણ વાંચો : 70th National Film Awards: મિથુન દા ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી લઈને માનસી પારેખ સુધી, જાણો કોને કયો એવોર્ડ મળ્યો.

રેખા ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ રેખા  332 કરોડ ની સંપત્તિ ની માલકીન છે. મીડિયા રિપોર્ટ મુજબ રેખાની મુંબઈમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ ઘણી પ્રોપર્ટી છે. જેની પાસેથી તે લાખોનું ભાડું વસૂલે છે.રેખા જ્યારે સાંસદ અને રાજ્યસભા ની સભ્ય હતી, ત્યારે તેને દર વર્ષે 65 લાખ રૂપિયાનું ગુજરાન અને પગાર મળતો હતો.રેખા ઘણીવાર ટીવી શોમાં જોવા મળે છે. જેના માટે તેને ભારે ફી ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રેખા ને કોઈ ઉદ્ઘાટન માં  રિબન કાપવા માટે પણ સારી એવી રકમ મળે છે. તેમજ રેખા જાહેરાતો માંથી પણ ઘણી કમાણી કરે છે.આ સિવાય રેખા પાસે ઘણી લકઝરી ગાડીઓ પણ છે. 

 

View this post on Instagram

 

A post shared by Rekha (@legendaryrekha)


રેખા ની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ વધુ ચર્ચામાં રહી છે. રેખા અને વિનોદ મહેરા ના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ છે પરંતુ રેખાએ ક્યારેય આ વાત સ્વીકારી નથી. રેખાનું અમિતાભ બચ્ચન સાથે પણ લાંબા સમયથી અફેર હતું. વર્ષ 1990માં રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા પરંતુ લગ્નના થોડા મહિનાઓ બાદ તેના પતિનું અવસાન થયું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ratan tata fell in love four times
મનોરંજન

Ratan tata love story: જીવનભર અપરિણીત રતન ટાટાને ચાર વાર થયો હતો પ્રેમ, બોલિવૂડ ની આ અભિનેત્રી સાથે ડેટિંગ ના સમાચાર પણ આવ્યા હતા સામે

by Zalak Parikh October 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ratan tata love story: રતન ટાટા એ 86 વર્ષ ની અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા તેમની સાદગી અને સરળ સ્વભાવ માટે જાણીતા હતા. રતન ટાટાના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લગ્ન કર્યા ન હતા. પરંતુ, તેઓ ચાર વખત પ્રેમ માં પડ્યા હતા.તેમજ બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલ સાથે તેમના ડેટિંગ ના સમાચાર પણ સામે આવ્યા હતા.રતન ટાટા એ તેમના એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : 70th National Film Awards: લાઇટ્સ, કૅમેરા, ઍવૉર્ડ્સ! રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કર્યા એનાયત, મિથુન ચક્રવર્તી સહિત આ કલાકારોને મળ્યા એવોર્ડ.

રતન ટાટા ની લવ લાઈફ 

રતન ટાટા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું  કે,તેમના જીવનમાં એકવાર નહીં પણ ચાર વખત પ્રેમે દસ્તક આપી હતી, પરંતુ મુશ્કેલ સમય છતાં તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો. તેમનું સમગ્ર ધ્યાન ટાટા ગ્રુપને ભારતમાં આગળ લઈ જવા પર હતું.રતન ટાટા એ એમ પણ કહ્યું કે લગ્ન ન કરવાનો નિર્ણય તેમના માટે સાચો સાબિત થયો, કારણ કે જો તેમને લગ્ન કર્યા હોત તો પરિસ્થિતિ ઘણી જટિલ બની હોત.આ ઉપરાંત બોલિવૂડ અભિનેત્રી સિમી ગરેવાલ સાથે તેમના ડેટિંગ ના સમાચાર પણ સામે આવ્યા હતા.સિમી ગરેવાલ એ  એક જૂના ઈન્ટરવ્યુમાં રતન ટાટા સાથે રિલેશનશિપમાં હોવાની વાત સ્વીકારી હતી.

They say you have gone ..
It’s too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV

— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024


રતન ટાટા ના નિધન પર સિમી ગરેવાલ એ રતન ટાટા સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી અને લખ્યું – “તેઓ કહે છે કે તમે ગયા છો… તમારા જવાનું દુ:ખ સહન કરવું ખૂબ મુશ્કેલ છે… ખૂબ જ મુશ્કેલ… મારા મિત્રને અલવિદા. ” સિમી ગરેવાલ એ વર્ષ 2011 માં આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે,  “રતન અને મારો લાંબા સમયથી સંબંધ છે. તે સંપૂર્ણતા છે. તે રમૂજની ભાવના ધરાવે છે, નમ્ર છે અને સંપૂર્ણ સજ્જન છે. પૈસા તેના માટે ક્યારેય ચાલકબળ નથી રહ્યા. તેઓ ભારતમાં જેટલા રિલેક્સ નથી જેટલા વિદેશમાં છે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Today is the birth anniversary of Sridevi, one of Bollywood's most influential actresses, who made her Bollywood debut as a child artist with this film.
ઇતિહાસ

Sridevi: આજે છે બોલિવૂડની સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક શ્રીદેવીની બર્થ એનિવર્સરી, આ ફિલ્મથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો

by Hiral Meria August 6, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Sridevi:  1963 માં આ દિવસે જન્મેલી, શ્રી અમ્મા યંગર અય્યપન, વ્યવસાયિક રીતે શ્રીદેવી તરીકે ઓળખાય છે, તે એક ભારતીય અભિનેત્રી ( Indian actress ) હતી. જેમણે તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. નવ વર્ષની ઉંમરે ‘રાની મેરા નામ’ માં બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં ( Bollywood actress  ) પ્રવેશ કર્યો હતો. પોતાની મહેનત પર શ્રીદેવીએ ધીરે ધીરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી. 19 વર્ષની ઉંમરે, તેણે અમોલ પાલેકર સાથેની ફિલ્મ ‘સોલવા સાવન’ દ્વારા અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. શ્રીદેવીને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા

આ  પણ વાંચો:  International Left Handers Day: આજે છે ઇન્ટરનેશનલ લેફ્ટ હેન્ડર્સ દિવસ, જાણો કોણે કરી હતી આ દિવસની ઉજવણીની શરૂઆત..

August 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bollywood actress Dimple Kapadia's birthday today.. Worked for this film at the age of 15 only
ઇતિહાસમનોરંજન

Dimple Kapadia : બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા નો આજે જન્મદિવસ.. માત્ર 15 વર્ષની ઉંમરમાં આ ફિલ્મ માટે કર્યુ કામ

by Hiral Meria June 7, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Dimple Kapadia : બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો જન્મ 8 જૂન 1957ના એક ગુજરાતી પરિવારમાં થયો, તેમના પિતા ચુન્નીભાઇ કાપડિયા મુંબઇના એક જાણીતા ઉદ્યોગપતિ હતા. માત્ર 15 વર્ષની ઉંમરમાં ડિમ્પલે ( Bollywood actress ) ફિલ્મ બૉબી માટે કામ કર્યુ. ઋષિ કપૂર સાથે કરેલી પહેલી ફિલ્મ બૉબી માટે ડિમ્પલને ફિલ્મફેર બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો. 

આ પણ વાંચો:  Tim Berners-Lee : 08 જૂન 1955 ના જન્મેલા, ટિમ બર્નર્સ લી એક અંગ્રેજી કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને એન્જિનિયર છે

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
actress aarti chabria pregnant flaunts baby bump
મનોરંજન

Aarti chabria: અક્ષય કુમાર સાથે આવારા પાગલ દીવાના માં જોવા મળેલી અભિનેત્રી આરતી છાબરિયા છે ગર્ભવતી, આટલી ઉંમરે આપશે તેના પહેલા બાળકને જન્મ

by Hiral Meria April 4, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Aarti chabria: બોલિવૂડ અભિનેત્રી આરતી છાબરિયા માતા બનવાની છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ખુશખબર આપી છે. અભિનેત્રીએ તેના બેબી બમ્પને ( pregnant ) ફ્લોન્ટ કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આરતી નો આ વિડીયો જોયા બાદ ઇન્ડસ્ટ્રી ના લોકો અને તેના ચાહકો અભિનેત્રી ને અભિનંદન પાઠવી રહ્યા છે. 

આરતી છાબરિયા નો વિડીયો

આરતી છાબરિયા ( Bollywood actress ) એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં અભિનેત્રી બ્લેક બોડીકૉન ડ્રેસ ( Bodycon dress ) માં બેબી બમ્પ ( baby bump ) ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ વિડિયો શેર કરતા, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘આ તે જગ્યા છે જ્યાં હું પહોંચી ગઈ છું… મારા જીવનની સૌથી સુંદર વાસ્તવિક ભૂમિકા બનાવવા, ઉછેરવા અને વધવા પર કેન્દ્રિત શ્રેષ્ઠ મહિનાઓનો આનંદ માણી રહી છું.’

આ સમાચાર પણ વાંચો :  Pakistan Threatening Letter: લાહોર હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોને સફેદ પાવડરવાળા ધમકીભર્યા પત્રો મળ્યા, ઝેરી સફેદ પાવડર પણ મળ્યો; પોલીસ તપાસ શરુ.

 

View this post on Instagram

 

A post shared by Aarti Chabria (@aartichabria)

તમને જણાવી દઈએ કે વર્ષ 2018 માં લગ્ન બાદ આરતી ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગઈ હતી. આરતી નો પતિ વિશારદ ટેક્સ કન્સલ્ટન્ટ છે. અભિનેત્રી હવે તેનો બધો સમય તેના પરિવાર અને પતિને સમર્પિત કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 4, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season
વેપાર-વાણિજ્ય

Reliance Jewels: રિલાયન્સ જ્વેલ્સ દ્વારા ઝાકઝમાળભર્યું સ્વર્ણબંગા જ્વેલરી કલેકશન રજૂ કરાયું : તહેવારની મોસમ માટે બંગાળને કાવ્યાત્મક સલામી

by Hiral Meria October 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Reliance Jewels: ભારતની સૌથી ભરોસાપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંથી ( jewelery brands) એક રિલાયન્સ જ્વેલ્સ દ્વારા બંગાળના ( Bengal )  કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસા દ્વારા પ્રેરિત મનોહર જ્વેલરી કલેકશન ( Jewelery Collection ) સ્વર્ણબંગા ( Swarn Banga ) રજૂ કરવામાં આવ્યું છે. આ કલેકશન પ્રદેશના ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતનની પવિત્રતા અને દુર્ગાપૂજાની ખૂબીઓની નાજુકતાને મઢી લે છે. રિલાયન્સ જ્વેલ્સ દ્વારા રજૂ કરાયેલા ભારતના અલગ અલગ પ્રદેશોથી પ્રેરિત થીમ આધારિત જવેલરી કલેકશન્સની સિરાઝમાં આ 8મું કલેકશન છે.

કલાકારોથી ભરચક ભવ્ય સંધ્યા વચ્ચે સ્વર્ણબંગા બોલીવૂડની અભિનેત્રી ( Bollywood actress ) કરિશ્મા કપૂર ( Karishma Kapoor) દ્વારા લોન્ચ કરાયું હતું, જેણે કલેકશન રજૂ કરવા સાથે શોસ્ટોપર તરીકે રેમ્પ પર વોક પણ કર્યું હતું.

આ લોન્ચ વિશે બોલતાં રિલાયન્સ જ્વેલ્સની સીઈઓ શ્રી સુનિલ નાયકે જણાવ્યું હતું કે, “બંગાળ તેના સ્વર્ણિમ કળાત્મક વારસા સાથે ભારતના કળા અને હસ્તકળાના ઈતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અમને ભારતના અલગ અલગ પ્રદેશથી પ્રેરિત જ્વેલરીની સિરીઝમાં આ 8મું કલેકસન આપણા રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓની ઉજવણી કરવાની અમારી કટિબદ્ધતાનો દાખલો છે. સ્વર્ણબંગા કલેકશન તેની સમકાલીન ડિઝાઈન, નાજુક કળાકારીગરી અને મનોહરતા સાથે નિશ્ચિત આવનારાં વર્ષોમાં અમારા ગ્રાહકોને ગમશે.”

વર્ષોનાં વહાણાં વીતવા સાથે દરેક કલેકશન સાથે રિલાયન્સ જ્વેલ્સે ભારતના ગતિશીલ ઈતિહાસનું પ્રતિબિંબ પાડતી કળાકૃતિઓમાં જ્વેલરીને પરિવર્તિત કરતાં સાંસ્કૃતિક પ્રવાસે તેના માનવંતા ગ્રાહકોને લઈ ગઈ છે. સ્વર્ણબંગા કલેકશન બંગાળની સંસ્કૃતિ અને કળાત્મક વારસાની ખૂબીઓને મઢીને આ વારસો ચાલુ રાખે છે. આ કલેકશન ફક્ત જ્વેલરી નથી, પરંતુ ભારતના ઈતિહાસની અભિવ્યક્તિ છે.

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

સન્માનનીય અતિથિ કરિશ્મા કપૂરે જણાવ્યું હતું કે, “મને ધારણ કરવાનો વિશેષાધિકાર મળ્યો તે ડાયમંડ શોસ્ટોપર ખરા અર્થમાં કળાકૃતિ છે. તે પશ્ચિમ બંગાળની ખૂબીઓને સુંદર રીતે એકત્ર ગૂંથે છે. તહેવારની મોસમ આવી રહી હોવાથી હું મનઃપૂર્વક દરેકને મનોહરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો સ્પર્શ ધરાવતું સ્વર્ણબંગા કલેકશન વસાવવા મનઃપૂર્વક ભલામણ કરું છું. તે ફક્ત જ્વેલરી નથી, પરંતુ બંગાળનો આત્મા અને વારસાનો નંગ છે, જે તમે ગૌરવ સાથે પહેરી શકો છો. હું આ કલેકશનથી ખરેખર મોહિત છું અને હું માનું છું કે આપણા ફેસ્ટિવ વોર્ડરોબમાં તે પરફેક્ત ઉમેરો બની રહેશે.”

આ સમાચાર પણ વાંચો : Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર દ્વારા અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે આર્મી ભરતી તાલીમ

સ્વર્ણબંગા કલેકશન રિલાયન્સ જ્વેલ્સની નોંધપાત્ર સિરીઝમાં 8મું છે, જ્યાં દરેક કલેકશન ભારતના વૈવિધ્યપૂર્ણ પ્રદેશોમાંથી પરંપરા, શિલ્પશાસ્ત્ર અને કળાકારીગરી પ્રદર્શિત કરે છે. દાખલા તરીકે, થાંજાવુર કલેકશન છોલા સામ્રાજ્યની ગત રાજધાની થાંજાવુર પરથી પ્રેરણા લે છે. આ જ રીતે મહાલયા કલેકશન મહારાષ્ટ્રની મનોહરતા દર્શાવે છે, જ્યારતે રણકાર કલેકશન કચ્છના રણના સૌંદર્યથી પ્રેરિત છે.

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

Reliance Jewels Launches Dazzling Swarnabanga Jewelery Collection: A Poetic Salute to Bengal for the Festive Season

ઉપરાંત રિલાયન્સ જ્વેલ્સનું કાસ્યમ કલેકશન બનારસની ભવ્યતાનો ચમકારો છે અને ઓડિશા પ્રેરિત ઉત્કલા કલેકશન દરિયાકાંઠાના પ્રદેશની સ્વર્ણિમતાની યાદ અપાવે છે, જ્યારે બ્રાન્ડનું ખાસ અતુલ્ય કલેકશન રાજસ્થાનના શાહી ભૂતકાળ અને મોગલ યુગની મનોહરતાની ઝાંખી કરાવે છે, જ્યારે અપૂર્વમ કલેકશન હમ્પીની શિલ્પશાસ્ત્રની અદભુતતા દર્શાવે છે.

સ્વર્ણબંગા કલેકશન હાલમાં બધા રિલાયન્સ જ્વેલ્સ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

સ્વર્ણબંગા કલેકશન વિશેઃ

સ્વર્ણબંગા કલેકશન બંગાળનું કાવ્યાત્મક સૌંદર્ય અને કળાત્મક વારસો દર્શાવે છે, જે નાજુક ટેરાકોટ્ટા મંદિરો, શાંતિનિકેતની પવિત્રતા અને દુર્ગાપૂજાની સ્વર્ણિમ ખૂબીઓનું દ્યોતક છે. ખાસ ચોકર્સ, નાજુક રીતે ઘડાયેલા લાંબા હાર, એરિંગ્સ અને બંગડીઓની સ્વર્ણિમ શ્રેણી સાથે સ્વર્ણબંગા કલેકશન બંગાળના આત્માનો દાખલો છે. તે તેની સંસ્કૃતિ અને પરંપરાઓને સમકાલીન જ્વેલરીમાં ગૂંથે છે.

સ્વર્ણબંગા કલેકશનની ફિલ્મ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://youtu.be/n-30TVEtQ9Y

 રિલાયન્સ જ્વેલ્સ વિશેઃ

રિલાયન્સ જ્વેલ્સ એ રિલાયન્સ રિટેઈલ લિ.નો હિસ્સો છે અને 200થી વધુ શહેરોમાં શોરૂમોમાં 400થી વધુ સ્ટોર અને શોપ-ઈન-શોપ્સ ચલાવે છે. બ્રાન્ડ સોનું, હીરા અને ચાંદીના દાગીનાનાં કલેકશન્સની અદભુત શ્રેણી ઓફર કરે છે. ડિઝાઈન અને કળાકારીગરી પર એકાગ્રતા સાથે બ્રાન્ડનું લક્ષ્ય તેના ગ્રાહકોને કળા, હસ્તકળા અને સમૃદ્ધ ભારતીય વારસાથી પ્રેરિત ખાસ અને અજોડ ડિઝાઈનર કલેકશન ઓફર કરવાનું છે.

 

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nushrratt Bharuccha trapped at israel
મનોરંજનMain Postઆંતરરાષ્ટ્રીય

Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.

by Hiral Meria October 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Israel war : હમાસ ( Hamas ) દ્વારા રોકેટ હુમલા ( Rocket attacks ) બાદ ઈઝરાયેલ ( Israel ) અને પેલેસ્ટાઈન ( Palestine ) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલમાં સ્થિતિ ખરાબ છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટ્રેસ ( Bollywood actress ) નુસરત ભરૂચા ( Nushrratt Bharuccha  ) ઈઝરાયેલમાં ફસાઈ ( Trapped ) ગઈ છે.

આ સમાચાર સાંભળ્યા પછી, ચાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે તેની ટીમે પણ કહ્યું છે કે અભિનેત્રીનો સંપર્ક થઈ શકતો નથી. જો નુસરત જલ્દી ન મળે તો ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Amitabh Bachchan : તાલિબાને બિગ બીના વખાણ કર્યા; અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ અમિતાભ બચ્ચનની પ્રશંસા કરી

October 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
madhubala was born on valentine day dilip kumar testimony broke her heart
મનોરંજન

વેલેન્ટાઈન ડે પર થયો હતો મધુબાલાનો જન્મ, દિલીપ કુમારની જુબાનીએ તોડી નાખ્યું હતું અભિનેત્રી નું દિલ

by Zalak Parikh February 14, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક મધુબાલાનો જન્મ પ્રેમના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે થયો હતો. 14 ફેબ્રુઆરીને પ્રેમનો દિવસ માનવામાં આવે છે, પરંતુ મધુબાલા જીવનભર સાચા પ્રેમ માટે તડપતી હતી.મધુબાલા મુગલ-એ-આઝમના સહ-કલાકાર દિલીપ કુમારના પ્રેમમાં હતી. બંનેનો પ્રેમ સલીમ-અનારકલી જેવો હતો. પરંતુ દિલીપ કુમાર ઉર્ફે યુસુફ ખાનના એક કૃત્યથી બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો.

 

મધુબાલા ની ફિલ્મી કરિયર 

મધુબાલાનો જન્મ 1933માં દિલ્હીમાં થયો હતો. અતાઉલ્લાહ ખાન અને આયેશા બેગમના 11 બાળકોમાંથી તેમના છ નાના ભાઈ-બહેન હતા. બે ટાઇમ ના રોટલા માટે નાની ઉંમરમાં જ કામ કરવા મજબૂર બન્યા હતા.બેબી મુમતાઝ ઉર્ફે મધુબાલા માત્ર 9 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી. બાળ કલાકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ બસંત હતી, જે 1942માં રિલીઝ થઈ હતી.મધુબાલાએ ‘નીલ કમલ’ ફિલ્મમાં રાજુમાર ની સામે મુખ્ય અભિનેત્રી તરીકે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. 1949માં તેને કમાલ અમરોહી ની ફિલ્મ ‘મહલ’થી ઓળખ મળી હતી. વર્ષ 1951માં ફિલ્મ ‘તરાના’ના શૂટિંગ દરમિયાન મધુબાલા દિલીપ કુમારને પસંદ કરવા લાગી હતી.તે જ સમયે મધુબાલા અને દિલીપ કુમારે મુગલ-એ-આઝમમાં સાથે કામ કર્યું હતું. 

 

મધુબાલા નું લગ્નજીવન 

મધુબાલાની બહેન મધુર ભૂષણે કહ્યું હતું કે કોર્ટમાં આપેલી જુબાનીના કારણે દિલીપ કુમાર અને મધુના સંબંધો તૂટી ગયા હતા વાત એમ હતી કે, બીઆર ચોપરાની ‘નયા દૌર’ માં દિલીપ અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું, જ્યારે ફિલ્મનું આગળનું શૂટિંગ ગ્વાલિયરમાં થવાનું હતું, પરંતુ મધુબાલાના પિતાએ તેમની પુત્રીને ડાકુ વિસ્તારમાં મોકલવાની ના પાડી દીધી હતી.આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં દિલીપ કુમારે મધુબાલા વિરુદ્ધ જુબાની આપી હતી. આનાથી અભિનેત્રીનું દિલ તૂટી ગયું, ત્યારબાદ બંને વચ્ચે મનમોટાવ થઇ ગયો. આ સંબંધ તૂટવાને કારણે મધુબાલા પણ તૂટી ગઈ હતી, તે બીમાર પડી ગઈ હતી. દરમિયાન, તેણીએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા. મધુબાલાએ વર્ષ 1960માં 27 વર્ષની ઉંમરે કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. બીમાર મધુનો જવાબ ડોક્ટરોએ આપી દીધો હતો. આ પછી કિશોર કુમારે પણ તેને એકલી છોડી દીધી.મધુબાલાના અંતિમ દિવસોમાં તેની સાથે કોઈ નહોતું, તે પ્રેમ માટે ઝંખતી હતી. પ્રેમના દિવસે જન્મેલી આ સુંદર અભિનેત્રીએ 23 ફેબ્રુઆરી 1969ના રોજ માત્ર 36 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.

 

February 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક