Site icon

Hindenburg Research : અદાણી જૂથ બાદ હવે કોનો વારો?, કોણ બનશે હિંડનબર્ગનો નવો શિકાર? આ એક ટ્વીટએ જગાવી ચર્ચા..

Hindenburg Research :અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિન્ડેનબર્ગ રિસર્ચે તેની પોસ્ટમાં લખ્યું છે કે "ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે". જોકે, હિંડનબર્ગે શું અને શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટને લઈને એવું માનવામાં આવે છે કે હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની વિશે મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે.

Hindenburg Research Who after Adani Hindenburg Research says something 'big' soon India

Hindenburg Research Who after Adani Hindenburg Research says something 'big' soon India

News Continuous Bureau | Mumbai

Hindenburg Research :અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ, જે ફર્મ લગભગ દોઢ વર્ષ પહેલાં ભારતના અગ્રણી બિઝનેસ ગ્રૂપ પૈકીના એક અદાણી ગ્રૂપ સામે સનસનાટીભર્યા અહેવાલ લાવીને ચર્ચા જગાવી હતી, હવે ફરી અમેરિકન કંપનીએ ભારતીય કંપની સાથે સંબંધિત વધુ એક મોટા ઘટસ્ફોટના સંકેત આપ્યા છે.  

Join Our WhatsApp Community

Hindenburg Research : હિન્ડેનબર્ગ ટ્વીટ પછી અટકળો વધુ તેજ બની

હિંડનબર્ગ રિસર્ચે ભારતીય સમય અનુસાર આજે સવારે લગભગ 5:30 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટૂંકી અપડેટ શેર કરી. અમેરિકન ફર્મે ખાલી એટલું લખ્યું- “ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે”. જોકે, હિંડનબર્ગે શું અને શું મોટું થવાનું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ ટ્વીટ પોસ્ટ થતાં જ કંઈક નવાજૂની થવાની અટકળો તેજ થઈ ગઈ છે.  

 

Hindenburg Research : ગયા વર્ષે અદાણી પર એક રિપોર્ટ આવ્યો હતો

હિંડનબર્ગના આ ટ્વીટ પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેનો નવો શિકાર કોણ બનશે. હિંડનબર્ગ રિસર્ચનું નામ ગયા વર્ષની શરૂઆતમાં ભારતમાં ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેણે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રૂપ સામે વિવાદાસ્પદ અહેવાલ બહાર પાડ્યો હતો. તે અહેવાલમાં, હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સામે ઘણા સનસનાટીભર્યા આરોપો મૂક્યા હતા, જેમાં શેરના ભાવમાં હેરાફેરીથી લઈને બિઝનેસમાં અન્યાયી પ્રથાઓ અપનાવવાના આરોપો સામેલ હતા.

આ સમાચાર પણ વાંચો:  Brazil Plane Crash :બ્રાઝીલમાં વિમાન થયું ક્રેશ, પ્લેનમાં હતા આટલા યાત્રીઓ સવાર; તમામના મોત.

Hindenburg Research : અદાણીને 86 અબજ ડોલરનું નુકસાન થયું 

ગયા વર્ષે જાન્યુઆરીમાં આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. દોઢ વર્ષ વીતી જવા છતાં અદાણી ગ્રુપ હજુ પણ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોને કારણે થયેલા નુકસાનની પૂરેપૂરી ભરપાઈ કરી શક્યું નથી. રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના તમામ શેરના ભાવ તૂટ્યા હતા. એક મહિના કરતાં વધુ સમયથી લગભગ દરરોજ ઘણા શેરોમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. ઉધોગ જૂથને તે સમયે માર્કેટ કેપિટલાઇઝેશનમાં $86 બિલિયનનું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.

Hindenburg Research : હજુ સુધી એક પણ આરોપ સાબિત થયો નથી

મહત્વનું છે કે, અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના તમામ આરોપોને નકારી દીધા હતા અને તેને ભારત પર હુમલો ગણાવ્યો હતો. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પણ પાછળથી હિન્ડેનબર્ગના આરોપોની તપાસ શરૂ કરી હતી, જેનું સુપ્રીમ કોર્ટ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી હિંડનબર્ગ દ્વારા અદાણી સામે કરાયેલો એક પણ આરોપ સાબિત થયો નથી. આ કારણોસર, ઘણા લોકો એવું માનવા લાગ્યા છે કે હિંડનબર્ગ રિસર્ચે જાણીજોઈને અદાણી જૂથને નિશાન બનાવ્યું હતું અને તેમાં તેનું નિહિત હિત હતું.

જો કે, હવે જોવાનું એ રહે છે કે હિંડનબર્ગ રિસર્ચના સસ્પેન્સ બોક્સમાંથી શું નીકળે છે અને અદાણી પછી કોનો નંબર આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version