News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood actress) સારા અલી ખાન (Sara Ali Khan) અને ક્રિકેટર શુભમન ગિલના અફેરને (Shubman gill) લઈને ઘણા દિવસોથી ખબરો આવી રહી છે. બંનેની એક તસવીર પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલની એક વાતે ચાહકોને મૂંઝવણમાં મૂકી દીધા છે.ક્રિકેટરે (cricketer) તેના અને સારા ના સંબંધ ને લઇ ને ના તો હા કહી છે કે ના ના કહ્યું છે જેના કારણે ચાહકો આ અફેર ના સમાચાર ને સાચા માનવા લાગ્યા છે.
એક પંજાબી ચેટ શો (Punjabi chat show) માં શુભમન ગિલને સારા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. પહેલા તેને ઈન્ડસ્ટ્રીની સૌથી યોગ્ય અભિનેત્રીનું નામ આપવાનું કહ્યું. જેના પર તેણે તરત જ સારાનું (Sara ali khan) નામ લીધું. આ પછી તેને પૂછવામાં આવ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે. આના પર ક્રિકેટરે કહ્યું, “કદાચ”. આ પછી શોની હોસ્ટે તેને કહ્યું કે, સારાનું આખું સત્ય કહો. આના પર શુભમન શરમાઈ ગયો અને કહ્યું, “સારા દા સારા સચ બોલ દિયા. કદાચ હા, કદાચ ના.” તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં સારા-શુભમન ગિલના અફેરના સમાચાર ફેલાઈ ગયા હતા, જ્યારે એક ફેન્સે બંનેને દિલ્હીની (Delhi) એક રેસ્ટોરન્ટમાં સાથે જોયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા (social media)પર ખૂબ જ વાયરલ થયો હતો. હાલમાં જ બંને ફરી એક જ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. પછી બંનેએ સાથે ફ્લાઈટ (flight) પકડી.
આ સમાચાર પણ વાંચો: આફ્રિકાના પહાડોમાં મોતના મુખમાંથી બચી હતી તારક મહેતા ની આ અભિનેત્રી-એક્ટ્રેસે ખુદ જણાવી હતી પોતાની આપવીતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મમાં વિકી કૌશલ (vicky kaushal) સાથે જોવા મળશે. આ સિવાય તે વિક્રાંત મેસી સાથે ‘ગેસલાઈટ’માં પણ કામ કરી રહી છે. છેલ્લી વખત એ ફિલ્મ ‘અતરંગી રે’ (Atrangi re) જોવા મળી હતી. આમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ હતા. આનંદ એલ. રાયની આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.