News Continuous Bureau | Mumbai
Ahmedabad Railway Service: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ એ મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને શ્રી રાઘવ સેવા સમિતિ ના સહયોગથી મણીનગર, સાબરમતી , વટવા અને અસારવા રેલવે સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા શરૂ કરી.
સેવાનો વિધિવત આરંભ
આ સેવાનો શુભારંભ 30 એપ્રિલ 2025 ના રોજ મણીનગર રેલવે સ્ટેશન પર પરમપૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર દાસ જી અને પરમપૂજ્ય ધર્માચાર્ય મહંત શ્રી અખિલેશ્વર દાસ જી મહારાજ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય મણીનગર શ્રી અમૂલ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા.
યાત્રીઓ માટે નવી સગવડ
આ પ્રકલ્પનો હેતુ રેલવે મુસાફરો માટે વિનામૂલ્યે ઠંડા પાણી ઉપલબ્ધ કરવો છે, ખાસ કરીને ઉનાળાની ઋતુ માં, જ્યારે ઉચ્ચ તાપમાન મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad Leads in Green Initiatives: અમદાવાદમાં ગ્રીનરી વધવા સાથે વાવાયા અધધ આટલા વૃક્ષ
ભવિષ્યમાં વધુ સેવાઓ
આ સેવાના સંચાલનમાં પેન્થર સિક્યોરિટી & એલાઈએડ સર્વિસીઝદ્વારા શ્રી રમાકાંત ચતુર્વેદી (Shri સહયોગી રહ્યાં. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રીઓની સુવિધા અને કલ્યાણ માટે નવા પ્રકલ્પો આગળ લાવવાની વચનબદ્ધતા જાહેર કરી.