• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - toll plaza - Page 2
Tag:

toll plaza

રાજ્ય

હદ કેહવાય- જિમ- લોકલ ટ્રેન બાદ હવે ટોલ પ્લાઝા પર બે મહિલાઓ બાખડી- એકબીજાના ખેંચ્યા વાળ- મારી થપ્પડો- જુઓ વાયરલ વિડીયો

by Dr. Mayur Parikh November 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટોલ પ્લાઝા(Toll Plaza ) પર ટોલને લઈને અવારનવાર વિવાદના (Controversy) અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી(Uttar Pradesh) ફરી એકવાર આવા જ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં બે મહિલાઓ વચ્ચે ટોલ બાબતે ઝઘડો થાય  છે. મામલો એટલો વધી ગયો કે ટોલ પ્લાઝા પર જ બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ.  મારપીટનો આખો વીડિયો ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં(CCTV) કેદ થયો હતો. જે હવે સામે આવ્યો છે. 

जालौन में टोल टैक्स मांगने पर महिला कर्मियों की जमकर पिटाई pic.twitter.com/55HQayiWdv

— Asheesh Kumar Mishra (@Asheesh17604450) October 31, 2022

આ વીડિયોમાં એક મહિલા કારમાંથી આવતી જોઈ શકાય છે. ટોલ પર ઉભેલા કર્મચારીઓ તેની કારને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે કારમાંથી નીચે ઉતરી બેરિકેડ્સને હટાવવાનું શરૂ કરે છે. ટોલ કર્મચારીઓ(Toll employees) તેને રોકે છે પરંતુ બેરિકેડિંગ(Barricading) હટાવવાનું ચાલુ રાખે છે. ત્યારે ટોલ પર હાજર મહિલા કર્મચારીઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બંને મહિલાઓ બાખડી પડી હતી અને એકબીજાના  વાળ ખેંચવા લાગી હતી. 

આ સમાચાર પણ વાંચો : યુપીના આ જિલ્લામાં સબ ઈન્સ્પેક્ટરના વિદાય સમારોહમાં પોલીસકર્મીઓએ કર્યો જબરદસ્ત ડાન્સ- જુઓ વીડિયો

કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો ઝાંસી(Jhansi) કાનપુર નેશનલ હાઈવે(Kanpur National Highway) પર સ્થિત અટ્ટા ટોલ પ્લાઝાનો છે. આ ઘટના સોમવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી.

November 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના

by Dr. Mayur Parikh August 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હાઈવે(Highway) પર ટોલ નાકા(Toll naka) પર લાગતી લાંબી લાઈન અને ટ્રાફિકને પગલે કેન્દ્ર સરકાર(Central Govt) ટોલ ભરવા માટે FASTag લાવી હતી. પરંતુ હજી થોડા દિવસો થયા છે, પરંતુ એવું લાગે છે કે સરકારને સિસ્ટમથી સંતોષ નથી. તેથી હવે સરકારે ફાસ્ટેગને પણ વિદાય આપીને ટોલ વસૂલી માટે વધુ નવી હાઇટેક સિસ્ટમ (hi-tech system)લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

બહુ જલદી FASTag ને પણ ઈતિહાસ થઈ જશે.  કેન્દ્ર સરકાર જી.પી.એસ સેટેલાઇટ ટેક્નોલોજીની(GPS Satellite Technology) મદદથી ટોલ ટેક્સ(Toll tax) વસૂલવાની તૈયારી કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત જેલમાં છે તો પછી તેમના નામેથી એડિટોરિયલ કેમ છપાય છે- ઈડી હવે કરશે  તપાસ

મળેલ માહિતી અનુસાર, સરકાર ટોલ વસૂલાત માટે નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જો અમલ કરવામાં આવે તો FASTag ટેક્નોલોજીની જરૂર નહીં પડે. હાલમાં, વાહન ટોલ વસૂલી(Vehicle toll collection)  FASTag સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ બધા વાહનના કાચ પર લગાવેલા FASTag દ્વારા કરવામાં આવે છે. તેથી FASTag ને રિચાર્જ કરવાની જરૂર છે. વાહન ટોલ પ્લાઝા(Toll Plaza) પરથી પસાર થતાંની સાથે જ પ્લાઝા પરના RFID દ્વારા FASTag માંથી પેમેન્ટ કાપવામાં આવે છે. ડ્રાઈવરને કંઈ કરવાની જરૂર નથી. પરંતુ હવે કેન્દ્ર સરકાર જી.પી.એસ સેટેલાઇટ ટેક્નોલોજીની મદદથી ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. દરમિયાન, સરકાર હાલમાં યુરોપીયન ધરતી(European soil) પર સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત માટેના પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

નવી ટેકનોલોજીનો વિચાર કરીએ તો યુરોપિયન ધરતી પર સરકારની ટોલ વસૂલાત પ્રણાલીનો અર્થ એ છે કે તમારું વાહન જેટલું અંતર મુસાફરી કરશે, તેટલો જ તમારે ટોલ ચૂકવવો પડશે. આ માટે બે ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : બિહારમાં આજે નવા જૂની થશે- નીતીશકુમાર- તેજસ્વી યાદવ અને કોંગ્રેસ પાર્ટી ત્રણેયની બેઠક- ભાજપનું શું – જાણો અહીં

પહેલી  ટેક્નોલોજીમાં વાહનમાં જી.પી.એસ ટ્રેકિંગ ટેકનોલોજી(GPS tracking technology) હશે. આનાથી હાઇવે પરના સેટેલાઇટ દ્વારા વાહન માલિકના બેંક ખાતામાંથી સીધો ટોલ કપાશે. બીજી ટેકનિક નંબર પ્લેટ દ્વારા ટોલ વસૂલવાની છે. એવું કહેવાય છે કે નંબર પ્લેટ પર ટોલ લેવા માટે કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ(Computerized system) હશે જે સોફ્ટવેરની મદદથી ટોલ વસૂલશે.

August 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ધ ગ્રેટ ખલીની ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે થઇ બબાલ- WWE સ્ટારે મારી થપ્પડ તો કર્મચારીએ કહ્યું-વાંદરો-જુઓ વાયરલ વીડિયો- જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

WWEના પ્રખ્યાત રેસલર દલીપ સિંહ રાણા(Dalip Singh Rana) ઉર્ફે ધ ગ્રેટ ખલી(e ThGreat Khali)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ટોલ પ્લાઝા(Toll plaza)ના લોકો સાથે બોલાચાલી(Heated Argument) કરતા દેખાઈ રહ્યા છે. 

 

'ધ ગ્રેટ #ખલી’ની ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે થઇ #બબાલ! #WWE સ્ટારે મારી થપ્પડ તો #કર્મચારીએ કહ્યું-વાંદરો, જુઓ #વાયરલ વીડિયો..#Punjab #WWE #TheGreatKhali #Tollplaza #viralvideo pic.twitter.com/hbqlH52xSn

— news continuous (@NewsContinuous) July 12, 2022

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ખલી વારંવાર કહેતા જોવા મળે છે કે બેરિયર(Baricades) ખોલો પરંતુ ટોલ પ્લાઝાના લોકો આ વાત સાથે સહમત નથી થતાં. ત્યારબાદ બબાલની વચ્ચે જ રેસરલ ખલી પોતાની કાર(Car)માંથી બહાર આવ્યા અને બેરિયરને હટાવીને કારને કાઢીને લઈ ગયા. આ વચ્ચે એક કર્મચારી ખલીને બેરિયર હટાવવાથી રોકે પણ છે. તો સ્ટાર રેસલર તેને બાજુમાંથી પકડીને હટાવી દે છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ખલી(Khali)એ આઈડી કાર્ડ માંગવા પર ટોલ પ્લાઝા કર્મચારી(toll plaza employee)ને થપ્પડ માર્યો છે. જ્યારે વીડિયોમાં ખલી કહેતો જોવા મળે છે કે કર્મચારી તેને બ્લેકમેલ કરી રહ્યા છે. એક કર્મચારી ફોટો ક્લિક કરવા માટે કારમાં ઘુસી રહ્યો હતો. જેના કારણે આવું થયું. વીડિયોમાં સાંભળી શકાય છે કે એક કર્મચારી ખલીને બંદર પણ કહી રહ્યો છે. ગુસ્સામાં દરેક કર્મચારી ખલીને નીકળવા નથી દઈ રહ્યા. ત્યારે જ પોલીસ ઘટના સ્થળ પર આવે છે.   

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે- આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે- જાણો આનો અર્થ શું છે

મીડિયા રિપોર્ટ મુજબ આ મામલો ત્યારનો છે જ્યારે રેસલર ખલી જલંધરથી કરનાલ જઈ રહ્યા હતા. આ સમયે ફિલ્લોરની પાસે ટોલ પ્લાઝાનો આ વીડિયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખલી પંજાબની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો. જોકે, તેણે ચૂંટણી લડી ન હતી. 

July 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મોટા સમાચાર : આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.

by Dr. Mayur Parikh March 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે.

નીતિન ગડકરીએ કહ્યું કે નિયમ મુજબ દેશમાં 60 કિલોમીટરથી ઓછા અંતર વચ્ચે ટોલ નાકા ન હોઈ શકે. પરંતુ ઘણી જગ્યાએ આવા ટોલનાકા ચાલી રહ્યા છે.

આ તમામ ટોલ નાકા 3 મહિનામાં બંધ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ઇડીના હાથ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સુધી પહોંચ્યા. તેમના સાળા વિરુદ્ધ EDએ કરી મોટી કાર્યવાહી, 11 ફ્લેટ્સ સીલ

March 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

વાહનચાલકો માટે સારા સમાચાર, ટૉલ પ્લાઝા પર આટલાં વાહનો હશે તો નહીં ચૂકવવો પડે ટૅક્સ, ફ્રીમાં કરી શકશો સફર; જાણો વિગતે

by Dr. Mayur Parikh May 27, 2021
written by Dr. Mayur Parikh

ભારતના નૅશનલ હાઇવે ઑથૉરિટીએ દેશભરના ટૉલ નાકા પર વાહનોના વેઇટિંગ ટાઇમ ઘટાડવા માટે ટૉલ પ્લાઝા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. 

ટૉલ પ્લાઝા પર પિક અવરમાં દરેક વાહનનો વેઇટિંગ ટાઇમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે. 

ટૉલ પ્લાઝા પર વાહનોની કતાર 100 મીટર કરતાં વધુ થઈ જાય તો જ્યાં સુધી વાહનો 100 મીટરની અંદર ન આવે ત્યાં સુધી વાહનોનો ટૉલ ટેક્સ લેવામાં આવશે નહીં. 

તમામ ટૉલ નાકા પર 100 મીટરના અંતર માટે પીળા રંગની લાઇન બનાવવામાં આવશે. 

નોંધનીય છે કે 2021 ફેબ્રુઆરીમાં NHAI દ્વારા ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ ટૉલ પ્લાઝા કેસલેશ થઈ ગયા છે. હાલમાં 752 ટૉલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બન્યા છે અને એમાંથી 575 ટૉલ પ્લાઝા NHAI છે.

કાંદિવલીમાં શરૂ થયો પ્રોજેક્ટ પીપલ; બિલ્ડિંગમાં નીકળી આવેલા પીપળાના વૃક્ષ આપો અને પર્યાવરણ બચાવો

May 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
barrier-less-toll-system-to-be-rolled-out-soon-says-union-minister-v-k-singh
મુંબઈ

વેપારીઓને રાહત મળે કે નહીં પણ ટોલનાકા વાળાને રાહત જરૂર મળશે. સરકારે તૈયાર કર્યો આ વિવાદાસ્પદ પ્રસ્તાવ..

by Dr. Mayur Parikh April 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

સોમવાર

મહારાષ્ટ્રના તમામ ટોલનાકાઓ એક નિશ્ચિત સમયે અવધિ સુધી જ ટોલ વસૂલી શકે છે. ત્યારબાદ તેમણે તે રસ્તા સર્વ સામાન્ય નાગરિક માટે મફત કરવાના હોય છે.

ગત એક વર્ષથી વાહન વ્યવહાર ઘટી ગયો હોવાને કારણે ટોલ વસૂલી કરનાર લોકોને ભયંકર નુકસાન થયું છે. 

આ નુકસાનની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય વિકાસ મહામંડળે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ ટોલ ની વસૂલી કરનારાઓ ને વધુ સો દિવસ સુધી ટોલ વસૂલ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે આગામી કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાના વેપારીઓ અને ટ્રેડરો અનેક મદદ માંગી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર ની પાસે તેમને આપવા માટે એક રૂપિયો પણ નથી. બીજી તરફ અમુક કિલોમીટરના અંતરે લોકો પાસે જબરજસ્તી ટોલ વસુલનાર પર સરકાર મહેરબાન છે.

April 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ગાડી માલિકો માટે કામના સમાચાર : જો આ વસ્તુ નહીં કરો તો ઈન્સ્યોરન્સ નહીં મળે.

by Dr. Mayur Parikh March 9, 2021
written by Dr. Mayur Parikh

સડક પરિવહન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે હેઠળ જે ગાડી પાસે ફાસ્ટેગ નહીં હોય તેને હવે ઈન્સ્યોરન્સ નહીં મળે.

આ નિયમ ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

આ ઉપરાંત ફાસ્ટેગ સિવાય અન્ય સુવિધાઓ ને પણ લિંક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

March 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દેશભરમાં ફાસ્ટેગ નો અમલ. પણ મુંબઈના પ્રવેશ દ્વારો પર નહીં. શા માટે? રોકડા ખિસ્સામાં મુકાય છે એટલે?

by Dr. Mayur Parikh February 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 ફેબ્રુઆરી 2021

એ વાત સર્વે કોઈ જાણે છે કે મુંબઈમાં પ્રવેશના 5 ટોલનાકા પર દૈનિક હજારોની સંખ્યામાં ગાડી આવે છે જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થાય છે. આ પૈસા રોકડા માં લેવામાં આવે છે. આટલા વર્ષોથી આ ટોલનાકા અહીં કેમ છે? તેના પૈસા હજી કેમ વસૂલ નથી થયા? આ સંદર્ભે એક રહસ્ય પ્રવર્તે છે.

હવે આ રહસ્યને પીઠબળ આપતી એક ઘટના બની છે.

આખા દેશમાં અત્યારે ફાસ્ટેકનો અમલ થયો છે ત્યારે મુંબઈના પ્રવેશ દ્વારો પર તે લગાડવામાં નથી આવ્યું. આથી અહીંયા રોકડાની વસૂલી હજી ચાલુ છે. આનો શું અર્થ લેવો? 

વાચકો આ સ્ટોરી ના કમેન્ટમાં લખે…..

આજથી લોકલ ટ્રેનમાં સ્પેશિયલ ડ્રાઇવ. કાયદો ભંગ કરનાર, એકે એકને પકડવામાં આવશે.

માસ્ક ન પહેરવામાં દક્ષિણ મુંબઈ વાળા સૌથી આગળ, સૌથી વધુ દંડાયા પણ ખરા. જાણો વિગત… 

February 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

ફોર વ્હીલર ધારકો માટે રાહતના સમાચાર : ફાસ્ટેગ માટે વધારવામાં આવી મુદત, ક્લિક કરીને વાંચો કેટલા દિવસનો મળ્યો છે સમય..

by Dr. Mayur Parikh January 1, 2021
written by Dr. Mayur Parikh

કેન્દ્ર સરકારે ફાસ્ટેગની સમય સીમા વધારી 15 ફેબ્રુઆરી 2021 કરી દીધી છે. 

100 ટકા ફાસ્ટટેગના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ફાસ્ટેગની સમય સીમા વધારવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પ્રાધિકરણ એ અગાઉ ઘોષણા કરી હતી કે 1 જાન્યુઆરી 2021થી માત્ર ફાસ્ટેગ દ્વારા જ ટોલ ચાર્જ કલેક્ટ કરાશે. 

 

January 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક