News Continuous Bureau | Mumbai
Health Tips: શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કેલરી (Calorie) લેવો ખૂબ જ જરૂરી છે. ડાયટિશિયન (Dietitian) કહે છે કે કેલરી એ ઊર્જાનું માપ છે, જે શરીરને દરેક કાર્ય માટે જરૂરી હોય છે. જો કેલરી વધુ લેવાય તો તે ચરબી (Fat) તરીકે એકઠી થાય છે અને જો ઓછી લેવાય તો શરીર નબળું પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ICMRના અહેવાલ મુજબ ભારતમાં મોટા ભાગના લોકો જરૂરથી વધુ કેલરી લે છે, જેના કારણે મોટાપો (Obesity) અને અન્ય બીમારીઓ વધી રહી છે.
રોજ કેટલી કેલરી લેવી જોઈએ?
ICMR અનુસાર, કેલરીની જરૂરિયાત વ્યક્તિના વય, લિંગ, ઊંચાઈ અને શારીરિક પ્રવૃત્તિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે પુરૂષોને 2400-2600 કેલરી, મહિલાઓને 2100 કેલરી અને બાળકો-કિશોરોને 2200-2600કેલરી ની જરૂર હોય છે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ (Carbohydrate) અને પ્રોટીન (Protein)માંથી 4 કેલરી મળે છે, જ્યારે 1 ગ્રામ ફેટ (Fat)માંથી 9 કેલરી મળે છે.
વધુ કેલરી અને નુકસાન
જ્યારે કેલરી જરૂરથી વધુ લેવાય છે ત્યારે તે શરીરમાં ચરબી (Fat) તરીકે એકઠી થાય છે. આથી વજન વધે છે અને ટાઈપ-2 ડાયાબિટીસ (Diabetes), હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure), હૃદયરોગ (Heart Disease) અને મેટાબોલિક સિન્ડ્રોમ (Metabolic Syndrome) જેવી સમસ્યાઓ ઊભી થાય છે. વધુ કેલરી લેવાથી ઇન્સુલિન રેઝિસ્ટન્સ (Insulin Resistance) પણ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Weight Loss: વજન ઘટાડવા માટે કરો ડોક્ટરોનો 3-3-3 ફોર્મ્યુલા નો ઉપયોગ, સરળ પણ અસરકારક
ઓછી કેલરી પણ ખતરનાક
જેમ વધુ કેલોરી નુકસાનકારક છે, તેમ ઓછી કેલરી પણ શરીરને નબળું બનાવી શકે છે. ઓછી કેલરી લેવાથી મસલ્સ (Muscles) નબળા પડે છે, પોષણની ઉણપથી વાળ ઉતરવા અને ત્વચાની સમસ્યાઓ ઊભી થાય છે. મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન (Hormonal Imbalance) અને પીરિયડ્સ (Periods)માં અનિયમિતતા પણ આવી શકે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)