Tag: onion

  •  વરસાદ ને કારણે કાંદા- બટેટાના ભાવમાં ઘટાડો, ઘરાકી ઓછી અને નવો માલ પણ ઓછો આવ્યો. 

     વરસાદ ને કારણે કાંદા- બટેટાના ભાવમાં ઘટાડો, ઘરાકી ઓછી અને નવો માલ પણ ઓછો આવ્યો. 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ. 4 ડિસેમ્બર 2021

    શનિવાર 

    નવી મુંબઈની એપીએમસીની જથ્થાબંધ બજારમાં અઠવાડિયા પહેલાં કાંદાનો ભાવ ૧૭થી ૨૭ રૃપિયા કિલોની આસપાસ હતો. આ ભાવમાં લગભગ ચાર રૃપિયાનો ઘટાડો થયો છે. આવી જ રીતે લસણના ભાવમાં કિલોએ આઠ રૃપિયા અને બટેટાના ભાવમાં બે રૃપિયાનો ઘટાડો થયો છે. માર્કેટના અગ્રણી અશોક વાળુંજે જણાવ્યું હતું કે કાંદા, બટેટા, લસણની આવક મોટા પ્રમાણમાં વધવા માંડતા ભાવ ગગડવા માંડયા છે. એ.પી.એમ.સી.માં દરરોજ લગભગ ૧૨૫ ટ્રક ભરીને કાંદા ઠલવાવા  લાગ્યા છે. એ.પી.એમ.સી. બજારમાં અત્યારે કાંદાનો ભાવ ૧૪થી ૨૨ રૃપિયે કિલો, બટેટાનો ભાવ ૯થી ૧૮ રૃપિયે કિલો થઈ ગયો છે. લસણની કિંમતમાં આઠ રૃપિયા ઘટાડો થવાથી ૨૦થી ૪૫ રૃપિયે કિલો જથ્થાબંધના ભાવે વેંચાય છે.શાકભાજીના વધતા ભાવને લીધે વધુ આર્થિક બોજાે સહન કરતા લોકોને કાંદા, બટેટા અને લસણની કિંમતમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે. શાકભાજીના વધતા ભાવને લીધે વધુ આર્થિક બોજાે સહન કરતા લોકોને કાંદા, બટેટા અને લસણની કિંમતમાં ઘટાડાથી થોડી રાહત થઈ છે.

    પરવરીશ ના નિયમો : બાળકના વિકાસમાં ઘરની બહારના પરિબળો મોટી ભૂમિકા ભજવે છે. કઈ રીતે? શું ધ્યાન રાખવી. જાણો અહીં..

  • નવી મુંબઈની એપીએમસીની કાંદા-બટાટા બજારમાં માથાડી કામદાર આ માગણી સાથે ઉતરી ગયા હડતાલ પરઃ હડતાલથી કાંદા-બટાટાના વેપાર પર વિપરીત અસર પડી.

    નવી મુંબઈની એપીએમસીની કાંદા-બટાટા બજારમાં માથાડી કામદાર આ માગણી સાથે ઉતરી ગયા હડતાલ પરઃ હડતાલથી કાંદા-બટાટાના વેપાર પર વિપરીત અસર પડી.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 16 નવેમ્બર  2021 
    મંગળવાર. 

    નવી મુંબઈની એપીએમસીની કાંદા-બટાટાની બજારમાં માથાડી કામદાર હડતાલ પર ઉતરી ગયા છે. ટ્રક પરથી માલનું લોડિંગ-અનલોડિંગ બંધ થઈ જતા આગામી દિવસમાં ફરી કાંદા-બટાટાના ભાવ આસમાને પહોંચે એવી શકયતા છે. જોકે માથાડી કામદારના નેતાના કહેવા મુજબ કાંદા બજારમાં 10થી 15 ટકા વેપારીઓના જ કામ બંધ કરવામાં આવ્યા છે. તેથી કાંદા-બટાટાને ભાવને કોઈ ફટકો નહીં પડે. જોકે કાંદા-બટાટા બજારના વેપારીઓના દાવા મુજબ બજારમાં 70 ટકાથી વધુ વેપારીઓના કામ બંધ થઈ ગયા છે.
     
    કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ દેશમાં વેપાર-ધંધા ફરી બેઠા થઈ રહ્યા છે. તેવામાં એપીએમસીની કાંદા-બટાટાની બજારમાં માથાડી કામદારોએ લોડિંગ-અનલોડિંગ બંધ કરી નાખ્યું છે. આ બાબતે માથાડી કામદારોના નેતા નરેન્દ્ર પાટીલે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે કાંદા-બટાટા બજારના ફકત 15થી 20 ટકા વેપારીઓના જ કામ માથાડી કામદારોએ બંધ કર્યા છે. કામ બંધ કરવાનો નિર્ણય પણ અચાનક લેવામા આવ્યો નથી. વેપારીઓને અને સરકારને અમે પહેલા જ બેઠક લઈને તે મુજબનો પત્ર આપી દીધો હતો. કામ બંધ માટે બજારના આ 15થી 20 ટકા વેપારીઓ જ જવાબદાર છે. અમારી માગણીઓ વેપારીઓને તેમ જ સરકારને પહેલા જ જણાવી દીધી છે.

    BMCએ આ ત્રણ વિભાગ માટે બજેટમાં ફાળવેલો મોટા ભાગનો ફંડ ખર્ચી નાખ્યો; હવે ઈમરજન્સી ફંડમાં હાથ નાખવાની તૈયારી; જાણો વિગતે

    માથાડી કામદારોની હડતાલ બાબતે નરેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ઈન્ડિયન લિબરલ વર્કર ઓર્ગનાઈઝેશને 1990 પહેલા એક સર્વેક્ષણ કર્યો હતો. તે મુજબ નારાયણ રાણે જયારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મહારાષ્ટ્ર સરકારે પરિપત્રક કાઢયું હતું. જેમાં 50 કિલોથી વધારે માલ એક ગુણીમાં ભરી શકાય નહીં. અમુક વર્ષોમાં તબક્કાવાર રાજયની તમામ એપીએમસી માર્કેટમાં તે અમલમાં મુકવામા આવ્યું હતું. જોકે કાંદા-બટાટા બજારમાં અમુક સમસ્યાઓનો ઉકેલ આવ્યો નહોતો. તેથી ગુણીમાં 50 કિલો માલના ભરવાને લઈને સમસ્યા કાયમ રહી હતી. છેલ્લા 15 મહિનાથી આ બાબતે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ વાત આગળ વધતી નહોતી.

    બધા વેપારીઓના કામ બંધ કરવામાં આવ્યા નથી એવું જણાવતા નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે એપીએમસી બજારમાં 15થી 20 ટકા વેપારીઓ ગુણીઓમાં 50 કિલોને બદલે 65થી 70 કિલો માલ ભરતા હોય છે. તેમના કામ બંધ કરી દેવામા આવ્યા છે. બજારમાં 80 ટકા વેપારીઓ 50 કિલોથી ઓછો માલ ભરે છે. તેમનું કામ બંધ કરવામાં આવ્યું નથી.  
     

    ચાઈલ્ડ એજ્યુકેશન માટે ડોનેશનને નામે ઉત્તર મુંબઈના આ વિસ્તારમાં ફૂલ્યોફાલ્યો વસૂલીનો ધંધો, મુંબઈ પોલીસે શરૂ કરી તપાસ જાણો વિગત.

    કાંદા-બટાટાના ભાવને ફરક નહીં પડે એવું જણાવતા તેમણે કહ્યું હતું કે બજારના 80 ટકાથી વધુ વેપારીઓના લોડિંગ-અનલોંડિગ ચાલુ છે. તેથી બજારમાં માલની સપ્લાય રહેશે. તેથી ગ્રાહકોને નુકસાન નહીં થાય. પરંતુ જે ખેડૂતો પાસેથી આ લોકો માલ ખરીદે છે તેમને ફરક પડશે. લોડિંગ-અનલોડિંગ બંધ થવાથી ખેડૂતોનો માલ પડી રહેશે.

    માથાડી કામદારોના નેતાઓ એપીએમસી બજારમાં ફક્ત 15થી 20 ટકા વેપારીઓના કામ બંધ કર્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે એપીએમસી બજારના ઓનિયન પોટેટો ટ્રેડર્સ અસોસિયેશનના સેક્રેટરી રાજીવ મણિયારે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યુ હતું કે કાંદા-બટાટા બજારમાં 70 ટકાથી વધુ વેપારીઓના કામ બંધ છે. કાંદા-બટાટા પેરીશેબલ આઈટમ છે. જો હડતાલ ચાલુ રહી તો માલ સડવા માંડશે. બજારમાં માલની અછત સર્જાશે અને ભાવ પણ આસમાને પહોંચવાની શક્યતા છે. તેઓની માંગણીને લઈને રાજ્ય સરકારે જ નિર્ણય લેવાનો છે. અમારા હાથમાં કંઈ નથી.

  • કાંદાના ભાવ રડાવવાનું બંધ કરશે. મુંબઇના બજારમાં ઇરાની કાંદા આવ્યા.

    કાંદાના ભાવ રડાવવાનું બંધ કરશે. મુંબઇના બજારમાં ઇરાની કાંદા આવ્યા.

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 11 નવેમ્બર, 2021

    ગુરુવાર

    નવી મુંબઈ ખાતે આવેલા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં હવે કાંદાના ભાવ નીચે જઈ રહ્યા છે. જેનુ પ્રમુખ કારણ એમ છે કે ઇરાનથી 20 ટનની ક્ષમતા વાળા 60 કન્ટેનર એક પછી એક આવી રહ્યા છે. આ તમામ કન્ટેનરોમાં કુલ મળીને 4800 ટન કાંદા છે. આ નવા કાંદાની આવક થતાની સાથે જ કાંદાના ભાવ ઘટવા માંડ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે નીચી ગુણવત્તાવાળા કાંદા 3 રૂપિયે કિલો જ્યારે કે સૌથી સારી ગુણવત્તાવાળા કાંદા 30 રૂપિયા કિલો પ્રમાણે વેચાયા હતા. આમ આવનાર દિવસોમાં હવે કાંદાના ભાવ ઘટશે.

    મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રોક : મુંબઈમાં નગરસેવકોની સંખ્યા વધી ગઈ. જાણો વિગત.

  • ગૃહિણીઓની દિવાળી સુધરશે : કાંદાના ભાવ ગગડ્યા, કિલોએ આટલા રૂપિયાનો થયો ઘટાડો; જાણો વિગત

    ગૃહિણીઓની દિવાળી સુધરશે : કાંદાના ભાવ ગગડ્યા, કિલોએ આટલા રૂપિયાનો થયો ઘટાડો; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
    મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
    મંગળવાર    
    કાંદાના આસમાને પહોંચેલા ભાવમાં મધ્યમ વર્ગના લોકોને રડાવ્યા હતા. હવે જોકે કાંદાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. નવી મુંબઈની APMCની હોલસેલ બજારમાં ચાર દિવસની અંદર કિલોએ 15થી 20 રૂપિયા ભાવ ઘટી ગયા છે. હોલસેલમાં 40થી 45 રૂપિયા કિલોએ વેચાઈ રહેલા કાંદા હવે 30થી 35 રૂપિયાએ વેચાઈ રહ્યા છે. મોંઘવારીની ચક્કીમાં પહેલાંથી જ પિસાઈ રહેલા સામાન્ય નાગરિકોને જોકે કાંદાના ભાવ ઘટવાથી થોડી રાહત થઈ છે.
    સતત વરસાદ અને વાવાઝોડાને કારણે આ વર્ષે કાંદાના પાકને ભારે નુકસાન થયુ હતું. નાશિકમાં ભારે વરસાદથી પાક ધોવાઈ ગયો હતો. એથી બજારમાં નવો માલ આવતો નહોતો અને જે કાંદા આવતા હતા, એમાંથી મોટા ભાગનો માલ સડેલો હતો. એથી હોલસેલ બજારમાં કાંદા 40થી 45 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા, તો રીટેલ બજારમાં કિલોના દર 60થી 70 રૂપિયે કિલોએ પહોંચી ગયા હતા. 

    ભોપાલમાં આ વેબ સિરીઝના સેટ પર બજરંગ દળે કર્યો હુમલો, નિર્માતા-નિર્દેશકના ચહેરા પર ફેંકાઈ શાહી; જાણો વિગત 
    માલ ઓછો હોવાને કારણે કાંદાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. હવે જોકે નાશિક સહિત રાજ્યના અન્ય જિલ્લામાંથી કાંદાનો માલ ફરી બજારમાં આવી રહ્યો છે. એથી અઠવાડિયાની શરૂઆતમાં બજારમાં જે 70થી 80 ગાડીઓ આવી રહી હતી એ હવે વધીને 107ની આસપાસ થઈ ગઈ છે. માલની આવક વધવાની સાથે જ ભાવ પણ નીચે ઊતરી ગયા હોવાનું APMCના કાંદા-બટાટા બજારના વેપારીએ ક્હ્યુ હતું.

     

  • ભાઈ, ખરો પૈસો તો રોકડા માં વેચાતા કાંદા માંજ છે. નાશિક ના દરોડા માં કાંદાના વેપારી પાસેથી આટલા કરોડ રોકડા પકડાયા. જાણો વિગત

    ભાઈ, ખરો પૈસો તો રોકડા માં વેચાતા કાંદા માંજ છે. નાશિક ના દરોડા માં કાંદાના વેપારી પાસેથી આટલા કરોડ રોકડા પકડાયા. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

    સોમવાર

    નાશિકમાં પિંપલગામ, બસવંત અને આસપાસના કાંદાના વેપારીઓ આવકવેરા વિભાગના રડારમાં આવી ગયા હતા. છ દિવસ પહેલાં નાશિકમાં ઇન્કમ ટૅક્સે આ વેપારીઓની ઑફિસ, ગોદામ અને નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહી સતત ચાર દિવસ સુધી ચાલી. એમાં 26 કરોડની રોકડ રકમ મળી હતી. એવી જાણકારી મળી છે કે આ રકમની ગણતરી કરવા માટે ઇન્કમ ટૅક્સની ટીમને 19 કલાક લાગ્યા હતા.

    દીપડાએ મચાવ્યો કાળો કેર : આરે કૉલોનીમાં ફરી સિનિયર સિટિઝન પર થયો હુમલો; જાણો વિગત

    આ બાબતે મળેલી માહિતી મુજબ આવકવેરા વિભાગના અંદાજે 200 જેટલા કર્મચારીઓની ટીમ દરોડા પાડવા નાશિકના વિવિધ ઠેકાણે કાંદાના કર્મચારીઓનાં ગોદામ, નિવાસ્થાન પર પહોંચી હતી. આ તમામ કાર્યવાહી ચાર દિવસ સુધી ચાલી. બુધવારે શરૂ થયેલી કાર્યવાહી શનિવારે પૂર્ણ થઈ હતી. વિભાગે ૨૬ કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. ઉપરાંત 100 કરોડથી વધુ બેહિસાબી રકમનો પણ ખુલાસો થયો છે. જપ્ત કરેલી રકમ ગણવામાં ઇન્કમ ટૅક્સના 80 કર્મચારીઓને 19 કલાક લાગ્યા હોવાની માહિતી પણ મળી છે. આ ટીમે નાશિક અને પિંપલગાવની અમુક બૅન્કમાં રકમ ગણવાનું શુક્રવારે સવારે 11 વાગ્યે શરૂ કર્યું, જે શનિવારે સાંજે સાત વાગ્યે પૂર્ણ થયું હતું.

     

  • અફઘાનિસ્તાથી કાંદાની આયાત ચાલુઃ છતાં કાંદા આંખે પાણી લાવશે.જાણો વિગત

    અફઘાનિસ્તાથી કાંદાની આયાત ચાલુઃ છતાં કાંદા આંખે પાણી લાવશે.જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

    મુંબઈ, 15 ઓક્ટોબર, 2021

    શુક્રવાર. 

    છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદાના ભાવ વધી ગયા છે. આગામી સમયમાં કાંદાના ભાવમાં હજી ઉછાળો જોવા મળવાનો છે. હજી બેથી ત્રણ મહિના કાંદાના ભાવ ઉંચા રહેવાની શકયતા બજારના નિષ્ણાતો વ્યકત કરી રહ્યા છે.

    તાલિબાનના રાજથી અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ બધુ બંધ થઈ ગયું હતું. જોકે હવે ધીરે ધીરે ફરી વેપાર-ધંધો ચાલુ થયો છે. હાલમાં જ કાંદાની આયાત કરવામાં આવી હતી, જેમાં કાંદાનો મોટો  જથ્થો અમૃતસરમાં આવી પહોંચ્યો હતો. તેને કારણે પ્રતિ કિવન્ટલે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. જોકે હાલ આવેલો જથ્થો પ્રમાણમાં બહુ ઓછો છે, એટલે બજારમાં કાંદાની ડીમાન્ડ સામે આ કાંદા નગણ્ય કહેવાય. બજારના નિષ્ણાતોના કહેવા મુજબ આગામી બેથી ત્રણ મહિના કાંદાના ભાવ ઊંચા જ રહે એવી   શકયતા છે.

    ખુંખાર તાલિબાનીઓને પાકિસ્તાને આપ્યો ઝટકો, પાકિસ્તાન એરલાઇન્સે કાબુલ જતી ફ્લાઇટ્સ આ કારણે સસ્પેન્ડ કરી; જાણો વિગતે  

    એપીએમસી બજારમાં કાંદા-બટાટા બજાર સાથે સંકળાયેલા અને એપીએમસીના ભૂતપૂર્વ ડાયરેકટર રાજેન્દ્ર રાસકરે જણાવ્યું હતું કે ચોમાસાએ આ વખતે કાંદાના પાકને બહુ નુકસાન પહોંચાડયું છે. દેશના મોટાભાગના વિસ્તારમાં સતત રહેલા વરસાદને કારણે નવા કાંદાના પાકને બહુ નુકસાન થયું છે. સામાન્ય રીતે ચોમાસામાં લાગેલા કાંદા દશેરાની આસપાસ બજારમાં આવતા હોય છે. જોકે વરસાદે કાંદાને બહુ નુકસાન પહોંચાડયુ છે. તો સ્ટોરેજમાં રહેલો કાંદાના માલ પણ સડી ગયો છે. તેથી બજારમાં હાલ બહુ ઓછો પ્રમાણમાં કાંદાનો સ્ટોક ઠલવાઈ રહ્યો છે. તેથી કાંદાના ભાવ વધી ગયા છે. અફઘાનિસ્તાથી કાંદાનો માલ આવી રહ્યો છે પરંતુ આપણા દેશમાં કાંદાની ડીમાન્ડ સામે ત્યાંથી ઓછી માત્રામાં આવેલો કાંદો પૂરતો નથી. કાંદાના નવા પાકને બજારમાં આવતા હજી બીજા બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. તેqથી હજી થોડા સમય કાંદાના ભાવ ઊંચા જ રહેવાની શકયતા છે.

  • આને કહેવાય સરકારી કડકાઈ : આ જિલ્લામાં જો 25 રૂપિયા કિલોથી વધુ કિંમતે બટેકા વેચાયા તો દુકાન સિલ થશે.

    આને કહેવાય સરકારી કડકાઈ : આ જિલ્લામાં જો 25 રૂપિયા કિલોથી વધુ કિંમતે બટેકા વેચાયા તો દુકાન સિલ થશે.

    એક તરફ કોરોના ની તકલીફ છે તો બીજી તરફ અનેક વેપારીઓ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉચકવા માંગે છે.

    છત્તીસગઢના કાંકેર માં પ્રશાસન કડક થયું છે. લોકોની ફરિયાદ મળતાની સાથે જ કલેક્ટરે આદેશ લગાડ્યો છે કે આખા જિલ્લામાં કાંદા અને બટાકાની કિંમત 25 રૂપિયા થી વધુ ન હોઈ શકે. જો કોઈ દુકાનદાર આનાથી મોંઘા કિંમતે વેચાશે તો દુકાન ને સીલ કરવામાં આવશે.

    પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

  • કાંદાના ભાવ સાવ તળિયે પહોંચ્યા. સાથે આ પણ સસ્તું થયું…

    કાંદાના ભાવ સાવ તળિયે પહોંચ્યા. સાથે આ પણ સસ્તું થયું…

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    18 માર્ચ 2021

    એક મહિના પહેલા કાંદાનો ભાવ ૪૦ રૂપિયા કિલો હતો ત્યારે હવે મુંબઈની એપીએમસી માર્કેટમાં કાંદાનો ભાવ 15 રૂપિયા કિલો થઇ ગયો છે. આ ઉપરાંત બટાકાનો ભાવ પણ દસ રૂપિયા કીલો જ્યારે કે લસણનો ભાવ માત્ર 60 રૂપિયા કિલો છે.

    મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ ગુજરાતમાંથી બટેટા અને કાંદાની મોટા પ્રમાણે ગાડીઓ આવતા ભાવ ગગડી ગયા છે.

  • ચાલુ વર્ષે કાંદા કેટલા પાક્યા છે કે ભાવ વધવાના કોઈ ચાન્સ નથી. જાણો વિગત.

    ચાલુ વર્ષે કાંદા કેટલા પાક્યા છે કે ભાવ વધવાના કોઈ ચાન્સ નથી. જાણો વિગત.

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    09 માર્ચ 2021 

    ચાલુ વર્ષે કાંદા એ ઊંચો ભાવ પકડ્યો હતો. જેની પાછળ લોભી અને લાલચુ વેપારીઓનો હાથ હતો. હવે આ વેપારીઓના કાંડા તૂટી ગયા છે. ચાલુ વર્ષે એટલા મોટા પ્રમાણમાં કાંદાનો પાક થયો છે કે સરકારે ખેડૂતોને બચાવવા માટે ઘણા કાંદા ખરીદવા પડશે તેમ જ એક્સપોર્ટ પણ કરવા પડશે.

    એક આખા વર્ષ દરમિયાન ભારતની જરૂરિયાત થી પણ વધુ કાંદા પાક્યા છે. આથી સરકાર કાંદાનો બે લાખ ટન બફર સ્ટોક બનાવવાની છે. જેથી ચાલુ વર્ષ દરમિયાન જો કોઈ વેપારી હાથ ચાલાકી કરી જાય તો સરકાર તેને ઊંધી પાડી શકે.

    સામાન્ય રીતે સરકાર માત્ર ત્રણ પ્રદેશોમાંથી કાંદા ખરીદે છે પરંતુ ચાલુ વર્ષે કુલ સાત રાજ્યમાંથી કાંદા ખરીદવામાં આવશે.

  • મુંબઈ થાણે અને નવી મુંબઈમાં કાંદાના ભાવમાં ભડાકો. આ તારીખ પછી ભાવ ઘટશે…

    મુંબઈ થાણે અને નવી મુંબઈમાં કાંદાના ભાવમાં ભડાકો. આ તારીખ પછી ભાવ ઘટશે…

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    21 ફેબ્રુઆરી 2021

    મુંબઇ શહેરથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર લહાસલ ગામ માં કાંદા ની કિંમત માત્ર પાંચથી સાત રૂપિયા કિલો છે. જ્યારે કે મુંબઈ શહેરમાં કાંદાનો ભાવ હવે ૫૫-૬૦ રૂપિયા કિલો થઈ ગયો છે. 

    ક્ષેત્રમાં 15 માર્ચ પછી નવો પાક ઉતરવાનો છે. ત્યાં સુધીમાં જુનો પાક મોટા વેપારીઓએ ખરીદી ને ગોડાઉનમાં મૂકી દીધો છે. એટલે કે બજારમાં કૃત્રિમ અછત નિર્માણ કરી દીધી છે. આ કારણથી આગામી એક મહિના સુધી નવા કાંદાની આવક ન થવાને કારણે ભાવ ઊંચા રહેશે. ૧૫મી માર્ચ પછી નવો પાક આવ્યા બાદ હરાજીમાં ઓછા ભાવ બોલાશે અને ત્યારબાદ મુંબઇ અને આસપાસના વિસ્તારમાં કાંદાના ભાવ ઘટશે.