397
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ પદ પર રહેલા એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ મુંબઈવાસીઓને ચીમકી આપી દીધી છે કે હવે પછીની રીવ્યુ મિટીંગ છ દિવસ પછી કરવામાં આવશે. આ મિટિંગમાં મુંબઈ શહેરના તમામ આંકડાઓ તપાસવામાં આવશે અને ત્યાર બાદ નિર્ણય કરવામાં આવશે કે મુંબઈ શહેરમાં લોક ડાઉન ફરી લાગુ કરવું કે નહીં.
બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ આખા શહેરમાં સાર્વજનિક જગ્યા પર કડક બંદોબસ્ત કરી દીધો છે. દૈનિક આશરે 15 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. ખાસ કરીને માસ ન પહેરનાર લોકો તેમના રડાર પર છે.
આથી હવે મુંબઈ વાસીઓ માટે આગામી છ દિવસ મહત્વના છે.
લોકલ ટ્રેન બાદ હવે આ જગ્યા પર બીએમસી ની કડક નજર. બનાવાયા સ્પેશિયલ સ્કોડ. જાણો વિગત.
જે ન થવું જોઈએ તે થઈ ગયું : મુંબઈમાં કોરોના ની રી-એન્ટ્રી થઇ.
You Might Be Interested In