Site icon

Maharashtra Assembly election : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે ખુબ જ મહત્વપૂર્ણ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભાગલા પછી પહેલી ચૂંટણી; દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર…

Maharashtra Assembly election :મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજોનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે. NCP (SP)ના સુપ્રીમો શરદ પવાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતપોતાના પક્ષો માટે લોકોના મત મેળવવા માગે છે.

Maharashtra Assembly election Mahayuti, MVA in make-or-break battle; voting under way in 288 seats

Maharashtra Assembly election Mahayuti, MVA in make-or-break battle; voting under way in 288 seats

News Continuous Bureau | Mumbai

Maharashtra Assembly election :આજે સવારે 7 વાગ્યાથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.  રાજ્યભરની તમામ 288 બેઠકો પર સાંજે 7 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારો 52 જેટલી બેઠકો પર આમને-સામને છે. આ 52 મતવિસ્તારોમાં શિંદે અને ઠાકરેની પ્રતિષ્ઠા દાવ પર છે. આ 52 મતવિસ્તારમાં બંને જૂથના ઉમેદવાર કોણ છે? ચાલો જાણીએ 

Join Our WhatsApp Community

Maharashtra Assembly election : શિંદે જૂથ અને ઠાકરે જૂથ વચ્ચે બરાબરીનો જંગ

મહત્વનું છે કે એકનાથ શિંદેના બળવા પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. અગાઉ લોકસભા ચૂંટણીમાં ઠાકરેની શિવસેનાએ 9 બેઠકો જીતી છે. જ્યારે શિંદેની શિવસેનાએ 7 બેઠકો જીતી છે. પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અંશે બદલાઈ ગઈ છે.  શિંદે જૂથ અને ઠાકરે જૂથ વચ્ચે બરાબરીનો જંગ છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Assembly election voting : મહાયુતિ કે આઘાડી? આજે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે નિર્ણાયક મતદાન..

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના ઘોંઘાટમાં કયો પક્ષ જીતશે? આ રાજ્યના મતદારો નક્કી કરશે. પરંતુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 દરેક ચૂંટણી કરતાં વધુ મહત્વની છે, કારણ કે આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે, જ્યારે શિવસેના બે જૂથોમાં વહેંચાઈને ચૂંટણી લડી રહી છે (શિવસેના vs શિવસેના). એક તરફ એકનાથ શિંદે જૂથની શિવસેના છે અને બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના છે. બંને પક્ષો માટે મહારાષ્ટ્રની ઓળખની લડાઈ ચોક્કસપણે છે, પરંતુ સૌથી મોટી લડાઈ અસલી અને નકલી શિવસેના વચ્ચે છે.

Maharashtra Assembly election : એનસીપીની લડાઈ પણ શિવસેના જેવી જ 

બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીની લડાઈ પણ શિવસેના જેવી જ છે. અહીં પણ કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચે લડાઈ છે. લોકસભા ચૂંટણીના આદેશે પણ અસલી અને નકલી વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. હવે સવાલ એ છે કે 288 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં ચૂંટણી જંગનું પરિણામ શું આવશે? આખો દેશની    નજર આ ચૂંટણી પર છે…  

Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Exit mobile version