News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલ્વે ( Western Railway ) ના અમદાવાદ સ્ટેશન ( Ahmedabad station ) નું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન ( World class station ) તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો અને સંશોધિત સમય નીચે મુજબ છે:
અમદાવાદ થી ગાંધીનગર કેપિટલ ( Gandhinagar capital ) શિફ્ટ કરેલ ટ્રેનોં:
1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસનું ટર્મિનલ 16 માર્ચ, 2024થી બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સવારે 10.35 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ ( Stoppage ) આપવામાં આવ્યો છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.
આ સમાચાર પણ વાંચો : Holi 2024 : હોળી પર ઘરે જ બનાવો પરંપરાગત માવાના ગુજિયા, ખાતા રહી જશે મહેમાનો; નોંધી લો રેસિપી..
2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 15મી માર્ચ, 2024થી અમદાવાદને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશને 16.00 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે.આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.
ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.