• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ukai dam
Tag:

Ukai dam

Minister of State for Forest and Water Supply Mukeshbhai Patel laid the foundation stone of canal modernization works under Ukai Kakrapar Irrigation Scheme of Surat
સુરત

Ukai Dam: મુકેશભાઈ પટેલના હસ્તે 42 કરોડના ખર્ચે ઉકાઈ કાકરાપાર સિંચાઈ યોજનાનો નહેર આધુનિકીકરણનો ખાતમુહૂર્ત.

by khushali ladva January 6, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  •  નહેરના આધુનિકીકરણથી પાણીનું લિકેજ, સિપેજ અટકશે
  • છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઇનું પાણી મળશે

Ukai Dam:  વન, પર્યાવરણ, પાણી પુરવઠા, જળસંપત્તિ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કીમ ખાતે રૂ.૪૨ કરોડના ખર્ચે સુરત અને ભરૂચ જિલ્લાના ઉકાઈ કાકરાપાર સિંચાઈ યોજના હેઠળ નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સાંસદશ્રીઓ પ્રભુભાઈ વસાવા અને મુકેશભાઈ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ઈ માધ્યમથી કામોનું સામૂહિક ખાતમુહૂર્ત કર્યું હતું.
કીમ સહકારી જીન મંડળીના પ્રાંગણમાં આયોજિત સમારોહમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી ક્ષેત્ર સાથે મજબૂત રીતે જોડાયેલા છે. સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે દેશની જીડીપીમાં મોટું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારી ક્ષેત્રના સશક્તિકરણ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના થઇ છે, જેનાથી આ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન થવાનું શરૂ થયું છે. આ પ્રયત્નો થકી સહકારિતા એક નવી ઊંચાઈ પર પહોંચશે અને દેશના સામાજિક તેમજ આર્થિક વિકાસમાં મજબૂત આધારશિલા પૂરી પાડશે. સહકારી ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે આ ક્ષેત્રથી દેશના દરેક નાગરિકને સીધો લાભ મળે છે અને આર્થિક પ્રગતિ તીવ્ર બને છે એમ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું

Ukai Dam: દક્ષિણ ગુજરાતમાં રૂ.૨૦૦ કરોડના વિવિધ વિકાસકામોની ભેટ નાગરિકોને મળવા જઈ રહી છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હંમેશા તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે. નહેરોના આધુનિકીકરણના કામોથી પાણીનું લિકેજ અને સિપેજ અટકશે. છેવાડાના વિસ્તારના ખેડૂતોને પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. ઈ.સ.૧૯૭૨માં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમની ક્ષમતા વધારવા માટે આયોજન કરાઈ રહ્યું છે, જેના પરિણામે કાંઠાના વિસ્તારોમાં ઝડપી અને સમયસર પાણીની ઉપલબ્ધિ થશે. આ પગલાં ખેડૂતોને બારેમાસ ખેતી કરવાની સગવડતા પૂરી પાડશે.

Mukeshbhai Patel laid the foundation stone for the canal modernization of the Ukai Kakrapar Irrigation Project

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના પ્રભાવી નેતૃત્વ હેઠળ દેશમાં સિંચાઈ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવી તેમના જીવનધોરણ ઊંચું લાવવામાં કારણભૂત બની છે. જેના કારણે ખેડૂતો અને છેવાડાના લોકો માટે સરળતાથી પાણી ઉપલબ્ધ થયું છે. સિંચાઈ યોજનાના ફળસ્વરૂપે ઉકાઈ ડેમનું પાણી વ્યર્થ વહી જતું અટકાવવામાં સફળતા મળી છે.

ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,સરકાર દ્વારા અગામી ૫૦ વર્ષ સુધી પાણીની સમસ્યા ન થાય તે માટે વિવિધ સૂચિત યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ ક્ષેત્રે રૂ. ૨,૦૦૦ કરોડના વિવિધકામો પ્રગતિમાં છે, જેનાથી સિંચાઈ, પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.

આ સમાચાર પણ વાંચો  : Tiger Family Video: દુર્લભ દૃશ્ય … તાડોબા રિઝર્વમાં વાઘણ તેના 5 બચ્ચા સાથે નીકળી ફરવા; આ વિડીયો જોઈને દિલ ખુશ થઈ જશે

Ukai Dam: આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, તા.પંચાયત પ્રમુખ નિતાબેન પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑપ. બેંકના પ્રમુખ બળવંત પટેલ, નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ કેતન પટેલ, સાયણ સુગરના પ્રમુખ રાકેશ પટેલ, કામરેજ સુગરના પ્રમુખ અશ્વિન પટેલ, અગ્રણી ભરત રાઠોડ, વિવિધ ગામોના સરપંચો, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામ-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
A meeting of the Irrigation Advisory Committee of Ukai-Kakrapar Irrigation Scheme was held under the chairmanship of Minister of State for Forest, Environment Mukeshbhai Patel.
રાજ્ય

Gujarat : વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ..

by Akash Rajbhar October 21, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Gujarat : ચોમાસાની(monsoon )ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૪.૪૩ ફુટની સપાટીએ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં(Ukai Dam) ૬૬૨૮.૪૧ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના(Mukeshbhai Patel) અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર(Kakrapar) સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
સુરત સિંચાઈ વર્તુળની કચેરી, અઠવાલાઈન્સના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં ૨૦૨૩-૨૪ દરમિયાન ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે મેઘમહેરથી ઉકાઈ ડેમમાં પૂરતી જળરાશિનો સંગ્રહ થયો છે, ત્યારે પાણીરૂપી પારસમણિનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડૂતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે, પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર તેમજ દરેક ગામોમાં વધુમાં વધુ પિયત મંડળીઓ સ્થાપવા પર ભાર મૂકયો હતો.
બેઠકમાં ૨૦૨૩-૨૪માં સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત કાકરાપાર યોજના, ઉકાઈ યોજના અને ઉકાઈ સિવિલ વર્તુળ-ઉકાઈ અંતર્ગત રવિ પાકની સિઝન માટે ૧,૫૬,૦૧૫ હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન ૧,૪૬,૨૧૦ હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સૂચિત રોટેશન ઘડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા રોટેશન અનુસાર નવેમ્બર-૨૦૨૩થી લઈ જુન ૨૦૨૪ દરમિયાન કાકરાપારના ડાબા કાંઠા મુખ્ય નહેર તથા ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે ૧૫૪ દિવસ પાણી વહેવડાવવામાં આવશે, જેમાં નહેર ૩૫ દિવસ બંધ રહેશે. જયારે કાકારાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર માટે ૧૯૬ દિવસ પાણી અપાશે. જયારે ૯૧ દિવસ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર ૧૮૮ દિવસ પાણી અપાશે અને ૬૧ દિવસ બંધ રહેશે.
સિંચાઈ વસુલાત અને પિયાવાની વિગતોમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૩ સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં રૂા.૫૩૧.૩૦ લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી રૂા.૫૦.૬૫ લાખ મળી રૂા.૫૮૨ લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે, જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂા.૪૪૭ કરોડની વસુલાત કરવામાં આવી છે.
ડિસેમ્બર-૨૩ થી જાન્યુ.-૨૪ દરમિયાન અંદાજે ૩૦ દિવસ દરમિયાન આધુનિકરણ અને મરામતના કામો માટે નહેરોને બંધ રાખવામાં આવશે.
બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત સિંચાઈ વર્તુળના કાર્યપાલક ઈજનેર સતિષભાઈ પટેલ, અધિક્ષક ઈજનેરશ્રી એસ.બી. દેશમુખ તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખશ્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Surat : મજુરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં બે દિવસીય નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’નો શુભારંભ..

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ukai Dam: Ukai Dam to its full level: 100% full
રાજ્ય

Ukai Dam: ઉકાઈ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ: ૧૦૦% ભરાયો

by Hiral Meria October 3, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ukai Dam: તાપી જિલ્લાના ( Tapi district ) સોનગઢ તાલુકામાં (  Songarh )  સુરતની ( Surat ) જીવાદોરી સમાન તાપી નદી ( Tapi river ) ઉપર ઉકાઈ ડેમ વર્ષ ૧૯૭૨માં નિર્માણ પામ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના ( heavy rain ) કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ( water surface ) વધારો થયો છે, જે ડેમની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો છે. 

ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા કાર્યપાલક ઈજનેર શ્રી પી.જી.વસાવાએ જણાવ્યું હતું કે,  ઉકાઈ ડેમ આજે તા.૦૩-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૩ વાગ્યે તેની સંપૂર્ણ ક્ષમતા એટલે કે ૩૪૫ ફુટે પહોચ્યો છે. ઉકાઈ ડેમ ૨૦૧૯ થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. આ જળાશય ( reservoir ) થકી સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચ જિલ્લાઓને પાણીનો લાભ સમગ્ર વર્ષ માટે મળશે. તાપી જિલ્લાની આખા વર્ષની પાણીની જરૂરિયાત ૪૫૦૦ મિલિયન ઘન મીટર હોય છે. હાલ પાણીનો કુલ સંગ્રહ જથ્થો ૭૪૧૪ મિલિયન ઘન મીટર છે. એટલે સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી છે.

બોક્ષ-૧

કાર્યપાલક ઈજનેરશ્રી વસાવાએ વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે ચોમાસુ બેસતા ડેમમાં જેટલી પાણીની આવક થાય તેને નિયત કરેલા રૂલ લેવલ પ્રમાણે પાણી ભરવામાં આવે છે. જેમ કે, ૧લી જુલાઈ સુધી ૩૨૧ ફુટ, ૧ ઓગસ્ટ સુધી ૩૩૩ ફુટ, ૧લી સપ્ટેમ્બર સુધી ૩૩૫ ફુટ સુધી, ૧૬ સપ્ટેમ્બર સુધી ૩૪૦ ફુટ અને ૧લી ઓક્ટોબર સુધી ૩૪૫ ફુટ જળ સંગ્રહ થવા દેવામાં આવે છે. 

બોક્ષ-૨

ડેમની છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય વિગત ઉપર નજર કરીએ તો, 

વર્ષ-૨૦૧૯ ન્યુનતમ જળ સપાટી-૨૭૫.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૪ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૯.૮૫ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૦ ન્યુનતમ જળ સપાટી-૩૧૭.૬૦ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૦ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૪.૨૯ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૧ ન્યુનતમ જળ સપાટી-૩૧૨.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૫૨ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૮૬.૫૨ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૨ ન્યુનતમ જળ સપાટી-૩૧૫.૩૪ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૩૫ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૬૨.૯૧ મિલિયન ઘન મીટર

ચાલુ વર્ષે – ૨૦૨૩ ન્યુનતમ જળ સપાટી-૩૦૮.૨૨ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૧ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૫.૬૮ મિલિયન ઘન મીટર જળ સપાટી નોંધાઈ છે. 

આમ, ઉકાઈ  ડેમ વર્ષ ૨૦૧૯ થી આજ સુધી સતત પાંચ વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીદાર બન્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake : આજે ભૂકંપને કારણે એક-બે વાર નહીં પણ ચાર વખત ધરતી ધ્રૂજી… નેપાળમાં ઈમારતો થઈ જમીનદોસ્ત.. જુઓ વિડીયો..

ઉકાઈ જળાશયમાં પાણીની ભરપૂર આવકના કારણે દક્ષિણ ગુજરાતના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત

ખેડૂતોને સિંચાઈ માટે અને મત્સ્યપાલન માટે સારી તક આ જળાશયના કારણે મળી રહે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત થયા છે. હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટી કુલ ૩૪૫ ફુટ છે. અને ૫૯૩૭ ક્યુસેક પાણીની આવક સામે ૫૯૩૭ ક્યુસેક પાણી નહેર અને હાઈડ્રો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ સંપૂર્ણ સપાટીએ પહોચતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. વધુમાં છલછલ ભરેલો ડેમને નિહાળવો એ એક લ્હાવો છે. જળાશયના સુંદર નજારાને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાતથી લોકો ઉમટી રહ્યા છે. 

નોંધનીય છે કે, ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશિને દરિયામાં વહી જતું અટકાવીને બહુહેતુક ઉકાઈ ડેમ પરિયોજના યોજનારૂપે ‘ઉકાઈ ડેમ’નું નિર્માણ કરાયું છે. સિંચાઈ, જળ વીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાના ૪૬ ટકાપાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના જળાશયમાં કુલ ૭,૪૧૪ ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જિલ્લાની કુલ ૩.૭૯ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔદ્યોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત ૮૫૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સિસ્ટમ માટે કરવામાં આવે છે.

ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતર બંધ તેમજ સમગ્ર એશિયામાં સૌથી લાંબો એવો ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજાઓ મૂકવામાં આવ્યા છે, દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. 

કુલ ૪૩૬ માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે ૧૦૦૦ વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના જળનો સંગ્રહ ઉકાઈ ડેમમાં થતા દક્ષિણ ગુજરાતની ધરતી નવપલ્લવિત થઈ છે.

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake : આજે ભૂકંપને કારણે એક-બે વાર નહીં પણ ચાર વખત ધરતી ધ્રૂજી… નેપાળમાં ઈમારતો થઈ જમીનદોસ્ત.. જુઓ વિડીયો..

October 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Eighty-four talukas of Surat district received three inches of rain in two hours
શહેર

Surat : સુરત જિલ્લાના ચોર્યાસી તાલકુામાં બે કલાકમાં ત્રણ ઈચ જેટલો વરસાદ વરસ્યો

by Akash Rajbhar September 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Surat : સુરત જિલ્લામાં સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન ચોર્યાસી તાલુકામાં ૬૮ મી.મી. તથા સુરત સીટીમાં ૧૦ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન ચોર્યાસીમાં ૭૩ મી.મી. સુરત સીટીમાં ૧૧ મી.મી.,ઓલપાડ(Olpad) તાલુકામાં ૭મી.મી. કામરેજમાં(Kamraj) ૬ મિ.મી વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટાઓ પંડયા હતા. ઉકાઈ ડેમની(Ukai Dam) સપાટી સાંજના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ૩૪૪.૦૬ ફુટ છે. ડેમમાં પાણીની આવક ૬૩૩૫૪ કયુસેક તથા જાવક ૬૩૩૫૪ કયુસેક નોધાય છે. રૂલ લેવલ ૩૪૫ ફુટ છે. ડેમનું લાઈવ સ્ટોરેજ ૬૫૬૨.૫૩ એમ.સી.એમ.(૯૭.૫૧ ટકા) છે. સીગણપોર કોઝવે ૭.૫૭ મીટરની સપાટીથી પાણી ઉપર વહી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Manmohan Singh Birthday: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ 91 વર્ષના થયા, પીએમ મોદીએ મનમોહન સિંહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા..

September 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat: Mayor Dakseshbhai Mavani visiting the low-lying areas where water income is increasing in Ukai Dam
રાજ્ય

Gujarat : ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી

by kalpana Verat September 18, 2023
written by kalpana Verat

 રેવાનગરના ૧૧ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા

News Continuous Bureau | Mumbai 

Gujarat :  હાલમાં વરસાદ (Rain) ની પરિસ્થિતિ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમ (Ukai Dam) માં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી (waterlogged) નો ભરાવો થતા આજ રોજ મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીકલાબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશ વાણિયાવાળા અને સ્થાનિક મ્યુ. સદસ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ રાંદેર ઝોન વિસ્તારના હનુમાન ટેકરી, રેવા નગર, અડાજણ ખાતે અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના ધાસ્તીપુરા સ્થિત ફલડગેટ ની સ્થળ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં ઉકાઇ ડેમમાંથી ગઇકાલે ર.૮૯ લાખ કયુસેક પાણી તાપી નદી  માં છોડવામાં આવતા રેવાનગર ખાતે ભરાયેલા પાણીની સમસ્યા અંતર્ગત સ્થાનિકોની પરિસ્થિતી અંગે જાતમાહિતી મેળવી હતી.

Gujarat: Mayor Dakseshbhai Mavani visiting the low-lying areas where water income is increasing in Ukai Dam

ઉકાઇ ડેમમાંથી ગઇકાલથી તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદી (Tapi river) બંને કાંઠે વહેતી થઇ છે, જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારના કુલ પ ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તાપી નદી કિનારેથી નીચાણવાળા વિસ્તારોના સ્થાનિક રહીશોને સલામતીપૂર્વક સ્થળાંતર કરાવાયુ છે. જે પૈકી રેવાનગરમાં રહેતા ૧૧ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ૪૮ વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧૧૦ વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.

આ સમાચાર પણ વાંચો : Vadodara: બરકાલમાં વ્યાસબેટ પર ફસાઈ 12 જિંદગી, મંદિરના છત પર ભૂખ્યા-તરસ્યા રાત વિતાવી, રેસક્યૂ છતાં રાહતના શ્વાસ લીધો.

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી તથા ફલડ ગેટનું મનપા તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મનપાની ટીમ મારફત નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડપેકેટ, પીવાના પાણી (Drinking water) અને આરોગ્ય સુવિધા સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે તાપી નદી કિનારાના વિસ્તારોમાં અવર-જવર ટાળવા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

Gujarat: Mayor Dakseshbhai Mavani visiting the low-lying areas where water income is increasing in Ukai Dam

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Due to heavy rain in Gujarat again 'water deluge', thousands of people are homeless in many districts due to flood, school-colleges closed
રાજ્ય

Gujarat Heavy Rainfall: ગુજરાતમાં ભારે વરસાદને કારણે ફરીથી ‘જળ પ્રલય’, પૂરને કારણે અનેક જિલ્લાઓમાં હજારો લોકો બેઘર, શાળા-કોલેજો બંધ; 2 દિવસનું રેડ એલર્ટ

by Hiral Meria September 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Gujarat Heavy Rainfall: ગુજરાતમાં ( Gujarat  ) ફરી એકવાર વરસાદ ( Rainfall ) આફત બની ગયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રવિવારે પડેલા ભારે વરસાદને કારણે નર્મદા અને અન્ય નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન પાંચ જિલ્લામાંથી 10 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં વરસાદથી વિકટ બનેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમના ( Ukai Dam ) 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. તાપી નદીના (  Tapi River )  કિનારાના અનેક ગામોને એલર્ટ ( Red Alert) પર રાખવામાં આવ્યા છે.

ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જારી

હવામાન વિભાગ (IMD) એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં મંગળવાર સવાર સુધી અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. IMDએ આવતા સપ્તાહે ગુરુવાર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના ગાળામાં 76 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સત્તાવાળાઓએ સાવચેતીના પગલા તરીકે તમામ અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દીધા છે.

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા

ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમ (SSD)ના 30માંથી 23 દરવાજા શનિવારે ખોલવામાં આવ્યા હતા અને 5.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં જંગી માત્રામાં પાણી છોડવાને કારણે નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સરદાર સરોવર ડેમ આ ચોમાસામાં પ્રથમ વખત રવિવારે સવારે 138.68 મીટરના પૂર્ણ સંગ્રહ સ્તર (FRL) પર પહોંચ્યો હતો. પૂરથી પ્રભાવિત કુલ 9,613 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 207 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Vegetable and fruit seeds: બ્લડ શુગરથી લઈને કોલેસ્ટ્રોલ અને કેન્સરને રોકે છે આ 4 શાકભાજી અને ફળોના બીજ

દરમિયાન, નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કેટલાંય ગામોમાં પૂરના અહેવાલોને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્રે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નર્મદા જિલ્લા અધિકારી શ્વેતા તેવટિયાએ જણાવ્યું હતું કે બચાવ પ્રયાસો ચાલુ છે અને ડેમ (સરદાર સરોવર)માંથી પાણી છોડવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. નર્મદાના જળસ્તરમાં વધારો થતા જિલ્લામાં SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સર્વે કર્યો હતો.

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat: Ukai Dam at critical level, 15 gates opened, 20 villages alerted due to inflow of water in Tapi river.
રાજ્ય

Surat : ઉકાઇ ડેમ ભયાવહ સપાટીએ, 15 દરવાજા ખોલાયા, તાપી નદીમાં પાણીની આવક થતા 20 ગામ એલર્ટ કરાયા.

by Hiral Meria September 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat : ગત રોજથી સતત પડી રહેલા અતિ ભારે વરસાદને ( Heavy rain) પગલે તાપી નદી ( Tapi River ) પર બનેલા ઉકાઈ ડેમમાં ( Ukai Dam )  જળ સપાટી (  water surface ) ભયાવહ સ્થિતિએ પહોંચી છે. ગત રોજ ડેમમાં 5 લાખ ક્યુસેક જેટલુ પાણી એકત્ર થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા. માહિતી મુજબ, હાલ ડેમમાં 2.45 લાખ ક્યુસેક પાણીની આવક છે અને ડેમની સપાટી 343.57 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. આ સ્થિતિને જોતા કાંઠાના 20 ગામને એલર્ટ કરાયા છે.

રાંદરે-સિંગણપોર કોઝવે બંધ કરાયો

ડેમનું પાણી તાપી નદીમાં આવી જતા રાંદરે-સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલ કોઝવે ઓવરફ્લો થયો હતો. કોઝવે ઓવરફ્લો થતા સ્થાનિકોની અવરજવર બંધ કરાઈ છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ઉપરાંત, રાંદેર હનુમાન ટેકરી નજીક આવેલ ફૂલડ ગેટ પણ બંધ કરવામાં આવ્યો છે. હાલ ડેમમાં પાણીની આવક અને સ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ નજીકના ગામોમાં લોકોને એલર્ટ પણ કરાયા છે.

આ સમાચાર પણ વાંચો : Surat: “ટીબી મુક્ત ઉમરપાડા” કાર્યક્રમ અંતર્ગત ૭૦ દર્દીઓને છ માસ માટે દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવાનો પ્રારંભ કરાયો.

હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ

માહિતી મુજબ, ઉકાઇ ડેમમાં ભયાવહ જળ સપાટીને પગલે પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળ સ્તર પણ વધ્યું છે, જેના કારણે બારડોલી-માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. આ કારણે નજીકના ગામોનો વાહનવ્યવહાર પણ બંધ થયો છે. આ સ્થિતિને પગલે અંદાજિત 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા. માંડવીનો આમલી ડેમ પણ 99 ટકા ભરાઈ ગયો હોવાની માહિતી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુરુવાર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

 

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat : Heavy rain in Surat city with four inches of rain in four hours has cooled the atmosphere.
રાજ્યMain PostTop Post

Surat : સુરત શહેરમાં અનરાધાર વરસાદ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉકાઈ ડેમમાં પાણીની આવક ૧૦૮૦૨ કયુસેક તથા જાવક ૬૦૦ કયુસેક

by Akash Rajbhar July 19, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Surat : મંગળવારઃ વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન બે કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો(Heavy rain) હતો. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના તથા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ, સુરત સિટીમાં સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં ૪ ઇંચ(4 inches of rain) જેટલો વરસાદ પડ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાયેલું રહ્યું હતું.

જ્યારે જિલ્લાના બારડોલી તાલુકામાં પણ ૪૩ મિમી અને કામરેજમાં ૨૨ મિ.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ચોર્યાસીમાં ૯, પલસાણામાં ૮, માંડવીમાં ૫, ઓલપાડમાં ૧ અને મહુવા તાલુકામાં ૩ મિ.મી વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓ કોરાકટ રહ્યા હતા.

18 જુલાઈ ના રોજ ઉકાઈ ડેમ(Ukai dam) ૩૩૩ ફૂટની રૂલ લેવલ છે, ત્યારે સાંજે ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક ૧૦૮૦૨ કયુસેક તથા જાવક ૬૦૦ કયુસેક તેમજ ડેમની સપાટી ૩૧૪.૫૦ ફૂટ પહોંચી હતી. જ્યારે કાકરાપાર વિયર લેવલ ૧૬૦.૧૦ ફૂટ છે, હથનુર ડેમમાંથી ૧૦,૦૧૭ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે કોઝ વે તેની ૬.૪૫ મીટરની સપાટીથી છલકાઈને ૩૭,૮૮૪ જેટલું પાણી વહી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Beauty Tips : વરસાદની સિઝનમાં ચહેરા પર આ વસ્તુઓ ન લગાવો, નહીં તો થશે આ મુશ્કેલી..

July 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક