• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - hyderabad - Page 2
Tag:

hyderabad

Ganesh Laddu Auction Ganesh laddu auctioned for ₹1.87 crore in Hyderabad’s Bandlaguda
રાજ્યઅજબ ગજબ

Ganesh Laddu Auction: હે મા, માતાજી! ગણપતિ બાપ્પાને ચઢાવવામાં આવેલ એક લાડુ ની કિંમત અધધ… 1.87 કરોડ! જાણો શું છે ખાસિયત..

by kalpana Verat September 18, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ganesh Laddu Auction: વિઘ્નહર્તા ગણેશજીને લાડુ અત્યંત પ્રિય છે. ત્યારે ગણેશ વિસર્જન બાદ દેશનો સૌથી મોંઘો લાડુ સામે આવ્યો છે. જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. વાસ્તવમાં ગણેશોત્સવ દરમિયાન ચઢાવવામાં આવેલા લાડુ હૈદરાબાદના બંદલાગુડામાં કીર્તિ રિચમંડ વિલા ખાતે હરાજી માટે મૂકવામાં આવ્યા હતા. સોમવારે મોડી રાત્રે યોજાયેલી લાડુની હરાજીમાં તે અંદાજે ₹1.87 કરોડમાં વેચાયો હતો. આ ગયા વર્ષની કિંમત કરતાં Rs 61 લાખ વધુ છે. ગયા વર્ષે આ લાડુની 1.26 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. કરોડોમાં વેચાતા આ લાડુનું વજન 5 કિલો છે.

 

#Hyderabad—-

The #Ganesh laddu at Richmond Villas in #BandlagudaJagir, shocked everyone by getting an incredible amount of Rs 1.87 crore at an auction, creating a new record.

This astounding amount far outshone the auction price of around Rs 1.25 crore for the same laddu from… pic.twitter.com/5CHdMQaUQ5

— NewsMeter (@NewsMeter_In) September 17, 2024

 

Ganesh Laddu Auction:  લાડુ અંદાજે ₹1.87 કરોડમાં વેચાયો  .

તાજેતરના વર્ષોમાં, કીર્તિ રિચમંડ વિલાના લાડુએ રાજ્યમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સૌથી મોંઘા હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. હરાજી 2019 માં શરૂ થઈ હતી જેમાં લાડુની કિંમત 18.75 લાખ રૂપિયા હતી. આ પછી, 2020માં Rs 27.3 લાખ, 2021માં Rs 41 લાખ, 2022માં Rs 60 લાખ અને 2023માં ₹1.26 કરોડની બિડ કરવામાં આવી હતી. લોકોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  

Ganesh Laddu Auction:  લાડુ જીતવાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે

એક જૂથે લાડુ ખરીદ્યો છે. આ લાડુ વિશે એવી માન્યતા છે કે તેને પ્રાપ્ત કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તો માને છે કે લાડુ જીતવાથી સમૃદ્ધિ અને સફળતા મળે છે. ભક્તો માને છે કે લાડુ જીતવાથી આખું વર્ષ સારો પાક અને આવક થાય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, આ હરાજીએ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે. વિવિધ ધાર્મિક પૃષ્ઠભૂમિના 100 થી વધુ વિલા માલિકોએ હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં 400 થી વધુ બીડ જોવા મળી હતી. દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન આયોજિત આ અનોખી ચેરિટી હરાજી ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો

Ganesh Laddu Auction: એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ  સમાજ સેવા માટે કરાશે

મહત્વનું છે કે આ ક્રાઉડ ફંડિગ પ્રયાસથી 42 થી વધુ NGO, વંચિત શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને ફાયદો થાય છે.  આર.વી. દિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્ય સ્વયંસેવકો દ્વારા શૂન્ય વહીવટી ખર્ચ સાથે કરવામાં આવે છે. એકત્ર કરાયેલા રૂપિયાનો ઉપયોગ  સમાજ સેવા માટે કરવામાં આવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
nagarjuna akkineni birthday know actor net worth
મનોરંજન

Nagarjuna akkineni birthday: માત્ર એક્ટિંગ જ નહીં આ વસ્તુમાંથી પણ કરોડો ની કમાણી કરે છે નાગાર્જુન, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

by Zalak Parikh August 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Nagarjuna akkineni birthday: નાગાર્જુનનો જન્મ 29 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં થયો હતો.આજે નાગાર્જુન તેનો 65 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. નાગાર્જુન 1967માં તેલુગુ ફિલ્મ સુદિગુંડાલુમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો ત્યારબાદ નાગાર્જુને 1986માં રીલિઝ થયેલી સાઉથની ફિલ્મ વિક્રમથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નાગાર્જુન એ હિન્દી અને સાઉથ ની 100 થી વધુ ફિલ્મો માં કામ કર્યું છે. નાગાર્જુન એક અભિનેતા હોવા ઉપરાંત નિર્માતા તેમજ બિઝનેસમેન પણ છે તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે 

આ સમાચાર પણ વાંચો:  Tumbbad re release: સ્ત્રી 2 અને મુંજયા બાદ હવે ભારતની આ નંબર 1 હોરર ફિલ્મ ફરીથી થઈ રહી છે રિલીઝ, જાણો કયારે જોઈ શકશો તમે આ એવોર્ડ વિનિંગ ફિલ્મ

નાગાર્જુન ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ નાગાર્જુન ની કુલસંપત્તિ  3100 કરોડ રૂપિયાથી વધુ છે. અભિનય સિવાય નાગાર્જુન ફિલ્મ નિર્માણ માંથી વધુ કમાણી કરે છે. નાગાર્જુન એક સ્ટુડિયો નો માલિક પણ છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ટીવી હોસ્ટ તરીકે પણ ઘણી કમાણી કરે છે. આ સિવાય નાગાર્જુન ઘણી સ્પોર્ટ્સ ટીમના માલિક પણ છે. જેમાં ઇન્ડિયન બેડમિન્ટન લીગની મુંબઈ માસ્ટર્સ, FIM સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં માહી રેસિંગ ટીમ ઈન્ડિયા અને ઈન્ડિયન સુપર લીગમાં કેરળ બ્લાસ્ટર્સ એફસીનો સમાવેશ થાય છે.આ સિવાય નાગાર્જુન રિયલ એસ્ટેટ અને બાંધકામ કંપની N3 રિયલ્ટી એન્ટરપ્રાઇઝના વડા પણ છે.

 

View this post on Instagram

 

A post shared by SSMB_29😎🔥 (@urztruly_dhfm)


નાગાર્જુન પાસે હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં 4,000 ચોરસ ફૂટની વિશાળ બંગલો ધરાવે છે. આ બંગલા ની કિંમત 45 કરોડ ની આસપાસ હોવાનું કહેવાય છે. આ સિવાય નાગાર્જુન પાસે ઘણી મોંઘી ગાડીઓનું પણ કલેક્શન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mouse in chutney Viral video shows mouse swimming in chutney at ‘university mess in Hyderabad’. Watch
રાજ્યઅજબ ગજબ

Mouse in chutney : હૈદરાબાદ યુનિવર્સિટીની મેસમાં ચટણીમાં તરતો જોવા મળ્યો મુષક, ફૂડ સેફટી પર સવાલો ઉઠ્યા સવાલો; જુઓ વિડીયો

by kalpana Verat July 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mouse in chutney : આજકાલ દિવસેને દિવસે પેકેજ્ડ ફૂડ ( Packaged food )અને હોટલોમાં મળતા જીવજંતુઓ ચિંતાનો વિષય બની ગયા છે. ક્યારેક પેકેજ્ડ ફૂડમાં મૃત દેડકાના અહેવાલ આવે છે, તો ક્યારેક ઠંડા પીણાની બોટલમાં મકોડા જોવા મળે છે. તાજેતરમાં ગુજરાતની એક હોટલમાં એક ગ્રાહકને તેના ખોરાકમાં મૃત ઉંદર નીકળ્યો હતો. દરમિયાન હવે  હૈદ્રાબાદ ( Hyderabad )ની એક હોસ્ટેલમાં  જીવતો ઉંદર ચટણીમાં તરતો  હોવાનો વિડીયો સામે આવ્યો છે. 

Mouse in chutney : ફૂડ સેફ્ટીને લઈને ઉઠ્યા સવાલો

મીડિયા રિપોર્ટ મુજબ  હૈદરાબાદના સુલતાનપુરમાં આવેલી એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોસ્ટેલની મેસમાં ભોજન જોઈને ચોંકી ગયા હતા. અહીં તેમને પીરસવામાં આવતી ચટણી ( Chutney ) માં એક ઉંદર તરતો ( Mouse swimming )  જોયો. આનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે ફરી એકવાર ફૂડ સેફ્ટીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

Mouse in chutney : વિદ્યાર્થીઓને પીરસવામાં આવતી ચટણીમાં ઉંદર

Rat in the "Chutney" in the JNTUH SULTANPUR.
What hygiene maintenance by the staff members is in a mess.@FoodCorporatio2 @examupdt @ABVPTelangana @NtvTeluguLive @hmtvnewslive @TV9Telugu @htTweets @KTRBRS @DamodarCilarapu @PawanKalyan @JanaSenaParty @Way2NewsTelugu pic.twitter.com/Es7bGLzRdP

— @Lakshmi Kanth (@330Kanth41161) July 8, 2024

Mouse in chutney : નેટીઝન્સે આ બેદરકારીની ટીકા કરી

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પીળી ચટણી એક કન્ટેનરમાં રાખવામાં આવી છે, જેમાં એક ઉંદર તરી રહ્યો છે. કેટલાક લોકો ઉંદરનો વીડિયો બનાવી રહ્યા છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓને પીરસવામાં આવતી ચટણીમાં ઉંદર ક્યાંથી આવ્યો તે અંગે કોલેજ મેનેજમેન્ટ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. નેટીઝન્સે આ બેદરકારીની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું છે કે તે ગરીબ ઉંદર માટે સ્વિમિંગ પૂલ જેવું છે. મજાક કરવાનું બંધ કરો. અધિકારીઓએ હોસ્ટેલનું નિરીક્ષણ કરવું જોઈએ અને તેમની ફરજમાં બેદરકારી દાખવનારાઓ સામે કડક પગલાં લેવા જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે હૈદરાબાદની 80 ટકા રેસ્ટોરાં એક જ ભોજન બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Jungle safari : જંગલ સફારી દરમિયાન પ્રવાસીએ હિપ્પોપોટેમસ સાથે કરી એવી હરકત, વિડીયો વાયરલ થતા પ્રાણી પ્રેમીઓ આક્રોશમાં..

બીજાએ લખ્યું – આ જીવન સાથે રમત છે. છાત્રાલયોને વિદ્યાર્થીઓ માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ આવી બાબતોની ચિંતા કર્યા વિના તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હવે સમય આવી ગયો છે કે આપણે બધા આને ગંભીરતાથી લઈએ. એક યુઝરે કહ્યું, આ ચિત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા અને ગુણવત્તાના મૂળભૂત ધોરણોને સુનિશ્ચિત કરવામાં વહીવટીતંત્રની નિષ્ફળતાને દર્શાવે છે.

Mouse in chutney : આ પહેલો કિસ્સો નથી

ઉલ્લેખનીય છે કે આ પહેલો કિસ્સો નથી. આવી જ વધુ ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી છે. જાન્યુઆરીમાં પણ, મુંબઈની મુલાકાત દરમિયાન તેણે બાર્બેક્યુ નેશનના વર્લી આઉટલેટમાંથી મંગાવેલા શાકાહારી ખોરાકમાં એક માણસને મૃત ઉંદર મળ્યો હતો. જૂનમાં પણ, મુંબઈના અન્ય એક રહેવાસીને ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમમાં ‘માનવ આંગળી’નો ટુકડો નીકળ્યો હતો.

 

 

July 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Narendra Modi to release three books on the life and journey of former Vice President Shri M. Venkaiah Naidu on 30th June
દેશ

M. Venkaiah Naidu: પ્રધાનમંત્રી 30 જૂને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને સફર પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે

by Hiral Meria June 29, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

M. Venkaiah Naidu: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi )  30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે. આ કાર્યક્રમનું આયોજન અન્વયા કન્વેન્શન સેન્ટર, ગાચીબોવલી, હૈદરાબાદ ( Hyderabad ) ખાતે કરવામાં આવશે. 

M. Venkaiah Naidu: પ્રધાનમંત્રી દ્વારા વિમોચન ( Book Release ) કરવામાં આવનાર પુસ્તકોમાં આનો સમાવેશ થાય છે:

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું જીવનચરિત્ર, જેનું શીર્ષક “વેંકૈયા નાયડુ – સેવામાં જીવન” ( Venkaiah Naidu – Life in Service ) છે. તે ધ હિન્દુ, હૈદરાબાદ આવૃત્તિના ભૂતપૂર્વ સ્થાનિક સંપાદક શ્રી એસ. નાગેશ કુમાર દ્વારા લખાયેલ છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi: પ્રધાનમંત્રી પ્રથમ વખતના રાજ્ય મંત્રીઓને મળ્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિના ભૂતપૂર્વ સચિવ ડૉ. આઈ.વી. સુબ્બા રાવ દ્વારા સંકલિત એક સચિત્ર પુસ્તક, “ભારતની ઉજવણી – ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી એમ. વેંકૈયા નાયડુનું મિશન અને સંદેશ.”

શ્રી સંજય કિશોર દ્વારા તેલુગુ ભાષામાં લખાયેલ સચિત્ર જીવનચરિત્ર, જેનું શીર્ષક છે “મહાનેતા – ધ લાઈફ એન્ડ જર્ની ઓફ શ્રી એમ. વેંકૈયા નાયડુ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dogs Attacks Woman staves off attack by 15 stray dogs with slippers in Hyderabad
પાલતુ અને પ્રાણીઓ

Dogs Attacks: મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા પર 15 કૂતરાઓએ ટોળું બનાવી હુમલો કર્યો, માંડ બચ્યો જીવ; જુઓ વીડિયો

by kalpana Verat June 25, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Dogs Attacks: દેશના અનેક શહેરોમાં રખડતા કૂતરાઓનો આતંક વધી ગયો છે. રખડતા કૂતરાઓને લઈને સમાજના લોકોના અભિપ્રાય પણ વિભાજિત છે, જેના કારણે ઘણી વખત આ મુદ્દે વાદ-વિવાદ અને ઝઘડા પણ જોવા મળે છે. દરમિયાન હૈદરાબાદથી આવો જ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા પર લગભગ 15 કૂતરાઓએ હુમલો કર્યો હતો.

 Dogs Attacks: જુઓ વિડીયો 

चीखती रही, चिल्लाती रही… सुबह-सुबह महिला पर टूट पड़े 15 कुत्ते तो चप्पलों से पीटा, भयावह वीडियो आया सामने !!
दूसरा वीडियो 2023 का एक मासूम बच्चे को कुत्तों ने घेरा था !!#Hyderabad_Dog_Attack_Viral_Video :
मामला हैदराबाद के मणिकोंडा में चित्रपुरी हिल्स का है, जहां सुबह सैर पर… pic.twitter.com/RsFJJ0W1Dq

— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) June 23, 2024

 Dogs Attacks:  રખડતા કૂતરાઓએ કર્યો હુમલો 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલા પર 15 રખડતા કૂતરાઓએ હુમલો કરે છે. સવારે 6 વાગ્યાની આસપાસ કૂતરાઓએ મહિલાને ઘેરી લીધી અને તેને કરડવાની કોશિશ કરી પરંતુ મહિલા ડરી ન હતી. મહિલાએ પહેલા તેના હાથમાં રહેલી કોઈ વસ્તુ વડે કૂતરાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મહિલાએ ચપ્પલ વડે કૂતરાઓને ભગાડવાની કોશિશ શરૂ કરી.  થોડી વાર પછી એક બાઇક સવાર ત્યાં આવે છે અને મહિલા તેની પાસે પહોંચી જાય છે. થોડી વાર પછી એક માણસ દોડતો આવે છે અને તે કૂતરાને ભગાડી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Viral Video: મૂર્ખતાની હદ પાર.. રીલ બનાવવા માટે જીવ પણ જોખમમાં મુક્યો આ છોકરીએ.. પછી શું થયું? જુઓ વાયરલ વીડિયોમાં..

ઘટના બાદ મહિલાના પતિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું કે મારી પત્ની નસીબદાર છે, જો તેની જગ્યાએ બાળક કે વડીલ હોત તો તે કેવી રીતે બચી શકત.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Google Map Tourists from Hyderabad drove into a stream in Kerala while using Google maps
રાજ્યગેઝેટ

Google Map: ગુગલ મેપ્સ પર ભરોસો કરવો પડ્યો ભારે, જીપીએસને ફોલો કરતા કાર નદીમાં ખાબકી; મુસાફરોનો જીવ મુકાયો જોખમમાં..

by kalpana Verat May 25, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Google Map: જ્યારે આપણે નવી જગ્યા પર જઈએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે ગૂગલ મેપ ( Google map ) ની મદદ લઈએ છીએ. ક્યારેક તે આપણને સાચી દિશામાં લઈ જાય છે તો ક્યારેક ખોટી દિશામાં. પરંતુ કેરળના પ્રવાસી જૂથ સાથે કંઈક એવું બન્યું કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી શકશે નહીં.

Google Map: ખોટી માહિતીના કારણે  કાર નદીમાં ખાબકી

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, હૈદરાબાદ ( Hyderabad ) ના પ્રવાસીઓનું એક જૂથ અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું.  તેઓ આ વિસ્તારથી અજાણ હોવાથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ગૂગલ મેપનો સહારો લઈ રહ્યા હતા, પરંતુ ગૂગલ મેપ પર ખોટી માહિતીના કારણે તેમની કાર  નદીમાં ખાબકી ગઈ હતી. એક મહિલા સહિત ચાર લોકો અલપ્પુઝા તરફ જઈ રહ્યા હતા. તે જ્યાં મુસાફરી કરી રહ્યા હતા ત્યાં વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી પ્રવાસીઓ આ વિસ્તારથી અજાણ હોવાથી તેઓ ગુગલ મેપનો સહારો લીધો હતો. પરંતુ ખોટી માહિતીના કારણે તેમની કાર નદીમાં પડી હતી. જો કે, સદનસીબે પોલીસ પેટ્રોલિંગ યુનિટ અને સ્થાનિક રહેવાસીઓના પ્રયાસોથી ચારેય બચી ગયા, પરંતુ તેમનું વાહન પાણીમાં ગરકાવ થઈ ગયું.

આ સમાચાર પણ વાંચો:  Lokshabha Elections 2024:દરેક મતની ગણતરી કરવામાં આવે છે, ચૂંટણી પંચે 5 તબક્કાના મતદાનનો સંપૂર્ણ ડેટા જાહેર કર્યો.. જાણો સૌથી વધુ મતદાન કયા તબક્કામાં થયું.

Google Map: અગાઉ પણ અકસ્માત થયો હતો

ઉલ્લેખનીય છે કે કેરળ ( Kerala ) માં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં કાર અકસ્માતમાં બે યુવાન ડોક્ટરોના મોત થયા હતા. મુસાફરી દરમિયાન ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાને કારણે કાર કથિત રીતે નદીમાં પડી હતી. 

May 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Lok Sabha Election 2024 Madhvi Lata, a strong supporter of Sanatan and going ahead to help Madrasahs, will now contest the election from Hyderabad for the first time against asaduddin owaisi..
રાજ્યTop Postરાજકારણલોકસભા ચૂંટણી 2024

Lok Sabha Election 2024: સનાતનના પ્રબળ સમર્થક અને મદરેસાઓને મદદ કરવામાં પણ આગળ માધવી લતા હવે અસદુદ્દીન ઓવૈસી સામે હૈદરાબાદથી પહેલીવાર લડશે ચૂંટણી..

by Bipin Mewada April 8, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election 2024: સનાતન વિરુદ્ધ આક્રમક એવા અસદુદ્દીન ઓવૈસીના પરિવારના 40 વર્ષ જૂના રાજકીય કિલ્લાને તોડવા માટે ભાજપે ( BJP ) હૈદરાબાદમાંથી ફાયર બ્રાન્ડ માધવી લતાને મેદાનમાં ઉતાર્યા છે. માધવી લતા કટ્ટર હિંદુ હોવા છતાં મદરેસાઓને પણ મદદ કરે છે. માધવી લતા કહે છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, પરંતુ સનાતન વિરુદ્ધ બિનજરૂરી નિવેદનો કરનારાઓને સહન કરવામાં આવશે નહીં. માધવીનો ઇરાદો સ્પષ્ટ છે. માધવી, જે પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે, તે માને છે કે તે સનાતનને બચાવવા માટે ભાજપ દ્વારા આપવામાં આવેલ કાર્યને કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ કરશે. જો કે તે રાજકારણમાં નવી છે અને આ માધવી લતાની આ પ્રથમ ચૂંટણી છે, પરંતુ માધવી લતા હૈદરાબાદમાં ઓવૈસીને સખત પડકાર આપવા જઈ રહી છે. 

ટિકિટ મળ્યા બાદ માધવી લતાએ ( Madhvi Lata ) નિવેદન આપતા એવો દાવો પણ કર્યો હતો કે ઓવૈસીને તેમના જ ગઢમાં 1.5 લાખ મતોથી હરાવ્યા બાદ તેઓ તેમને સંસદમાંથી બહાર ફેંકી દેશે અને લોકશાહીના મંદિરમાં હૈદરાબાદનું ( Hyderabad ) પ્રતિનિધિત્વ કરવા જશે. માધવીનું કહેવું છે કે ઓવૈસી ( asaduddin owaisi )  અત્યાર સુધી છેતરપિંડીથી જીતતા આવ્યા છે, આ વખતે તેમની બોગસ વોટ બેંક નહીં ચાલે. જો હિન્દુ ભાઈઓ અને બહેનો એક થાય તો અસદ ભાઈ માટે બહુ મુશ્કેલી પડશે.

 માધવી લતા ભરતનાટ્યમ કરે છે..

માધવી લતા ભરતનાટ્યમ કરે છે. પરંતુ ધર્મ અને આસ્થાની વાત આવે તો વિરોધ કરનારાઓ માટે લેડી સિંઘમથી ઓછી પણ નથી. માધવી લતાની તીક્ષ્ણ દલીલો અને બુલંદ અવાજ દિગ્ગજ લોકોને ચૂપ કરવાની શક્તિ ધરાવે છે. માધવીએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 આ સમાચાર પણ વાંચો : Prashant Kishor Prediction: લોકસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરની બીજેપી માટે કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું બંગાળમાં નંબર 1, દક્ષિણમાં કરશે ચમત્કાર..

માધવી લતા જૂના હૈદરાબાદમાં ગરીબ મુસ્લિમ પરિવારોને શિક્ષણ આપવા અને મદદ કરવા સખત મહેનત કરે છે. માધવી લતા મુસ્લિમ પરિવારોમાં દીકરીઓને વારંવાર વેચવાની પ્રથા સામે પણ અવાજ ઉઠાવે છે. માધવી એક ઘટના વર્ણવે છે જેમાં એક છોકરીના લગ્ન 18મી વાર થયા હતા. તેનો પરિવાર તેના લગ્ન 70 વર્ષના અરબ સાથે કરાવી રહ્યો હતો. માધવી નિવેદન આપતા પૂછે છે કે શું કોઈ તેની દીકરી માટે આવું કરી શકે છે? આમાં ધર્મ ક્યાં આવે છે?

બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માધવી લતાના ખૂબ વખાણ કરે છે. રવિવારે સોશિયલ મીડિયા પર ટીવી શોનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે માધવી લતા અસાધારણ છે. તેમણે ખૂબ જ નક્કર મુદ્દા ઉઠાવ્યા છે. તેમણે પૂરા તર્ક અને જુસ્સા સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા. દરમિયાન, માધવી લતા કહે છે, પીએમ મોદીએ મને જણાવ્યા વગર ટિકિટ આપી. તેમને વિશ્વાસ છે કે હું ઓવૈસી સાથે સ્પર્ધા કરી શકીશ. આનાથી વધુ પારદર્શક રાજકારણ શું હોઈ શકે?

 

April 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vice President jagdeep Dhankhar 0n 2 Day Visit To Hyderabad Beginning Today
દેશ

Hyderabad: ઉપરાષ્ટ્રપતિ આજથી હૈદરાબાદની 2 દિવસીય મુલાકાતે, ‘આ’ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

by kalpana Verat March 16, 2024
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

Hyderabad: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 16મી-17મી માર્ચ, 2024ના રોજ હૈદરાબાદ, તેલંગાણાની મુલાકાત લેશે.

16મી માર્ચે, તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે ‘વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવ’ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

આ સમાચાર પણ વાંચો : NHPC: ગુજરાતના આ જિલ્લામાં વિકસાવશે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ

 

 

March 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Hyderabad After offering free 'Haleem' in a Hyderabad restaurant, a huge crowd of people gathered, police lathi-charged
રાજ્યTop Post

Hyderabad: હૈદરાબાદ રેસ્ટોરન્ટમાં મફત ‘હલીમ’ ઓફર કર્યા બાદ લોકોની ઉમટી ભારે ભીડ, પોલીસે લાઠીચાર્જ કર્યો..

by Bipin Mewada March 13, 2024
written by Bipin Mewada

  News Continuous Bureau | Mumbai

Hyderabad: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મંગળવારે (12 માર્ચ) રાત્રે હલીમ ( Haleem ) મફતમાં વહેંચવામાં આવતા હોવાના સમાચાર ફેલાતા શહેરમાં હોબાળો મચી ગયો હતો. શહેરના મલકપેટ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ રમઝાન ( Ramadan ) નિમિત્તે મફતમાં હલીમનું વિતરણ કરી રહી છે એવી વાત ચર્ચાતા, અહીં લોકોની ભીડ ઉમટી પડી હતી. સ્થિતિ એવી બની ગઈ હતી કે પોલીસને ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હલીમ ભારત અને પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. તે કઠોળ, માંસ, ઘઉં અને મસાલાને મિક્સ કરીને બનાવવામાં આવતું ખાદ્ય પદાર્થ છે.

VIDEO | Police resorted to lathicharge to disperse the crowd that thronged a restaurant in Hyderabad’s Malakpet allegedly to get free Haleem earlier today.

The restaurant management called the police after the crowd went out of control, leading to a massive traffic jam in the… pic.twitter.com/dBRnLO9sbd

— Press Trust of India (@PTI_News) March 12, 2024

મિડીયા રિપોર્ટના અનુસાર, રમઝાનના પ્રથમ દિવસના અવસર પર, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે ( Restaurant management ) નિર્ણય લીધો હતો કે તે લોકોને હલીમ ( Free Haleem ) મફતમાં વહેંચશે. જોકે, થોડી જ વારમાં લોકોની એટલી મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી કે મેનેજમેન્ટ માટે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની ગયું હતું. ભીડને કાબૂ બહાર જતી જોઈને હોટેલ મેનેજમેન્ટે તરત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પહેલા લોકોને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

रमज़ान के पवित्र महीने में, मुफ्त हलीम ऑफर के कारण हैदराबाद के एक रेस्तरां में अफरा-तफरी मच गई; पुलिस को लाठीचार्ज के लिए मजबूर होना पड़ा pic.twitter.com/gSGxetxTKq

— हम लोग We The People 🇮🇳 (@ajaychauhan41) March 12, 2024

 રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ સામે ટ્રાફિકમાં ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવશે..

હૈદરાબાદમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મફતમાં હલીમ લેવા માટે રેસ્ટોરન્ટની બહાર લોકોની મોટી ભીડ ઉભેલી જોઈ શકાય છે. લોકો હલીમ માટે કાઉન્ટર તરફ આગળ વધી રહ્યા છે. સ્ટાફ પણ તેમને પીછેહઠ કરવા કહી રહ્યો છે. જો કે પરિસ્થિતિ કાબૂમાં ન આવતાં પોલીસ આવી અને વીડિયોમાં પોલીસ લાઠીચાર્જ કરીને ભીડને વિખેરતી જોવા મળે છે. વીડિયો જોઈને ખબર પડે છે કે રેસ્ટોરન્ટનું નામ ‘અજેબો’ છે.

આ સમાચાર પણ વાંચો :  Rameshwaram Cafe Blast Case: બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIA ને મોટી સફળતા, બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ..

મિડીયા સાથે વાત કરતા, મલકપેટ પોલીસે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ સામે ટ્રાફિકમાં ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે હોટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને ફ્રી હલીમના વિતરણ અંગે કોઈ અગાઉથી માહિતી આપવામાં આવી ન હતી. તેમજ આ અંગે કોઈ પરવાનગી પણ લેવામાં આવી ન હતી. આ જ કારણ છે કે મેનેજમેન્ટ સામે ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા બદલ કેસ નોંધવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Australia Indian-origin woman murdered in Australia, body found in trash can; Suspect of murder on husband.
આંતરરાષ્ટ્રીય

Australia: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, કચરાપેટીમાંથી લાશ મળી; પતિ પર હત્યાની શંકા.. જાણો શું છે આ આખો કિસ્સો…

by Bipin Mewada March 11, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Australia: હૈદરાબાદની 36 વર્ષીય મહિલાની ( Woman ) ઓસ્ટ્રેલિયામાં હત્યા કરવામાં આવી હતી. મહિલાના પતિ પર હત્યાનો ( Murder )  આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપી પતિ બાળકને લઈને હૈદરાબાદ ભાગી ગયો હતો અને બાળકોને તેના સાસરિયાના ઘરે મહિલાના માતા-પિતાને સોંપી દીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. 

મિડીયા રિપોર્ટ અનુસાર, શનિવારે ઓસ્ટ્રેલિયામાં રસ્તાના કિનારે પાર્ક કરેલા કચરાપેટીમાં પત્નીનો મૃતદેહ ( Death Body ) મળી આવ્યો હતો. મૃતક મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. હૈદરાબાદના ( Hyderabad ) ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા અનુસાર, મૃતક તેમના મત વિસ્તારની હતી. માહિતી મળ્યા બાદ ધારાસભ્ય રવિવારે મૃતક મહિલાના માતા-પિતાને મળ્યા હતા.

પતિએ પત્નિની ( Husband Wife ) હત્યાની કબુલાત કરીઃ અહેવાલ..

જે બાદ ધારાસભ્યએ મિડીયાને જણાવ્યું હતું કે, મહિલાના માતા-પિતાની વિનંતી પર તેમણે વિદેશ મંત્રાલયને તેના મૃતદેહને હૈદરાબાદ લાવવા માટે પત્ર લખ્યો હતો. ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે, તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયને પણ જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાના પતિએ હૈદરાબાદ આવીને અને બાળકને તેના સાસરિયાઓને સોંપી દીધા. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે તેના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમના જમાઈએ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : America Gun Firing: અમેરિકાના અરકાનસાસમાં ગોળીબારને કારણે અંધાધૂંધી, ફાયરિંગમાં 3 લોકોના મોત..

તો આ અંગે વિક્ટોરિયા પોલીસે 9 માર્ચે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિન્ચેલસી નજીક કચરામાં એક મૃતદેહ મળી આવ્યા બાદ હોમસાઈડ સ્ક્વોડના તપાસકર્તાઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.” અધિકારીઓને બપોરના સુમારે માઉન્ટ પોલોક રોડ પર લાશ મળી હતી. હાલ ઓસ્ટ્રેલિયન પોલીસ આ કેસને હત્યા સંબંધિત માની રહી છે. પોલીસ રિપોર્ટમાં જણાવાયું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યામાં સામેલ બંને એકબીજાને ઓળખતા હતા અને ગુનેગાર શહેરમાંથી ભાગી ફરાર થઈ ગયો હોઈ શકે છે.

March 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક