News Continuous Bureau | Mumbai
ikhedut 2.0 Portal Gujarat: ખેડૂતોમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ઉભી ન થાય તે માટે નવીન “આઇ-ખેડૂત ૨.0 પોર્ટલ”ની વેબસાઈટ અગાઉ મુજબ www.ikhedut.gujarat.gov.in જ રહેશે. આ પોર્ટલના માધ્યમથી યોજનાકીય લાભ મેળવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ વેબસાઈટ પર નોંધણી કરવાની રહેશે. ખેડૂત ભાઈઓએ પોતાની જમીનની વિગત, મોબાઈલ નંબરની વિગતો ભરી સરળતાથી નોંધણી કરી શકશે. એક વખત નોંધણી કર્યા બાદ ખેડૂતો ખેતીવાડી અને સંલગ્ન કોઈપણ યોજનાઓનો લાભ લેવા માટે સરળતાથી અરજી કરી શકશે.

ikhedut 2.0 Portal Gujarat: આઈ-ખેડૂત ૨.0 પોર્ટલની વિશેષતાઓ
ખેડૂતો હવે એક જ જગ્યાએ તેમની અરજીઓનું સ્ટેટસ સરળતાથી પોતાના લોગીનમાં જ ટ્રેક કરી શકશે.
અરજી કર્યા બાદ SMSના માધ્યમથી ખેડૂતોને સમયસર સૂચનાઓ અને અપડેટ્સથી દરેક તબક્કે માહિતગાર કરવામાં આવશે.
ખેડૂતો હવે વિવિધ રજિસ્ટર્ડ કંપનીઓ અને ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતા ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકશે, જે સારી ગુણવત્તા અને કિંમત સુનિશ્ચિત કરશે.
પોર્ટલ ખેડૂતોના પ્રશ્નોને ઘટાડવા માટે CMS-આધારિત કૃષિ વિષયક માર્ગદર્શિકા અને FAQs જેવી વિવિધ અપડેટેડ માહિતી પૂરી પાડશે.
નવીન પોર્ટલના સ્વચાલિત કાર્યપ્રવાહ સાથે પ્રક્રિયા ઝડપી થતા, ખેડૂતોને મંજૂરી પણ ઝડપી મળશે.
હવે મેન્યુઅલ ફોલોઅપ્સ નહીં, સિસ્ટમ આપમેળે અધિકારીશ્રીઓને મંજૂરીઓ માટે સૂચનાઓ ટ્રિગર કરશે
આ પોર્ટલ પર ખેડૂતને પૂર્વ મંજુરી મળ્યા બાદ સાધન, ઘટક ખરીદી, બાંધકામ વગેરે માટે રજૂ કરવાના થતા બીલ/ડૉક્યુમેન્ટ ખેડૂત હવે જાતે જ પોર્ટલ પર અપલોડ કરી શકશે. જેથી તેમને સહાય ચૂકવણું થઇ શકે.

આ પોર્ટલમાં એક મોબાઈલ એપ્લીકેશન પણ ડેવલોપ કરવામા આવશે. જેનો ઉપયોગ ખેડૂત દ્વારા ખરીદી કરેલ સાધન અથવા ઘટકના વેરિફિકેશન માટે થશે. આ એપ્લિકેશનમા વેરિફિકેશન કરનાર અધિકારી/કર્મચારી દ્વારા સાધન/ઘટકનો લેટ-લોંગ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.