• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - change - Page 3
Tag:

change

રાજ્ય

આંધ્ર પ્રદેશમાં મોટુ ધીંગાણું. મંત્રીના ઘર પાસે આગચંપી, લોકો વિફર્યા. જાણો કારણ….

by Dr. Mayur Parikh May 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આંધ્ર પ્રદેશ(Andhra pradesh)ના અમલાપુરમાં નવા બનેલા કોનસીમા જિલ્લા(districet)નું નામ બદલવાને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. 

જિલ્લાનું નામ ન બદલવાની માંગ સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

ઉગ્ર પ્રદર્શનકારી(protest)ઓએ પરિવહનમંત્રી પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી. સતીશના ઘરને આગ ચાંપી દીધી તેમજ પોલીસના એક વાહન અને બસને સળગાવી દીધી.

એટલું જ નહીં પથ્થરમારો(stone pelting)માં 20 પોલીસજવાન(police officer) ઘાયલ થયા છે.

હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 144 લાગુ કરી દેવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો… એક સમયે વેક્સીન માટે લાઈન લાગતી હતી હવે 20 કરોડ ડોઝ નષ્ટ કરવામાં આવશે. જાણો વિગતે…

 

May 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

મોટા સમાચાર : રિઝર્વ બેંકે બદલ્યો બેંક ખુલવાનો સમય, હવે આજથી સવારે આટલા વાગ્યે ખુલશે.. 

by Dr. Mayur Parikh April 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેન્કએ નાણાકીય બજારના વેપારના સમયમાં પરિવર્તન કર્યુ છે. 

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર હવે ફરીથી બેંકો તેમના જૂના સમયથી ખુલશે.

એટલે કે બેંક ખુલવાનો સમય 10 વાગ્યાથી નહીં પરંતુ 09 વાગ્યાનો હશે. 

જોકે, બેંકોના બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે વાત એ છે કે, કોરોનાના વધતા સંક્રમણને કારણે બેંકો ખોલવાનો સમય દિવસ દરમિયાન ઘટાડી દેવામાં આવ્યો હતો

આ સમાચાર પણ વાંચો : ‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર

April 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

નવી ચાલુ થયેલી બે મેટ્રો રેલને કારણે બેસ્ટના રૂટમાં થશે આ ફેરફાર. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 2, 2022
written by Dr. Mayur Parikh

 મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)થી અંધેરી(પૂર્વ)થી દહિસર(પૂર્વ) વચ્ચે મેટ્રો-7 અને દહિસર(પશ્ર્ચિમ)થી ડીએન નગર વચ્ચે મેટ્રો-2એ આજથી ચાલુ કરી છે. તે પાર્શ્ર્વભૂમી પર પ્રવાસીઓની સગવડ માટે બે એપ્રિલથી અમુક બેસ્ટના રૂટમાં ફેરફાર કર્યા છે. 

મેટ્રો-2 (એ) સ્ટેશન પર આ બસ રૂટ ઉપલબ્ધ છે..

 

મેટ્રો સ્ટેશન      

 બસ સ્ટેન્ડ 

 બસ રૂટ

દહિસર            

ઘરતાન પાડા   

700, 706, 718

અપર દહિસર  

સેન્ટ મેરી સ્કૂલ, વિઠ્ઠલ રુક્મિણી મંદિર

207, 209, c12

કંદેરપાડા 

સેજ કોમ્પ્લેક્સ  

C12, A-240, A-245

મંડપેશ્વર 

સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ

C12, A-245

એક્સર

શાંતિ આશ્રમ, SK રિસોર્ટ 

C12

બોરીવલી વેસ્ટ

ડોન બોસ્કો

C12, 202, 224, 226, 244, 246, 247, 269, 277, 294, 461, 720

પહાડી એક્સર

શિંપવલીગાંવ

245, 247, 294, 296

કાંદિવલી 

કામરાજ નગર  

223, 280, C-12

દહાણુકરવાડી 

દહાણુકરવાડી 

204, 206, 207, 244, 246, 280, 281, 286,460

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળશે ટ્રાફિક જામથી છુટકારો, આજથી મેટ્રોના 2એ અને 7નો રૂટ પ્રવાસીઓની સેવામાં શરૂ, મેટ્રો લાઇનને લીલી ઝંડી બતાવશે સીએમ ઉદ્ધવ ઠાકરે

મેટ્રો 7 સ્ટેશનો પર આ બસ રૂટ ઉપલબ્ધ છે..

મેટ્રો સ્ટેશન            

 બસ સ્ટેન્ડ 

 બસ રૂટ

દહિસર 

 ઘરટનપાડા 

 700, 706, 718

ઓવરીપાડા 

જય મહાકાળી મંદિર 

207, 209, c12

રાષ્ટ્રીય ઉદ્યાન

ઓમકારેશ્વ મંદિર 

188, 293, 297, 298, 299, 470, 478, 498, 524, 629, 700, 701, 702, 703, 705, 706, 709,710, 718 

દેવીપાડા 

દેવીપાડા 

470, 478, 479, 498, 524, 701, 702, 703, 705, 706, 709, 710, 718

માગાથાણે 

માગાથાણે ટેલિફોન કેન્દ્રો  

209, 223, 226, 440, 461, 470, 478, 479, 498, 705, 706, 709, 710, 718

પોઈસર 

બી. એચ. એ. ડી

226, 440, 461, 470, 478, 498, 524, 701, 705, 706, 718, સી-71, સી-72, એ-300, એ-60

આકુર્લી 

બાણ ડોંગરી

282, 289, A287, A-288, A300

ફુરાર 

પુષ્પા પાર્ક 

 624, 281

દીંડોશી 

પઠાણવાડી

345, 601

આરે 

વિરવાણી એસ્ટેટ 

326, 327, 343, 344, 346, 349, 398, 460,489

એ સિવાય બેસ્ટ દ્વારા બે  નવા બસ રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. છે.

1. બસ રૂટ નં. આ A-647 બસ રૂટ શિવશાહી પ્રોજેક્ટથી મેટ્રો-7ના આરે  મેટ્રો સ્ટેશન દરમિયાન દોડશે. બસ નાગરી નિવારા પ્રોજેક્ટ, સામના પરિવાર, વાઘેશ્વરી મંદિર, ગોકુલધામ માર્કેટ, દિંડોશી ડેપો, વિરવાણી એસ્ટેટ, ગોરેગાંવ ચેકનાકા વચ્ચે દોડશે. 

2. બસ રૂટ નંબર 274 – આ બસ રૂટ કાંદિવલી સ્ટેશન (W) અને બંદર પાખાડી વચ્ચે મેટ્રો રેલ-2 (B) ના દહાણુકરવાડી સ્ટેશનથી દોડશે.

April 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

સેબીએ આઈપીઓના નિયમોમાં કર્યા ફેરફાર. જાણો વિગતે

by Dr. Mayur Parikh January 19, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

મંગળવાર.

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ પ્રારંભિક પબ્લિક ઑફર (IPO) અને તેની સાથેની ઑફર-ફોર-સેલ (OFS) સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે. સોમવાર 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ Unidentified Future Acquisitions માટે IPOમાંથી માત્ર મર્યાદિત રકમ જ ઉભી કરી શકાશે. તેમજ મુખ્ય શેરધારકો વતી વેચાણ માટે જતા શેરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.

એક મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ સેબીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એન્કર રોકાણકારોનો લોક-ઇન પિરિયડ ૯૦ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે અને હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સામાન્ય કંપનીની કામગીરી માટે આરક્ષિત ભંડોળ પર પણ નજર રાખશે. આ ઉપરાંત સેબીએ બિન-સંસ્થાકીય રોકાણકારો ને શેરની ફાળવણીની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ તમામ ફેરફારોને અમલમાં મૂકવા માટે સેબીએ (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) નિયમોના વિવિધ પાસાઓમાં ફેરફારો કર્યા છે. સેબીએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે ઘણી નવી ટેક્નોલોજી કંપનીઓ આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરવા માટે નિયમનકારને વધુને વધુ અરજીઓ સબમિટ કરી રહી છે.

સેબીએ જણાવ્યું હતું કે જો કોઈ કંપની તેના આઈપીઓ દસ્તાવેજમાં ભાવિ એક્વિઝિશન અથવા રોકાણને ચિહ્નિત કરતી નથી તો સૂચિત રકમ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમના 35% કરતાં વધુ નહીં હોય. જો કે સેબીએ જણાવ્યું છે કે ભાવિ એક્વિઝિશન અથવા રોકાણનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો પ્રતિબંધ લાગુ થશે નહીં.

દેશમાં કોરોનાની ગતિ કંટ્રોલની બહાર, આજે ફરી 2.8 લાખથી વધારે કેસ આવ્યા સામે; જાણો લેટેસ્ટ ડેટા.

નિષ્ણાતોનું કહેવું છે કે, સેબીના નવા નિયમો કેટલીક યુનિકોર્ન કંપનીઓની ભંડોળ એકત્ર કરવાની યોજનાને અસર કરશે. વધુમાં, સેબીએ જણાવ્યું હતું કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે એકત્ર કરાયેલા ભંડોળની દેખરેખને રેટિંગ એજન્સીઓના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. 

વર્ષ 2022નો પહેલો IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર AGS Transact Technologies આ IPO લાવી રહી છે. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. IPO 21 જાન્યુઆરીએ બંધ થશે.

AGS Transact Technologiesએ શરૂઆતમાં તેના IPOનું કદ રૂ. 800 કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. 680 કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ IPO 1 ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ 677.58 કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.

બનતા પહેલા જ બગડ્યું. કોંગ્રેસ વિરોધી નિવેદનને લીધે ગોવામાં કોંગ્રેસ આ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. 

January 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

પરિવર્તનનો પવન ફુંકાયો : આ ઇસ્લામિક દેશમાં શુક્રવારે બધું ખુલ્લું રહેશે… જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

ગુરુવાર.

જાન્યુઆરી મહિનાથી અમલમાં આવનાર યુએઇ સરકારના આ ર્નિણયના કારણે તે અખાત પ્રદેશમાં પશ્ચિમની પદ્ધતિએ કામકાજનો સમયગાળો નક્કી કરનાર જૂજ સ્થળો પૈકીનું એક બની જશે, કેમ કે અખાત પ્રદેશમાં આવેલા મોટાભાગના આરબ દેશોએ સત્તાવાર રીતે કામકાજના સપ્તાહ તરીકે રવિવારથી ગુરૂવારનો સમય નક્કી કર્યો છે. સરકારી કર્મ્ચારીઓને શુક્રવારના રોજ અડધો દિવસ કામ કરવાનું રહેશે અને ત્યારબાદ તેઓ શનિવાર અને રવિવાર વીકએન્ડ તરીકે મનાવશે એમ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવાર આરબ રાષ્ટ્રો માટે સૌથી મહત્વનો દિવસ ગણાય છે કેમ કે તે દિવસે તમામ મુસ્લિમો ફરજિયાત નમાઝ અદા કરે છે.  સરકારના આ ર્નિણયનો યુએઇની શાળાઓ અને ખાનગી ઉદ્યોગો અક્ષરસઃ પાલન કરશે. જાે કે ઇરાન અને અફઘાનિસ્તાન જેના દેશોમાં આજે પણ કામકાજનું સપ્તાહ શનિવારથી બુધવાર સુધીનું અમલમાં છે.યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ની સરકારે મંગળવારે કહ્યું હતું કે હવેથી સત્તાવાર રીતે કામકાજનું સપ્તાહ સોમવારથી શુક્રવાર સુધીનું રહેશે. યુએઇની સરકાર દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો નીતિવિષયક ફેરફાર છે જેના કારણે હવે તે પશ્ચિમના દેશોની હરોળમાં આવી જશે, એટલું જ નહીં પરંતુ આ ફેરફાર સાથે તે પશ્ચિમના દેશોનું અનુકરણ કરનાર સૌ પ્રથમ આરબ રાષ્ટ્ર પણ બની જશે.

 

કોરોના દરમિયાન ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી આર્થિક અસમાનતા, સામે આવ્યા આ આંકડા 
 

December 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શું TMC પાર્ટીનું નામ બદલાશે? મુખ્યમંત્રી મમતા બેનર્જી ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

બુધવાર 

રાષ્ટ્રીય વિસ્તરણની આકાંક્ષા ધરાવતી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMCની અંદર પાર્ટીનું નામ બદલવાની પણ ચર્ચા ચાલી રહી છે. 

ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ મીડિયાને કહ્યું કે પાર્ટીનું નામ બદલવા પર પાર્ટીની અંદર ચર્ચા ચાલી રહી છે, જો કે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સાથે જ ટીએમસી તેના બંધારણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે જેથી કરીને અન્ય રાજ્યોના લોકોને પણ પાર્ટી વર્કિંગ કમિટીમાં સામેલ કરી શકાય. 

હાલમાં ટીએમસી વર્કિંગ કમિટીમાં બંગાળના નેતાઓનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહેલી ટીએમસીની નજર અન્ય રાજ્યો પર પણ છે. 

December 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

કાયદામાં સહુથી કડક મનાતા આ દેશે કર્યા મોટા કાયદાકીય ફેરફાર; 2 જાન્યુઆરી 2022થી અમલમાં મૂકાશે કાયદા; જાણો વિગતે

by Dr. Mayur Parikh November 29, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

સોમવાર

સાઉદી અરેબિયાના કાયદા વિશ્વમાં ખૂબ કડક કાયદા માનવામાં આવે છે. હવે ઇતિહાસમાં સૌથી મોટા કાનૂની સુધારા આ દેશમાં કરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સુધારો કર્યો છે. કાયદાકીય વ્યવસ્થાને વધુ વિકસિત કરવા માટે તેના વર્તમાન કાયદાઓમાં ફેરફાર કર્યા છે. આમાં નકલી સમાચાર, ઓનલાઈન ગુના, દારૂના સેવન અને વેચાણ સંબંધિત કાયદાનો સમાવેશ થાય છે. આ નવા કાયદાકીય સુધારા 2 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.

 UAEના પ્રેસિડેન્ટ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નહ્યાન દ્વારા આ કાયદાકીય સુધારાઓને મંજૂરી અપાઇ છે, જે આર્થિક અને વ્યવસાયિક તકોને મજબૂત કરશે, સામાજિક સ્થિરતા વધારશે અને વ્યક્તિગત અને સંસ્થાકીય અધિકારોને સુનિશ્ચિત કરશે. 

દક્ષિણ ભારતના આ  રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત, આટલા જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર

સાઉદી અરેબિયાના નવા કાયદા:-

કાયદાકીય સુધારાઓમાં સૌથી મહત્વની જોગવાઈ એ છે કે આ કાયદો એવી કોઈપણ વ્યક્તિ પર લાગુ થશે જે સાઉદી અરેબિયાના નાગરિકની પૂર્વયોજિત હત્યા કરે અથવા તેમાં સામેલ હોય. ભલે ગુનો દેશની બહાર થયો હોય. ઉપરાંત આ કાયદા દ્વારા ઓનલાઈન ગુનાઓ પર અંકુશ લગાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર, અફવાઓ અને વ્યક્તિગત ગોપનીયતા અને અધિકારોનું રક્ષણ આપવા માટે રહેશે.

આ કાયદાકીય સુધારાઓમાં ફેક ન્યૂઝ અને ખોટા સમાચાર સંબંધિત વિવિધ જોગવાઈઓનો સમાવેશ થાય છે. નવો કાયદો કોર્ટને ઉપકરણ, સોફ્ટવેર અને સામગ્રીને જપ્ત કરવાની સત્તા આપે છે. કોર્ટને ઓનલાઈન પર થતી ખોટી અને ભ્રામક જાહેરાતો અને પ્રચારો સામે પગલાં લેવાનો અધિકાર છે. તે સિવાય ક્રિપ્ટોકરન્સી અને મેડિકલ પ્રોડક્ટ્સ, સપ્લીમેન્ટ્સમાં ગેરકાયદેસર વેપારને લગતા કાયદા પણ છે.

નવા કાયદા હેઠળ જાહેર સ્થળો અથવા અનધિકૃત સ્થળોએ દારૂનું સેવન ગેરકાયદે ગણવામાં આવશે. ઉપરાંત, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સાઉદી અરેબિયામાં સ્થાનિક અને પ્રાંતીય સ્તરે ચર્ચા બાદ આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. કાયદાઓ તૈયાર કરવા માટે છેલ્લા 5 મહિનામાં 50 પ્રાંતીય અને સ્થાનિક સત્તામંડળોમાં કામ કરતા 540 નિષ્ણાતો અને વિદ્વાનોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

ભારતમાં આટલા કરોડ રખડતા કૂતરા અને બિલાડીઓ; ઓલ પેટ્સ વોન્ટેડ ઇન્ડેક્સમાં ભારત સહુથી પાછળ; જાણો વિગતે
 

November 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દહિસરના આનંદ નગરના રહેવાસીઓ થયા ખુશ:- મેટ્રો-2ના સ્ટેશનનું અપર દહિસરને બદલે આ નામ રખાયું

by Dr. Mayur Parikh November 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

શુક્રવાર

ટૂંક સમયમાં અંધેરીના ડી એન નગરથી દહિસર સુધીની મેટ્રો 2 શરૂ થવાની શક્યતા છે. ત્યારે આનંદ નગર વિસ્તારમાં આવેલા મેટ્રો-2ના સ્ટેશનના નામ બાબતે થોડા સમય પહેલાં દહિસર વાસીઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેથી સ્ટેશનનું નામ અપર દહિસરને બદલે હવે આનંદ નગર કરવામાં આવ્યું છે. આ સંદર્ભે વિવિધ પક્ષોના લોકોએ MMRDA વહીવટીતંત્રમાં અરજી કરી હતી અને સ્ટેશનનું નામ બદલવાની માગ કરી હતી. તે મુજબ નામ બદલવામાં આવ્યું છે અને સ્થાનિકોએ તેના માટે વહીવટીતંત્રનો આભાર માન્યો છે.

ઈરાન બાદ હવે આ દેશમાંથી આવ્યા કાંદા, ગ્રાહકોની સાથે જ ખેડૂતોને પણ રડાવી રહ્યા છે; જાણો વિગત

અંધેરી પશ્ચિમ ડીએન નગર દહિસર મેટ્રો 2 ની ટ્રાયલ રનનું ઉદ્ઘાટન થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ દહિસરના સ્થાનિક લોકો સ્ટેશનના નામથી નારાજ હતા. દહિસર વિસ્તાર પહોળો હોવા છતાં મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે આનંદ નગરની હદમાં છે. તેથી અહીંના મેટ્રો સ્ટેશનને અપર દહિસર નામ આપવું સ્થાનિક લોકોને સ્વીકાર્ય ન હતું. એટલા માટે તેના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

આ સંદર્ભે વિવિધ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ એમએમઆરડીએના કમિશનરને મળ્યું હતું અને સ્ટેશનનું નામ બદલવા વિનંતી કરી હતી. સ્થાનિક લોકોની આ માગને લઈને MMRDA કમિશનરે 15 નવેમ્બર 2021ના રોજ દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનને પત્ર લખ્યો હતો.જેના જવાબમાં તેઓએ વિનંતી સ્વીકારી અને 24મી નવેમ્બર 2021ના રોજ આ સ્ટેશનનું નામ અપર દહિસરથી બદલીને આનંદનગર મેટ્રો સ્ટેશન કરવામાં આવ્યું અને આગળની તમામ સત્તાવાર પ્રક્રિયાઓ માટે આ જ નામનો ઉપયોગ થશે.

November 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભોપાલના આ રેલવે સ્ટેશનનું નામ બદલાશે, કેન્દ્રને મોકલવામાં આવ્યો પ્રસ્તાવ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh November 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

શનિવાર.

ભોપાલના હબીબગંજ સ્ટેશનનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. 

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે કેન્દ્ર સરકારને હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ સ્ટેશન રાખવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.

મધ્ય પ્રદેશ પરિવહન વિભાગના ઉપસચિવ વંદના શર્મા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન રાખવાની વિનંતી કરવામાં આવી છે.

 પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 16મી સદીમાં ભોપાલ પ્રદેશ ગોંડ શાસકો હેઠળ હતો અને ડોંડ રાજ સૂરજ સિંહ શાહના પુત્ર નિઝામશાહના લગ્ન રાણી કમલાપતિ સાથે થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે તેનું નવા નામ સાથે ઉદ્ઘાટન કરવાના છે. 

ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ કરી હતી 

November 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

1 એપ્રિલ 2022થી 19 વસ્તુઓ માટે નવા પેકેજિંગ નિયમો લાગુ; વાંચો નિયમો અને જાણો તેનાથી ગ્રાહકોને શું ફાયદો થશે

by Dr. Mayur Parikh November 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

શુક્રવાર

સરકાર આવતા વર્ષે એપ્રિલથી વસ્તુઓ માટે નવા પેકેજિંગ નિયમો લાગુ કરવા જઈ રહી છે. તેનો ઉદ્દેશ ગ્રાહકોને કોઈપણ પેકેજ્ડ આઈટમ ખરીદતા પહેલા યોગ્ય નિર્ણય લેવા માટે સશક્ત કરવાનો છે. નવા પેકેજિંગ નિયમો 1 એપ્રિલ 2022થી અમલમાં આવશે. આ નિયમ અનુસાર માલનું ઉત્પાદન કરતી કંપનીઓએ MRP સાથે પેકેટ પર માલના યુનિટ/પ્રતિ કિલોગ્રામની કિંમત લખવી પડશે. દૂધ, ચા, બિસ્કિટ, ખાદ્ય તેલ, લોટ, બોટલ્ડ વોટર, બેબી ફૂડ, કઠોળ અને અનાજ, સિમેન્ટની થેલીઓ, બ્રેડ અને ડિટર્જન્ટ જેવી વસ્તુઓના આયાતી પ્રોડક્ટ પર ઉત્પાદન તારીખ લખવી જરૂરી રહેશે.

જો પેકેજ કરેલ વસ્તુનું વજન નક્કી ધોરણ કરતા ઓછું હોય તો કિંમત પ્રતિ ગ્રામ અથવા પ્રતિ મિલીલીટર લખવાની રહેશે. તેવી જ રીતે જો એક પેકેટમાં 1 કિલોથી વધુ માલ હોય તો તેના દર 1 કિલો અથવા 1 લિટરના હિસાબે લખવું જરૂરી રહેશે. ઘણીવાર કંપનીઓ ભાવને આકર્ષક બનાવવા માટે ઓછા વજનના પેકેટ બજારમાં લાવતી હોય છે. સરકારે તેમના માટે નિયમ બનાવ્યો હતો કે પ્રમાણભૂત પેકિંગ હોવું જોઈએ. હવે માલ બનાવતી કંપનીઓને તેઓ બજારમાં કેટલી પેકેજ વસ્તુઓ વેચે છે તે નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે. 

મુંબઇમાં ભીષણ આગની વધુ એક ઘટના, શહેરના આ વિસ્તારમાં આવેલા ભંગારનાં ગોડાઉનમાં લાગી આગ; જુઓ વિડિયો અને જાણો વિગતે

નવા નિયમોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે આયાતી પેકેજ આઇટમ પર મહિના અથવા ઉત્પાદન વર્ષ વિશે માહિતી આપવી જરૂરી રહેશે. હાલમાં, પેકેજ વસ્તુઓની આયાત પર ફક્ત આયાતનો મહિનો અથવા તારીખ લખવામાં આવે છે. મતલબ જો પેકેટમાં 1 કિલો અથવા 1 લીટરથી ઓછો માલ પેક કરવામાં આવ્યો હોય તો તેના પર પ્રતિ ગ્રામ અથવા મિલીલીટરની કિંમત લખવી પડશે અને જો એક પેકેટમાં 1 કિલોથી વધુ માલ હશે તો તેનો દર પણ 1 કિલો અથવા 1 લીટર પ્રમાણે લખવો પડશે. એ જ રીતે પેકેજ્ડ માલ પર મીટર કે સેન્ટીમીટર પ્રમાણે પણ કિંમત લખવાની રહેશે.

પ્રાપ્ત માહિતી મુજબ સરકારે લીગલ મેટ્રોલોજી (પેકેટ કોમોડિટી રૂલ્સ)માં ફેરફાર કર્યા છે. આ અંતર્ગત દૂધ, ચા, બિસ્કિટ, ખાદ્ય તેલ, લોટ, બોટલ્ડ વોટર અને પીણાં, બેબી ફૂડ, કઠોળ, અનાજ, સિમેન્ટની થેલીઓ, બ્રેડ અને ડિટર્જન્ટ જેવી 19 વસ્તુઓ આવશે. 

ગ્રાહકોનો ફાયદો

ઉત્પાદનની ગુણવત્તા તેની ઉત્પાદન તારીખ દ્વારા નક્કી કરી શકાય છે. આવી સ્થિતિમાં હવે આયાતી પ્રોડક્ટ પર મેન્યુફેક્ચરિંગ ડેટ લખવી જરૂરી રહેશે. ઉપભોક્તા સબંધિત મંત્રાલયે નિયમોમાં ફેરફારની સૂચના આપી છે. નવા નિયમોમાં બે મોટા ફેરફારો પેકેટમાં માલના જથ્થા અને એકમની કિંમત સાથે સંબંધિત છે. ગ્રાહકોને હવે એ જાણવાનો અધિકાર હશે કે તેમણે પ્રતિ ગ્રામ માલના કેટલા પૈસા ચૂકવવાના છે.

શણના ખેડૂતોને મળ્યો કેન્દ્ર સરકારનો ટેકો; અનાજ, કઠોળ અને ખાંડના પેકિંગ માટે શણની બોરી આ તારીખથી ફરજિયાત: જાણો વિગત

November 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક