News Continuous Bureau | Mumbai
Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 માં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ થઇ ચૂક્યું છે. બંને ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે ફાઈટર નું બીજું ગીત ‘ઇશ્ક જેસા કુછ’ રિલીઝ થઇ ગયું છે. આ ગીત ને જોઈને લોકો ને ‘પઠાણ’ ના ગીત ‘બેશરમ રંગ’ ની યાદ આવી રહી છે. આ ગીત માં રિતિક અને દીપિકા ની કેમેસ્ટ્રી લોકો ના દિલ જીતી રહી છે
ફાઈટર નું બીજું ગીત થયું રિલીઝ
ફાઈટર ના પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ બાદ ફિલ્મ નું બીજું ગીત ‘ઇશ્ક જેસા કુછ’ રિલીઝ થઇ ગયું છે.આ ગીત સમુદ્રતટ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની કેમેસ્ટ્રી લોકો ના દિલ જીતી રહી છે. ગીત માં દીપિકા નો બિકીની લુક પણ જોવા મળી રહ્યો છે. આ ગીત કુમાર દ્વારા લખવામાં આવ્યું છે તેમજ વિશાલ અને શેખર, શિલ્પા રાવ અને મેલો ડી એ આ ગીત ને પોતાનો અવાજ આપ્યો છે.
ફિલ્મ ફાઈટર વિશે વાત કરીએ તો આ ફિલ્મ માં રિતિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ની ભૂમિકા ભજવતો જોવા મળશે, જે પેટી તરીકે જાણીતો છે, દીપિકા પાદુકોણ સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ તરીકે જોવા મળશે, જે મિની તરીકે જાણીતી છે. તેમજ અનિલ કપૂર ગ્રુપ કૅપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકા માં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મ માં કરણ સિંહ ગ્રોવર, સંજીદા શેખ અને તલત અઝીઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું 2024 લોકસભા ની ચૂંટણી લડશે કંગના રનૌત ? અભિનેત્રી ના પિતા એ જણાવી હકીકત