• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - wife - Page 6
Tag:

wife

વધુ સમાચાર

ઘોર કળિયુગ આને કહેવાય- વીમા ની રકમ મેળવવા પત્નીને મારી નાખી

by Dr. Mayur Parikh August 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રાજગઢ(Rajagadh)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા એટલા માટે કરાવી દીધી કે તે તેની વીમા પોલિસી(insurance policy)ની રકમમાંથી તેનું દેવું ચૂકવી શકે. આશ્ચર્યની વાત એ છે કે પત્નીની હત્યા પહેલા પતિએ જ પત્નીનો 35 લાખનો વીમો કરાવ્યો હતો. 

મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો 26 જુલાઈનો છે. મહિલાની જિલ્લાના ભોપાલ(Bhopal) રોડ પર માના જોડ ગામ પાસે ગોળી મારી(Shoot)ને હત્યા કરવામાં આવી હતી જ્યારે તે તેના પતિ સાથે બાઈક(bike) પર જઈ રહી હતી. પતિએ પોલીસને જણાવ્યું કે તેણે ચાર લોકો પાસેથી લોન(loan) લીધી હતી, જેઓ તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ભારતે અમેરિકાનો મોટો સાથ આપ્યો- ના નામે અમેરિકી યુદ્ધ જહાજ ભારતમાં પ્રવેશ્યું- નજર તાઈવાન પર

પતિએ પોલીસને જણાવતા કહ્યું કે, જ્યારે તે તેની પત્ની સાથે નેશનલ હાઇવે(National highway) પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે દરમિયાન તે ચાર લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન જ્યારે પત્ની વચ્ચે પડી તો આરોપી તેને ગોળી મારીને ભાગી ગયો. મહિલાના પતિના નિવેદનના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આ દરમિયાન ખબર પડી કે મહિલાનો થોડા દિવસ પહેલા જ વીમો લેવામાં આવ્યો હતો. જે બાદ તપાસની દિશા બદલાઈ હતી અને ખુલાસા બાદ આખરે પોલીસે હત્યારાને શોધી કાઢ્યો હતો. હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો પતિ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પહેલા પત્નીનો વીમો કરાવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરાવી હતી જેથી તે વીમાની રકમમાંથી લોન ચૂકવી શકે.

પોલીસને આપેલા નિવેદનમાં મૃતકના પતિએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, પત્નીને સામેથી ગોળી વાગી હતી જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને પાછળથી ગોળી વાગી હોવાનું ખુલ્યું હતું. અહીંથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આ પછી પોલીસે ચારેય આરોપીઓની કોલ ડિટેઈલ મેળવી તો જાણવા મળ્યું કે તેમાંથી કોઈ ઘટના સમયે હાજર નહોતું.

આ સમાચાર પણ વાંચો : હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના

August 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મોટા સમાચારઃ મુંબઈના આ ધારાસભ્યની પત્નીએ આત્મહત્યા કરી.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના કુર્લા(Kurla) વિસ્તારના શિવસેના(Shivsena)ના ધારાસભ્ય (MLA)મંગેશ કુડાળકર(Mangesh Kudalkar)ની પત્નીએ રવિવારે રાતના  રહેતા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 

કુર્લા(Kurla)ના નહેરુનગરમાં મંગેશ કુડાળકર (Mangesh Kudalkar)રહે છે. તેમના 42 વર્ષના પત્ની રજનીએ રાતના 9.30 વાગ્યાની આસપાસ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચતા ઘરમાં ગળે ફાંસો લગાવેલે હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ‘ રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

નહેરુ નગર પોલીસે(Police) મૃતદેહ તાબામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પોલીસના કહેવા મુજબ તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ થોડા દિવસ પહેલા જ તેમના પુત્રનું બાઈક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારથી તેઓ ડિપ્રેશનમાં હોવાનું કહેવાય છે.

મીડિયા હાઉસના કહેવા મુજબ મંગેશ કુડાળકર(Mangesh Kudalkar)ના પત્નીનું થોડા વર્ષ પહેલા અવસાન થયા બાદ તેમણે રજની સાથે બીજા લગ્ન કર્યા હતા. રજનીના પણ આ બીજા લગ્ન હતા. થોડા દિવસ પહેલા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો દીકરો પહેલા પતિથી હતો. 

April 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

PM મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારત આવી રહ્યાં છે આ દેશના પ્રધાનમંત્રી, થઇ શકે છે મહત્વના કરાર…

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

PM મોદીના(PM Modi) ખાસ આમંત્રણને માન આપીને આવતીકાલે મોરેશિયસના(Mauritius) પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનૌથ(Pravind Kumar Jugnauth) પત્ની કોબિતા(kobita) સાથે ભારત(India) આવી રહ્યાં છે.

પ્રવિન્દ કુમાર જુગનૌથની ભારત મુલાકાતને પગલે ભારત અને મોરેશિયસ વચ્ચે મહત્વના કરાર થાય તેવી સંભાવના છે. 

મોરિશિયસનું આ પ્રતિનિધિમંડળ 17થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે રહેશે.

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમારને પીએમ મોદીએ ભારત આવવાનું ખાસ આમંત્રણ(Special invitation) આપ્યું છે. તેમના આમંત્રણને માન આપીને પ્રવિન્દ કુમાર ભારત આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જુગનૌથ પીએમ મોદીના ખાસ મિત્ર છે.

આ સમાચાર પણ વાંચો :  રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દે થશે ચર્ચા; જાણો વિગતે

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાજકીય ગલીયોમાં ચર્ચા.. ગૌતમ અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી આંધ્રપ્રદેશથી બની શકે છે રાજ્યસભાનાં સાંસદ, આ પાર્ટી નામ નોમિનેટ કરે એવી સંભાવના

by Dr. Mayur Parikh March 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 04 માર્ચ, 2022,  

શુક્રવાર,

રાજકીય અને બિઝનેસની ગલીઓમાં ચર્ચા છે કે અદાણી ગ્રુપના ગૌતમ અદાણીના પત્ની પ્રીતિબેન અદાણીને રાજ્યસભાના સાંસદ બની શકે છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ પ્રીતિબેનનું નામ સૂચવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

પાર્ટીના વર્તમાન રાજ્યસભા સાંસદ વી. વિજયસાઈ રેડ્ડીની ટર્મ જૂન 2022માં પૂરી થઈ રહી છે અને તેમના સ્થાને પ્રીતિબેન અદાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે.

જો પ્રીતિબેન અદાણી જગન મોહન રેડ્ડીની વાત સ્વીકારે છે તો YSR કોંગ્રેસના તેઓ બીજા ગુજરાતી સાંસદ બનશે.

ઉલ્લેખનીય છે કે તેઓ અત્યારે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે અને ફાઉન્ડેશન હેઠળ ચાલતી શૈક્ષણિક, હેલ્થ, સ્વચ્છતા, રોજગાર લક્ષી પ્રવૃત્તિઓ સહિતની કામગીરી સાંભળી રહ્યા છે.

નાગપૂરના આ જોઈન્ટ કમિશનર અને ચાર્ટડ એકાઉન્ટ CBIના છટકામાં ફસાયા. લાંચ લેતા પકડાયા રંગે હાથ… જાણો વિગતે

March 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલિવૂડ ના ઘણા સેલિબ્રિટીઝે પાર્ટી કરી ને નવા વર્ષની કરી હતી ઉજવણી, જયારે મિલિંદ સોમને કંઈક આ રીતે કરી નવા વર્ષની શરૂઆત; જાણો વિગત

by Dr. Mayur Parikh January 3, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 જાન્યુઆરી 2022

સોમવાર

 

મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતાને ગ્લેમર જગતના સૌથી ફિટ કપલ તરીકે ઓળખવામાં આવે છે. તેમની જોડીમાં ઉંમરના તફાવત માટે તેઓ ઘણી વખત ટ્રોલ થયા હતા પરંતુ તેમને તેનાથી કોઈ ફરક પડ્યો નથી. બંને અવારનવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમની ફિટનેસ યાત્રાની ઝલક શેર કરે છે. યોગ અને ફિટનેસ બંને જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે.2021 ના ​​રોજ, મિલિંદે ખૂબ જ ખાસ રીતે અલવિદા કહ્યું અને તેણે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી. જ્યારે ઘણા બી-ટાઉન સેલેબ્સે 2021ની વિદાય અને 2022ના આગમનની ઉજવણી પાર્ટી સાથે કરી હતી, ત્યારે મોડલ મિલિંદ સોમને નવા વર્ષનું અલગ રીતે સ્વાગત કર્યું છે. મિલિંદે 2021માં તેની સૌથી લાંબી દોડ પૂરી કરી છે. તેણે ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે.

તેણે લખ્યું- 'સમગ્ર વિશ્વને નવા વર્ષની શુભકામનાઓ, અંકિતા અને મેં જેસલમેરમાં 110 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે.' તેણે ત્રણ દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેના પર તેણે લખ્યું હતું – '2021ના સૌથી લાંબા દોડ માટેનો રૂટ' ચેક કરું છું  આવતી કાલે અને પરમ દિવસે, અંકિતા અને હું કેટલાક મિત્રો સાથે જેસલમેરમાં લાઠીથી સેમ સુધી 110 કિલોમીટર દોડીશું અને આવી રીતે  પાર્ટી કરીશું.’આ પછી તેણે એક રનિંગ વીડિયો પણ શેર કર્યો જેના પર લોકોનો ઉત્સાહજનક પ્રતિસાદ આવી રહ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે મિલિંદ અંકિતાએ તેના યોગ અને ફિટનેસને આશ્ચર્યચકિત કર્યું હોય, આ પહેલા પણ તે અદ્ભુત પરાક્રમો કરીને ચાહકોની વાહ વાહી  લૂંટી ચૂકી છે.

યલો એલર્ટ વચ્ચે કરણ જાેહરે દિલ્હી સરકારને કરી આ અપીલ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, અંકિતા અને મિલિંદ સોમનના લગ્નને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે જ્યારે તેમનો સંબંધ 7 વર્ષ જૂનો છે. વર્ષોના સંબંધો પછી પણ બંને વચ્ચે પ્રેમ જોતા જ બંધાઈ જાય છે, બંને ઘણીવાર એકબીજા વિશે રોમેન્ટિક પોસ્ટ શેર કરવાનું ભૂલતા નથી, પરંતુ ઘણીવાર આ કપલ ઉંમરના અંતરને કારણે ટ્રોલના નિશાના પર રહે છે.

 

View this post on Instagram

A post shared by Milind Usha Soman (@milindrunning)

 

January 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘મધુબાલા’ ફેમ વિવિયન ડીસેનાએ પત્ની વાહબિઝ દોરાબજીથી લીધા છૂટાછેડા ,પત્નીએ માંગ્યું આટલા કરોડનું ભરણપોષણ! જાણો વિગત

by Dr. Mayur Parikh December 28, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

મંગળવાર 

ટેલિવિઝનના પ્રખ્યાત અને હેન્ડસમ એક્ટર વિવિયન ડીસેના અને તેની પત્ની વાહબિઝ દોરાબજીએ છૂટાછેડા લીધા છે. આ દંપતીએ સંયુક્ત નિવેદન જારી કરીને તેમના 7 વર્ષના સંબંધોના અંતની જાહેરાત કરી હતી.વિવિયન અને વાહબિઝે તેમના લગ્નના 3 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને ત્યારથી બંને અલગ રહેતા હતા. જોકે, લાંબી કાનૂની લડાઈ બાદ હવે આખરે કપલ કાયદેસર રીતે અલગ થઈ ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવિયન અને વાહબિઝે એક સંયુક્ત નિવેદન જારી કરીને તેમના છૂટાછેડા વિશે માહિતી આપી હતી. આ નિવેદનમાં, બંનેએ છૂટાછેડા માટે કોઈને દોષ આપ્યો ન હતો અને ન તો તેનું કોઈ કારણ આપ્યું હતું.પોતાના નિવેદનમાં તેણે કહ્યું કે અમે કાયદાકીય રીતે અલગ થઈ ગયા છીએ અને હવે અમારા છૂટાછેડા થઈ ગયા છે. અમારી વચ્ચે શું શક્યતાઓ છે તે જોવા માટે અમે વર્ષોથી ખૂબ જ સખત મહેનત કરી અને અંતે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા કે અમારે અમારા માર્ગોને અલગ કરવા જોઈએ.આ નિવેદનમાં દંપતીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.તેમણે કહ્યું કે આ પરસ્પર સહમત નિર્ણય છે અને આમાં કોઈએ કોઈનો પક્ષ લેવાની જરૂર નથી. તેમ જ કોઈના પર આરોપ લગાવવાની કે અમારા અલગ થવાનું કારણ શોધવાની જરૂર નથી.

‘મધુબન મેં રાધિકા નાચે’ પર વિવાદ, મ્યુઝિક લેબલ સારેગામાનું મોટું નિવેદન; હવે કરશે આ કામ

સમાચારો અનુસાર,વિવિયનની પત્ની વાહબિઝે 2 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે લીધા છે.વિવિયન અને વાહબિઝ ટીવી સેટ પર મળ્યા હતા. જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ વધ્યો. લગ્ન કર્યા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 4 વર્ષ અલગ રહ્યા બાદ બંનેએ વર્ષ 2017માં છૂટાછેડા માટે અરજી કરી હતી.

December 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પતિ વરુણ ધવન સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે નતાશા દલાલ, આ શોથી કરશે OTT પર ડેબ્યૂ ; જાણો વિગત

by Dr. Mayur Parikh December 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ડિસેમ્બર 2021

સોમવાર

‘સ્ટુડન્ટ ઑફ ધ યર થી ડેબ્યૂ કરનાર વરુણ ધવન આજે બોલિવૂડનો જાણીતો એક્ટર છે. હવે તેની પત્ની પણ ‘મૈં તેરા હીરો’, ‘કુલી નંબર 1’, ‘બદલાપુર’, ‘સ્ટ્રીટ ડાન્સર 3’, ‘દિલવાલે’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘જુડવા 2’ જેવી ધમાકેદાર ફિલ્મો આપનાર વરુણ ધવન સાથે સ્પર્ધા કરવા ડેબ્યુ કરવા જઈ રહી છે.હા… એવા સમાચાર છે કે નતાશા દલાલ હવે અભિનય ક્ષેત્રે પગ મૂકવા જઈ રહી છે. ટૂંક સમયમાં તે OTT પર ડેબ્યૂ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નતાશા દલાલ OTT પર એક શોમાં કામ કરવા જઈ રહી છે, જેનું નામ ‘સે યસ ટુ ધ ડ્રેસ ઈન્ડિયા’ છે. આ શો ડિસ્કવરી પર બતાવવામાં આવશે. આ એક ડિઝાઇનિંગ આધારિત શો હોવાથી અને નતાશા દલાલ પણ ફેશન ડિઝાઇનર છે, તેથી જ નતાશા દલાલે આ માટે હા પાડી છે.

જો નતાશાનું માનીએ તો ડેબ્યૂ માટે આનાથી વધુ સારી તક શું હોઈ શકે . આ શોમાં નતાશા વેડિંગ આઉટફિટ્સ ડિઝાઇન કરતી જોવા મળશે. સાથે જ તેના વેડિંગ કલેક્શનની ઝલક પણ આ શોમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે નતાશા દલાલ જાણીતી ફેશન ડિઝાઈનર છે. નતાશાએ પોતે જ  પોતાના લગ્નના પોશાક ડિઝાઇન કર્યા હતા.નતાશા દલાલ અને વરુણ ધવનના લગ્ન જાન્યુઆરી 2021માં થયા હતા. લગ્નને લઈને બહુ ઘોંઘાટ કર્યા વિના અલીબાગમાં સાદગીપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના ખાસ લોકો અને બોલિવૂડ સેલેબ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લાને 2021માં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો , જાણો આ યાદીમાં બીજું કોણ કોણ સામેલ છે

જોકે તેમ છતાં  આ લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. નતાશા અને વરુણ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે અને બંને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવ્યા બાદ વરુણ ધવને નતાશાને પોતાની સાથી તરીકે પસંદ કરી.

 

December 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

મળો મોર્ડન શાહજહાંને, પત્ની માટે બનાવ્યું તાજ મહેલ જેવું ઘર. જુઓ ફોટોગ્રાફ.

by Dr. Mayur Parikh November 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર  
મધ્યપ્રદેશના બુરહાનપુર થી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના રહેવાસી એવા આનંદ પ્રકાશ ચૌકસેએ પોતાની પત્ની માટે તાજ મહેલ જેવું દેખાતું એક ઘર બનાવ્યું છે.

આશરે ત્રણ વર્ષની મહેનત અને લાખો પૈસાનો ખર્ચ કરીને ચારમિનાર વાળું અને તાજમહેલ જેવું દેખાતું ઘર તેણે પોતાની પત્નીને ગિફ્ટ કર્યું છે.

આ ઘર બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થયો છે તેમજ ઘરમાં ચાર બેડરૂમ, એક કિચન, એક લાઈબ્રેરી અને એક ગુરુ મેડીટેશન માટે ફાળવવામાં આવ્યો છે.

આ તાજમહેલ જેવા ઘરનું ડોમ 29 ફૂટ ઊંચું છે. મોર્ડન તાજમહેલ બનાવવા માટે માર્બલ રાજસ્થાન મકરાણાથી મંગાવવામાં આવ્યો છે તેમજ તેનું ફર્નિચર સુરત અને મુંબઇના કારીગરોએ તૈયાર કર્યું છે.


નાના ભૂલકાઓનું 20 મહિનાનું વેકેશન પૂરુ, ગુજરાતમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ; શિક્ષણ વિભાગે આ નિયમોનું કરવું પડશે સખ્ત પાલન 

November 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

T-20 વર્લ્ડ કપ મેચમાં કેચ છોડનારા આ પાકિસ્તાની ક્રિકેટરની ભારતીય પત્ની ટ્રોલર્સના નિશાના પર; જાણો વિગત.

by Dr. Mayur Parikh November 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 નવેમ્બર  2021 
શનિવાર.

T-20 વર્લ્ડ કપ સ્પર્ધાના ક્વોટર ફાઈનલમાં પાકિસ્તાન હાથમાં આવેલી મેચ હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના ફટકાબાજ ક્રિકેટર મૅથ્યુ વેડનની ફટાકેબાજ બેટિંગને પગલે પાકિસ્તાન મેચ હારી ગયું હતું. આ મેચમાં મૅથ્યુ વેડનનો કેચ પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ છોડી દીધો હતો ત્યારબાદ વેડને ત્રણ સિક્સ મારતા પાકિસ્તાન ફાયનલમાં પહોંચી શકયું હતું. જોકે વેડનનો કેચ છોડી દેનારા હસન અલીને કારણે પાકિસ્તાન મેચ હારી ગયું હોવાનું કહીને પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓએ તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે. ટ્રોલરો એટલેથી નહીં અટકતા તેની પત્નીને પણ હવે ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે તેની પત્ની સામિયા આરઝુ ભારતીય છે.

ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર: ભારત-પાકિસ્તાન ફરી મેદાન પર ટકરાશે, CWG ક્રિકેટ મેચનું શેડ્યૂલ જાહેર; જાણો ક્યારે અને કોની વચ્ચે થશે ઓપનિંગ મેચ
 
ઈન્સ્ટાગ્રામ પર હસન અલી અને તેની પત્ની સામિયાના એકાઉન્ટસ પર જઈને ટ્રોલરોએ હલકા અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો છે. અમુક લોકોએ તો હસનને કેચ છોડવા માટે કેટલા પૈસા મળ્યા હોવાનો સવાલ પણ કર્યો હતો. તો અમુક લોકોએ તેને ગદ્દાર કહેવાની સાથે જ તેને પાકિસ્તાન આવતાની સાથે જ ગોળી મારી દેવાની ધમકી આપી હતી. અમુક ટ્રોલરોએ  સામિયા માટે પણ ગંદા શબ્દો વાપર્યા હતા.

November 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અતરંગી કિસ્સો: સંપત્તિના લોભમાં પત્નીએ પતિનું કર્યું અપહરણ, પોલીસે આ રીતે આરોપીઓને પકડ્યા

by Dr. Mayur Parikh November 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

શુક્રવાર

નવી મુંબઈના ઉરણમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક પત્નીએ તેના જ પતિનું અપહરણ કર્યું હતું, પરંતુ પોલીસે મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરીને પતિને સુરક્ષિત બચાવી લીધો હતો. 

નવી મુંબઈ ઝોન 2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શિવરાજ પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે પતિ-પત્ની બંને મૂળ તમિલનાડુના છે. પતિની બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ નામની કંપની છે. તેમની વચ્ચે ઘરેલું હિંસા અને મિલકત બાબતે ઝઘડો થયો હતો. તેથી પત્નીએ તમિલનાડુની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો, બંનેનો મામલો હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન પત્નીને શંકા હતી કે તેનો પતિ અન્ય મહિલા સાથે રહે છે. તેથી તેણે તેના પતિનું અપહરણ કર્યું. 

પંગા કવિન કંગનાની મુશ્કેલીઓ વધી; આઝાદી ભીખમાં મળી છે તેવા નિવેદન પર ભડક્યા નવાબ મલિક, કરી આ માંગણી 

શિવરાજ પાટીલે મીડિયાને વધુમાં જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા પીડિતાની પત્નીએ બે મહિલાઓને તેના પતિની ઓફિસમાં પ્રોપર્ટી ડીલર તરીકે મોકલી હતી. મહિલાઓ તેને ઘર બતાવવાના બહાને ઉલવે લઈ ગઈ જ્યાં તેની પત્નીએ પાંચ માણસો સાથે તેને અન્ય વાહનમાં બેસાડી ગોવા લઈ જવા લાગ્યા. ત્યારબાદ પીડિતાના મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી. થોડા સમય પછી ન્હાવા શેવા પોલીસે તેમની શોધ પાછળ એક ટીમને મોકલી પરંતુ જ્યારે આરોપીઓને શંકા જતા પોતાનો માર્ગ બદલી નાખ્યો. તેમ છતાં પોલીસે આરોપીઓની ગોવાથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું કે તેને શંકા છે કે પતિ બીજી મહીલા સાથે અય્યાશી કરે છે અને મને મિલકતનો ભાગ નહીં આપે. તેથી મેં મારા પતિનું અપહરણ કર્યું. 

November 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક