ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
કોરોનાની બીજી લહેર તેની ચરમસીમા પર છે. કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં બેડ ઓક્સિજન અને ઇન્જેક્શન જેવી વસ્તુઓ માટે વલખા મારી રહ્યા છે. ત્યારે જ ભારતીય રેલવેએ દેશના અમુક રાજ્યમાં તબીબી ઓક્સિજન પહોંચાડવા માટેનું મિશન હાથ ધર્યું છે. રો રો સર્વિસ દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભરેલા ત્રણ BWT વેગન આજે ગુજરાતના હાપા થી નીકળીને મહારાષ્ટ્રના કલમબોલી ખાતે પહોંચ્યા હતા. આ લિક્વિડ મેડિકલ ઓક્સિજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા પહોંચાડવામાં આવ્યા છે.
આવતા ચોવીસ કલાકની અંદર ભારતીય રેલવે 140MT કરતા વધારેનો ઓક્સિજન તેના નિર્ધારિત સમયે સ્થાન પર પહોંચાડશે. તે માટે ભારતીય રેલવે ઓક્સિજન એક્સપ્રેસ નામની એક ટ્રેન દોડાવશે. જે મુંબઈ થી વાયઝેગ નાગપુર થી નાસિક અને લખનવ ટુ બોકારો થી પાછી આવશે. જેમાં અંદાજે 150 ટન ઓક્સિજન ભરેલા 10 કન્ટેનર હશે.
ઓક્સિજન એક્સપ્રેસ તેના નિર્ધારિત સ્થાન પર પહોંચવા માટે 860 કિલોમીટરનું અંતર કાપશે. જેના ટેન્કરમાં અંદાજે 44 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન હશે.
મુંબઇમાં કડક પ્રતિબંધો કામ લાગ્યા, શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થયો સતત ઘટાડો
પહેલી ઓક્સિજન એક્સપ્રેસ મુંબઈ ભણી દોડી, જુઓ વિડિયો..#Maharashtra #Mumbai #covid19 #coronavirus #OxygenExpress pic.twitter.com/gOBXermSW2
— news continuous (@NewsContinuous) April 26, 2021